Sports

ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ સર્વાધિક ઇન્ટરનેશનલ ગોલ કરનારો ફૂટબોલર બન્યો

ગુરૂવારે અહીં રમાયેલી વર્લ્ડકપ ક્વોલિફાયરની એક મેચમાં ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ આયરલેન્ડ સામે બે ગોલ કરીને પોતાની ટીમને 2-1થી જીતાડવાની સાથે જ સર્વાધિક ઇન્ટરનેશનલ ગોલ કરવાનો ઇરાનના અલી દેઇનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. પોર્ટુગલ સામેની આ મેચમાં આયરલેન્ડના જોન ઇગાને 45મી મિનીટમાં ગોલ કરીને પોતાની ટીમને 1-0ની સરસાઇ પર મુકી દીધી હતી.

જો કે રોનાલ્ડોએ તે પછી 89મી મિનીટમાં હેડર વડે ગોલ કરીને પોતાનો 110મો ઇન્ટરનેશનલ ગોલ કરીને અલી દેઇનો રેકોર્ડ તોડ્યો હતો અને સાથે જ પોતાની ટીમને 1-1ની બરોબરી પર મુકી દીધી હતી. તે પછી રોનાલ્ડોએ ઇન્જરી ટાઇમમાં વધુ એક ગોલ કરીને પોતાની ટીમને 2-1ની સરસાઇ પર મુકી હતી. આ રોનાલ્ડોનો 180મી મેચમાં 111મો ગોલ રહ્યો હતો. આ મેચમાં રોનાલ્ડોએ 15મી મિનીટમાં મારેલી પેનલ્ટી કિકને આયરલેન્ડના ગોલકીપર ગેવિન બુજુનુએ અટકાવી હતી. રોનાલ્ડોએ 2004માં યુરોપિયન ચેમ્પિયનશિપમાં પોર્ટુગલ માટે જ્યારે પોતાનો પહેલો ગોલ કર્યો હતો ગેવિન માત્ર બે વર્ષનો હતો. આ જીતની સાથે પોર્ટુગલની ટામ ચાર મેચમાં 10 પોઇન્ટ સાથે પોતાના ગ્રુપમાં ટોચના સ્થાને ચાલી રહી છે.

Most Popular

To Top