Dakshin Gujarat

વાલોડમાં કામધંધા પડતા મૂકીને આવતા ગ્રાહકોને રાહતનું અનાજ મળતું નથી !

શ્રી વાલોડ સહકારી ગ્રાહક ભંડાર દ્વારા અનાજ વિતરણની અવ્યવસ્થા અને અનિયમિતતાને લઈ મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું. આવેદનમાં જણાવ્યું હતું કે, સહકારી ગ્રાહક ભંડારના ગ્રાહકોને અનાજ વિતરણ વ્યવસ્થા અનંવયે ગેરરીતિ આચરવામાં આવે છે. સવારે વહેલા આવી કતારબંધ ઊભા રહેવા છતાં વિવિધ બહાના કાઢીને કૂપન સુધ્ધા આપવામાં આવતી નથી. ધંધા-રોજગાર ગુમાવીને આવતા હોવા છતાં ઓરમાયું વર્તન કરવામાં આવે છે.

ઓગસ્ટ મહિનામાં તા. 27મી ઓગષ્ટના રોજ સાંજે ચાર વાગ્યાથી વિતરણ કરવામાં આવ્યું ત્યારે બાકી રહેલા ગ્રાહકોને કહેવામાં આવ્યું કે તમને 5મી સપ્ટેમ્બર સુધી અનાજ આપવામાં આવશે. યોગ્ય સમય અનાજ મળતું નથી. આવી વ્યવસ્થાથી હેરાન થયેલ ગ્રહાકોની દુકાન ધારક સામે યોગ્ય પગલાં ભરી ઓગસ્ટ માસનું અનાજ વિતરણ કરવામાં આવે, ગ્રાહક ભંડારની દુકાન પર લખ્યું છે કે, તા.5મી સપ્ટેમ્બર સુધી દરેકને અનાજ આપવામાં આવશે. હજુ મળ્યું નથી. આ બાબતે તાત્કાલિક નિર્ણય લઈ દરેકને અનાજ મળે તેવી વ્યવસ્થા કરવા વિનંતી કરી છે.

Most Popular

To Top