SURAT

માતા-પિતા માટે લાલબટ્ટી સમાન કિસ્સો: 4 વર્ષની બહેને 2 વર્ષના ભાઈને એસિડ પીવડાવી દેતા દોડધામ

સુરત (surat)ના પાંડેસરા વિસ્તારમાં માતા-પિતા (parents) માટે લાલબટ્ટી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, માતા (mother)ની ગેરહાજરીમાં એક ચાર વર્ષની બહેને (sister) 2 વર્ષના ભાઈ (brother)ને એસિડ પીવડાવી દેતા દોડધામ મચી જવા પામી હતી.

સિવિલ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ બનાવ બાદ માતા પોતે માસુમ બાળકને 108ની મદદથી સુરત સિવિલ હોસ્પિટલ (civil hospital)માં લવાતા તાત્કાલિક બાળકોના નિષ્ણાત (child expert) તબીબોને કેસ રીફર કરી દેવાયો હતો. માતાએ જણાવ્યું હતું કે, માતા બજારમાં સામાન લેવા ગઈ હતી દરમિયાન 2 વર્ષના પ્રિન્સને 4 વર્ષની દીકરીના ભરોસે છોડી ગઈ હતી. જો કે પરત ફરતા માતાને પડોશીએ કહ્યું કે, ભૂલમાં બહેને ભાઈને બોટલમાંથી એસિડ કાઢી પીવડાવી દીધું છે. આ સાંભળતા જ માતાના હોશ ઉડી ગયાં હતાં. જો કે આવા સંજોગમાં શું કરવા તેની માતાને કઈ પણ સમજ પડતી ન હતી.

બાદમાં પાડોશીઓએ સમય સુચકતા વાપરતા 108 ને ફોન કરતા બાળકને સિવિલ લઇ આવ્યાં હતાં. જ્યાં તમામ સ્ટાફ દ્વારા ઘટનાની ગંભીરતા સમજીને મોટા ડૉક્ટરો એટલે કે બાળકોના નિષ્ણાત તબીબો પાસે લઈ જવા કહેવામાં આવ્યું હતું. ફરજ પર હાજર તબીબોએ જણાવ્યું હતું કે તેમના દ્વારા પૂછવામાં આવતા માતા જ કહે છે કે ભાઈને બહેને એસિડ પીવડાવી દીધું છે. ડોકટરો મુજબ જો આવું હોય તો ચોક્કસ બાળકની સ્વર પેટી અને અન્ન નળીને નુકશાન થઈ શકે છે. હાલ બાળક ભાનમાં છે છતાં એક્સપર્ટ અભિપ્રાય વગર કશું પણ કહી શકાય નહીં. જાણવા મળ્યું છે કે તેઓ બિહારના રહેવાસી છે અને 3 વર્ષથી સુરતમાં રહે છે. પતિ કાપડ માર્કેટમાં મજૂરી કરી ગુજરાન ચલાવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે માસુમ બાળકોને એકલતામાં છોડીને ઘર બહાર જતા માતા-પિતા માટે લાલબટ્ટી ધરતો કિસ્સો સામે આવ્યો છે. મહત્વની વાત છે કે હાલ બાળકને બાળ નિષ્ણાત તબીબો પાસે રીફર કરાયું છે. માતા-પિતા માટે આ ચિંતાજનક અને જાગૃતતા સમાન કિસ્સો કહી શકાય કારણ કે બાળકોને એકલા છોડી બહાર જવાની ભૂલ કે નાના ભાઈ બહેનને એકબીજા ના ભરોસે મૂકી જવાની ભૂલ ક્યારેય કરવી ન જોઈએ.

Most Popular

To Top