National

પેરાલિમ્પિક્સ: પેરા શૂટર અવનીએ ટોક્યોમાં ચમત્કાર કર્યો, ગોલ્ડ પછી હવે બ્રોન્ઝ જીત્યો

ભારત (India)ની અવની લખેરા (Avni lakhera)એ ટોક્યો પેરાલિમ્પિક્સ (Tokyo Paralympics)માં ચમત્કાર કર્યા છે. જયપુરના આ પેરા શૂટર (Para shooter), જેણે વર્તમાન પેરાલિમ્પિક્સમાં પહેલેથી જ ગોલ્ડ જીત્યો (Gold winner) છે, તેણે વધુ એક મેડલ પોતાને નામ કરી ભારતમાં જાણે તમામ મેડલના મોર ઉપર કલગીનો ઉમેરો કર્યો છે.

હવે તેણે શુક્રવારે મહિલાઓની 50 મીટર રાઇફલ 3 પોઝિશન SH1 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ (Bronze medal) જીત્યો. તેણી આ ઇવેન્ટની ફાઇનલમાં 445.9 ના સ્કોર સાથે ત્રીજા સ્થાને રહી હતી. આ સાથે જ રમતોમાં દેશમાં મેડલની સંખ્યા 12 પર પહોંચી ગઈ છે. આ ઇવેન્ટમાં ચીનની ઝાંગ ક્વિપિંગ (457.9) અને જર્મનીની હિલટ્રોપ નતાશા (457.1) અનુક્રમે ગોલ્ડ અને સિલ્વર જીતવામાં સફળ રહી હતી. ક્વોલિફિકેશનમાં અવની લખેરા 1176 પોઈન્ટ સાથે બીજા ક્રમે રહી હતી. આ પહેલા, 19 વર્ષની અવનીએ મહિલા R-2 10m એર રાઇફલના વર્ગ SH1 માં ગોલ્ડ મેડલ જીત્યો હતો, જે પેરાલિમ્પિક્સના ઇતિહાસમાં શૂટિંગમાં ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ હતો.

બે પેરાલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી

અવની લાખેરા બે પેરાલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે. તેમના પહેલા જોગિન્દર સિંહ સોઢી ગેમ્સના એક જ તબક્કામાં અનેક મેડલ જીતનાર પ્રથમ ભારતીય હતા. તેણે 1984 ના પેરાલિમ્પિક્સમાં એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. તેના સિલ્વર મેડલ ગોળા ફેંકમાં હતા, જ્યારે બે બ્રોન્ઝ મેડલ ડિસ્ક થ્રો અને બરછી ફેંકમાં હતા. વર્તમાન પેરાલિમ્પિક્સમાં ભારતે અત્યાર સુધીમાં 12 મેડલ જીત્યા છે. ભારત પાસે હવે 2 ગોલ્ડ, 6 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ છે. પેરાલિમ્પિક્સના ઇતિહાસમાં ભારતનું આ શ્રેષ્ઠ પ્રદર્શન છે. રિયો પેરાલિમ્પિક્સ (2016) માં ભારતે 2 ગોલ્ડ સહિત 4 અન્ય મેડલ જીત્યા હતા.

પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અવનીને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું – ટોક્યો પેરાલિમ્પિક્સમાં વધુ ગૌરવ! અવની લખેરાની ઉત્કૃષ્ટ કામગીરીથી ઉત્સાહિત. તેમને બ્રોન્ઝ મેડલ માટે અભિનંદન. તેમના ભવિષ્યના પ્રયાસો માટે તેમને શુભેચ્છાઓ.

Most Popular

To Top