Charchapatra

બાળઘડતરમાં મા-બાપનો અમૂલ્ય ફાળો

બાળકોને શ્રેષ્ઠ સંસ્કાર માતા-પિતા પરિવાર શાળાના શિક્ષકો તરફથી મળે છે તે પણ જન્મથી જ. જો કે ભારતીય સંસ્કૃતિમાં ગર્ભ ધારણ થાય ત્યારથી જ જો માતા શુભ, ઉચ્ચ, આનંદી, ઉજ્જવળ ભવિષ્યના વિચારો કર્યા કરે તો તે બાળકમાં એના અજાગૃત મનમાં ઉતરે જ છે. બાળક માટે માતા-પિતા જ વિકાસનું પગથિયું છે. સર્વાંગી આંતર-બાહ્ય વિકાસમાં મા નો ફાળો વિશેષ હોય છે. બાળકને મા-બાપનું યોગ્ય માર્ગદર્શન ન મળે તો કદાચ બાળક વિફરી જાય છે. આજના વાલીઓ પાસે ખાસ કરીને જાગૃત, સભાન માતા-પિતાઓએ નાના હોય ત્યારથી જ એના બાળ મનોવિજ્ઞાનને સમજવા પ્રયાસ કરવો અનિવાર્ય લાગે છે.

આજે તો સફળ વાલી સફળ મા-બાપ કેમ થવાય તેવા અનેક લેખકોના પ્રેરણાદાયી પુસ્તકો મળે છે. પુસ્તકાલયમાંથી પણ મેળવી વાંચી શકાય. સમયની તંગી સહુને પડે છે, પણ જો ચીવટ રાખવામાં આવે તો નોકરી/વ્યવસાયમાંથી સમયનું આયોજન કરી વહેલા ઊઠીને પણ બાળકને સારી રીતભાત, શિસ્ત, રાષ્ટ્રપ્રેમ, નમ્રતા, વિવેક, મોટેરાંઓને માન, સાંભળવાની ટેવ પાડી શકાય. આપણે બાળકોને પ્રેમ  અને હકારાત્મકતા આપીએ.
સુરત- રમીલા બળદેવભાઇ પરમાર -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top