National

કેરળમાં એક બાળકના મોત બાદ હવે આ રાજ્યમાં નિપાહ વાઇરસની દસ્તક : એલર્ટ જાહેર

દેશમાં કોરોના વાયરસ (corona virus)ના બીજા મોજા (second wave)ની અસર હજુ પૂરી રીતે સમાપ્ત થઈ નથી. દરમિયાન, અન્ય વાયરસે તેના પગ પેસારો કરવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં જ કેરળ (Kerala)માં નિપાહ વાયરસ (Nipah virus)નો એક કેસ નોંધાયો હતો, ત્યારે હવે તમિલનાડુ (Tamilnadu)માં પણ એક કેસ સામે આવ્યો છે. 

કોઇમ્બતુર (Coimbatore)ના જિલ્લા મેજિસ્ટ્રેટના જણાવ્યા અનુસાર અહીં નિપાહ વાયરસનો એક કેસ મળી આવ્યો છે. મહત્વની વાત છે કે આ વાયરસથી પહેલા જ એક મૃત્યુ થઇ ચૂક્યું છે, ત્યારે વધુ એક કેસ આવતા એલર્ટ જાહેર કરાયું છે. જો કે પ્રશાસન દ્વારા તમામ પ્રકારની સાવચેતી રાખવામાં આવી રહી છે. અને હવે જે કોઈ સરકારી હોસ્પિટલમાં ભારે તાવ સાથે આવે છે, તેની યોગ્ય તપાસ કરવામાં આવશે. આ વાયરસને એક રીતે કોરોના જેટલો જ જીવલેણ માનવામાં આવે છે, જો કે તે કોરોના જેમ હવામાં ફેલાતો નથી.

કેરળમાં થયું હતું એક બાળકનું મોત

કોરોના રોગચાળાની વચ્ચે આ નિપાહ વાઈરસે બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા જ્યારે રવિવારે કેરળમાં એક 12 વર્ષીય બાળકનું તેના કારણે મૃત્યુ થયું. કેરળના કોઝિકોડમાં એક ખાનગી હોસ્પિટલમાં એક 12 વર્ષના બાળકની સારવાર ચાલી રહી હતી, પરંતુ તેનું મોત થયું. કેરળ માટે પણ આ ચિંતાનો વિષય છે કારણ કે અહીં કોરોનાની તાજી લહેરે પરિસ્થિતિ બગાડી છે. દેશમાં આવતા તમામ કેસોમાંથી લગભગ 70 ટકા કેસ કેરળથી આવી રહ્યા છે. માત્ર કેરળમાં કોરોનાના લગભગ 2 લાખ સક્રિય કેસ છે. 

નિપાહ વાયરસ શું છે?

તમને જણાવી દઈએ કે નિપાહ વાયરસ સૌપ્રથમ 1998 માં મલેશિયામાં જોવા મળ્યો હતો. 2001 માં પશ્ચિમ બંગાળમાં આના ઘણા કેસ નોંધાયા હતા. તે કોરોના વાયરસની જેમ ખતરનાક પણ છે, જો કે તે હવાથી ફેલાતો નથી. નિપાહ વાયરસ પશુથી મનુષ્યમાં ફેલાય છે. આનું મૂળ કારણ પણ ચામાચીડિયા છે, પરંતુ તાજા વાતાવરણમાં, વાયરસ માનવથી માનવમાં ફેલાવાનો ભય પણ કહેવામાં આવી રહ્યો છે. આ સિવાય ડુક્કરમાંથી પણ નિપાહ વાયરસ ફેલાવાનો ભય છે. 

આ વાયરસના લક્ષણો ઉંચો તાવ છે, જે બે અઠવાડિયા સુધી ચાલે છે અને શરીરને નુકસાન પહોંચાડે છે. ચિંતાનો વિષય એ છે કે આ વાયરસને કારણે કોઈપણ વ્યક્તિના મન પર ખરાબ અસર પડે છે, જે મૃત્યુ તરફ દોરી જાય છે. 

Most Popular

To Top