Gujarat

રાજ્યના 12 જિલ્લાઓમાં 50 ટકાથી ઓછો વરસાદ પડતાં દુષ્કાળનો ભય

રાજયના 12 જિલ્લાઓમાં 50 ટકા જેટલી વરસાદની ઘટ જોવા મળી રહી છે. રાજયમાં અત્યાર સુધીમાં 49.95 ટકા જેટલો વરસાદ થયો છે. જયારે પાંચ તાલુકાઓ તો એવા છે કે જેમાં હજુ સુધી 5 ઈંચ જેટલો વરસાદ પણ થયો નથી. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત સહિત રાજયમાં આગામી તા.10મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરાઈ છે.

જયાં 50 ટકા જેટલી વરસાદની ઘટ છે તેવા જિલ્લાઓમાં અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા, તાપી અને વડોદરા જિલ્લાનો સમાવેશ થાય છે.આ 12 જિલ્લાઓ ગાંધીનગર જિલ્લામાં 63 ટકા જેટલી વરસાદની ઘટ રહેલી છે. વાવ, થરાદ, સાંતલપુર, લાખણી અને લખપત તાલુકામાં તો 5 ઈંચ વરસાદ પણ નોંધાયો નથી. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ચોમાસુ અત્યંત સામાન્ય રહ્યું છે. જેના પગલે રાજયમાં સરેરાશ વરસાદની 41 ટકા ઘટ જોવા મળી રહી છે.

આજે સાંજ સુધીમાં રાજયમાં 70 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો છે. જેમાં એકલા સુરત સિટીમાં સાંજે છ વાગ્યા સુધીમાં 84 મીમી એટલે કે 3.3 ઈંચ વરસાદ નોંધાયો હતો. જયારે બીજા ક્રમે નવસારીમાં 3 ઇંચ, બોટાદના ગઢડામાં 2 ઇંચ, સુરતના પલસાણામાં 2 ઈંચ વરસાદ થયો હતો.

છેલ્લા 24 કલાકમાં રાજયમાં 46 તાલુકાઓમા હળવો વરસાદ થયો હતો. ખાસ કરીને કપડવંજમાં બે ઇંચ, ઉમરગામમાં 1 ઇંચ, જામનગરના જામજોધપુરમાં 1 ઇંચ, ખેડાના ખંભાતમાં પોણો ઈંચ વરસાદ થયો હતો.રાજયમાં ચોમસાની મોસમનો સરેરાશ 49.95 ટકા વરસાદ થયો છે . જેમાં કચ્છમાં 50.64 ટકા, ઉત્તર ગુજરાતમાં 38.78 ટકા, મધ્ય- પૂર્વ ગુજરાતમાં 44.67 ટકા, સૌરાષ્ટ્રમાં 49.33 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 56.81 ટકા વરસાદ થયો છે.

Most Popular

To Top