National

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનો Rt-pcr ટેસ્ટનું પરિણામ પણ પોઝિટિવ

લંડન : ભારતીય ટીમ (Indian cricket team)ના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Ravi shastri)નો આરટી-પીસીઆર ટેસ્ટ (Rt-pcr test)નું પરિણામ પણ પોઝિટિવ (positive) આવ્યું છે અને તેની સાથે સપોર્ટ સ્ટાફના અન્ય બે સભ્યો બોલિંગ કોચ (bowling coach) ભરત અરૂણ અને ફિલ્ડીંગ કોચ આર શ્રીધરને પણ કોરોના થયાનું આરટી-પીસીઆર ટેસ્ટમાં પુરવાર થયું છે અને તેના કારણે આ ત્રણેય માન્ચેસ્ટરમાં આ અઠવાડિયે જ રમાનારી પાંચમી અને અંતિમ ટેસ્ટમાંથી આઉટ (out of test) થઇ ગયા છે અને ત્રણેય લંડનમાં જ 10 દિવસ સુધી આઇસોલેટ રહેશે. તેમની સાથે નજીકના સંપર્કમાં રહેલા ફિઝિયોથેરાપીસ્ટ નીતિન પટેલ પણ 10 દિવસ આઇસોલેશનમાં રહેવાના કારણે માન્ચેસ્ટર જવાના નથી.

59 વર્ષિય શાસ્ત્રી રવિવારે લેટરલ ફ્લો ટેસ્ટ (રેપીડ એન્ટીજન ટેસ્ટ)માં પોઝિટિવ આવ્યા હતા અને આજે સોમવારે તેમનો આરટી-પીસીઆર ટેસ્ટના રિપોર્ટે તેમને કોરોના થયો હોવાનું કન્ફર્મ કર્યું હતું. અરૂણ અને શ્રીધરનો પણ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઇંગ્લેનેડ સામેની પાંચમી ટેસ્ટ માન્ચેસ્ટરમાં 10મીથી શરૂ થશે. બીસીસીઆઇના એક સૂત્રએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે બે રેપિડ એન્ટીજન ટેસ્ટમાં પોઝિટિવ જાહેર થયેલા શાસ્ત્રીનો આરટી-પીસીઆર ટેસ્ટ પણ પોઝિટિવ રહ્યો છે. તેનામાં ગળામાં દુખાવો હોવા સહિતના હળવા લક્ષણ છે. 10મી સપ્ટેમ્બરથી ટેસ્ટ શરૂ થતી હોવાથી શાસ્ત્રી ટીમ સાથે નહીં જોડાય, કારણકે તેનો આઇસોલેશન પીરિયડ પણ ટેસ્ટ પુરી થવા સાથે જ પુરો થશે. નીતિન પટેલ પણ અગાઉથી નક્કી થયા અનુસાર માન્ચેસ્ટર નહીં જાય.

માન્ચેસ્ટર ટેસ્ટ દરમિયાન બેટિંગ કોચ વિક્રમ રાઠોર ટીમના ઇન્ચાર્જ
રવિ શાસ્ત્રી, ભરત અરૂણ અને આર શ્રીધર કોરોનાના કારણે 10 દિવસના આઇસોલેશનમાં જવાથી માન્ચેસ્ટર જવાના નથી અને તેને પગલે 10મી સપ્ટેમ્બરથી રમાનારી પાંચમી અને અંતિમ ટેસ્ટમાં ભારતીય ટીમના ઇન્ચાર્જ તરીકેની જવાબદારી બેટિંગ કોચ વિક્રમ રાઠોર સંભાળશે. આ ટેસ્ટ દરમિયાન મુખ્ય કોચ શાસ્ત્રી તેમજ અને બે સહાયક કોચ કેપ્ટન કોહલી સાથે ટેલિફોનીક સંપર્કમાં રહેશે એવું માનવામાં આવી રહ્યું છે.

બીસીસીઆઇએ માન્ચેસ્ટરમાં આઇપીએલને ધ્યાને લઇ ક્રિકેટરો માટે અલગ બાયો બબલ બનાવ્યું
ભારતીય ટીમની ઇંગ્લેન્ડ સામે માન્ચેસ્ટરમાં 10મી સપ્ટેમ્બરથી રમાનારી પાંચમી ટેસ્ટ પછી મોટાભાગના ક્રિકેટરો આઇપીએલ રમવા માટે સીધા ત્યાંથી યુએઇ જવા રવાના થઇ જશે અને તેના કારણે બીસીસીઆઇએ અગાઉથી નક્કી થયા અનુસાર માન્ચેસ્ટરમાં ક્રિકેટરો માટે અલગથી બાયો બબલ બનાવ્યું છે કે જેના કારણે તેઓ સીધા બબલ ટુ બબલ ટ્રાન્સફર થઇ શકશે.

ફિઝિયો નીતિન પટેલની ગેરહાજરીમાં યોગેશ પરમાર અને બે ટ્રેઇની ટીમ સાથે રહેશે
નીતિન પટેલ પણ 10 દિવસના આઇસોલેશનમાં રહેવાના કારણે ભારતીય ટીમમાં ફિઝિયોની ભૂમિકા તેમના બેક-અપ યોગેશ પરમાર અને અન્ય બે ટ્રેઇની નીક વેબ અને સોહમ દેસાઇ સંભાળશે. તેમની સાથે જ મસાજર નેગી, કાનડે અને દયાનંદ કે જેઓ થ્રો ડાઉન એક્સપર્ટ પણ છે તે તમામ ટીમની સાથે માન્ચેસ્ટર ટેસ્ટમાં જળવાઇ રહેશે.

Most Popular

To Top