National

આપણે માણસને માણસ કેમ રહેવા દેતા નથી?

આપણા દેશની વસ્તી 140 કરોડ છે એમાં  હજારો સંપ્રદાય છે. એમાં દરેક સંપ્રદાયના અલગ અલગ ફાંટા છે. દરેક ફાંટાના  અલગ અલગ આગેવાનો છે. આ આગેવાનો  પ્રજાને ગુમરાહ કરવાનું કામ કરે છે.   આ વિશે પ્રજા કોઈ દિવસ સવાલ કરતી નથી. સામાન્ય રીતે આપણે ભગવાન રામ ભગવાન ક્રિષ્નાને ભગવાન માનીએ ત્યાં સુધી બરાબર છે પણ આવા બની બેઠેલા લેભાગુને ભગવાનનો દરજ્જો આપી દઈએ ત્યાં આપણું પતન શરૂ થાય છે. ભગવાનોની ભીડમાં અસલી ભગવાન ક્યાંય ખોવાઈ ગયા છે આવા ઢોંગ અને બનાવટ કરનારાને ત્યાં બેસુમાર ભીડ ભેગી થાય  છે. એને આપણે શું કહીશું?  અંધશ્રદ્ધા કે બુદ્ધિનું દેવાળું?

પ્રજા  આવા  લોકોમાં જેટલો વિશ્વાસ રાખે છે એટલો સાચા ભગવાનમાં નથી રાખતી એ આપણી કમનસીબી છે.પછી જેણે ગુરુ માનતા હોય એની પોતાના ઘરના મંદિરમાં પૂજા પણ કરે છે, ફૂલ પણ ચડાવે છે, આરતી પણ કરે છે અને પ્રસાદ પણ વહેંચે છે.  આને શું સમજવું?  આ બધું ક્યાં જઈને અટકશે?  આપણે માણસને માણસ માનવાને બદલે ભગવાન બનાવી દેવાની બહુ ઉતાવળ હોય છે. સાચો ધર્મ માનવતા છે, ઇન્સાનિયત છે વિશ્વનો કોઈ પણ ધર્મ કયારે પણ તમને આખ બંધ કરીને આવાં લોકોને અનુસરવાનું કહેતો નથી. દરેક ધર્મ શાંતિ, એકતા, સંપ, ભાઈચારાનો સંદેશ આપે છે. હમેશાં ભલાઈનાં કામ કરો, સદવર્તન કરો, નિર્મળ જીવન જીવો. ધર્મને સાચા અર્થમાં સમજવાની કોશિશ કરશો.
સુરત    -અબ્બાસભાઈ કૌકાવાલા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top