Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: વડોદારમાં દારૂનો વેપલો કરતા બુટલેગરો ફરી સક્રિય બન્યા છે પોલીસથી બચવા અવનવા કીમિયા કરતા બુટલેગરો શાકભાજીના ટેમ્પો મારફતે ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા હતા અટલાદરા વિસ્તારમાં ટેમ્પોમાંથી દારૂનું કટિંગ થતું હતું ત્યારે જે.પી.પોલીસ દરોડાઓ પાડી દારૂ સાથે ૮ લાખનો મુદામાલ કબજે કર્યો હતો. અટલાદરા વિસ્તારમાં લાભ રેસિડેન્સી પાસે નવી બંધાતી સાઇટ નજીક  ટેમ્પામાં દારૂનું કટિંગ કરવામાં આવી રહ્યું હોવાની બાતમી મળતા જે પી રોડ પોલીસે દરોડો પાડ્યો હતો.

ટેમ્પામાં બેઠેલા ત્રણ દારૂના ખેપિયાને ઝડપી પાડ્યા હતા અને ટેમ્પામાં તપાસ કરતાં શાકભાજીના ૧૧૦ નંગ ખાલી ક્રેટની પાછળ બનાવેલા એક ચોરખાનામાંથી બીયર અને વ્હીસ્કીની જુદીજુદી બ્રાન્ડની કુલ 2664 નંગ બોટલ મળી આવી હતી જેની કીમત અંદાજે ૩ લાખ રૂપિયા છે  કુલ રૂપિયા 8 લાખનો મુદામાલ કબજે કર્યો હતો દારૂની હેરાફેરી કરનાર બસીરખા બેલિમ,અજરૂદીન મરૂદીન સૈયદ અને વસંત સોલંકીને ઝડપી દારૂની ડિલિવરી માટે સ્કૂટર મૂકીને કાર લેવા ગયેલા ઇમરાન અને દારૂના સપ્લાયર સુમિત પુનિયાને શોધખોળ શરૂ કરી હતી.

શાકભાજીના ટેમ્પામાં એક ચોરખાનું બનાવ્યું

વડોદારમાં દારૂનો વેપલો કરતા બુટલેગરોએ પોલીસ થી બચવા અને સરળતાથી વિદેશી દારૂની હેરાફેરી કરવા માટે શાકભાજીના ટેમ્પામાં એક ચોરખાનું પણ બનાવ્યું હતું જેમાં દારૂ સંતાડીને આસાનીથી શહેરમાં દારૂ ઘુસાડવામાં આવ્યો હતો જોકે પોલીસને ચકમો આપવા બનાવેલા ચોરખાનાની પોલ ખુલી ગઈ હતી

બુટલેગર ઇમરાન કાર લેવા ગયો, જેથી બચી ગયો

પોલીસથી બચવા શાકભાજીના ટેમ્પો મારફતે ઈંગ્લીશ દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરતા પોલીસે સ્થળ પરથી ૩ ખેપીયાઓને પકડી પડ્યા હતા જોકે બુટલેગર ઇમરાન બચી ગયો હતો અટલાદરામાં લાભ રેસિડેન્સી પાસે નવી બંધાતી સાઇટ પાસે ટેમ્પામાં દારૂનું કટિંગ કરવામાં આવતું હતું. ઇમરાન સ્કૂટર મૂકીને કાર લેવા ગયેલા સોમાતળાવ ગયો હતો ઇમરાનના ગયા બાદ પોલીસ આવી હતી આમ ઇમરાન બચી ગયો હતો પોલીસ હવે ઈમરાનને શોધી રહી છે

To Top