જેને ગરબા કરતાં આવડતા નહી હોય તે ગુજરાતી નહી હોય. ગરબા અને ગુજરાત એકબીજાના પર્યાય બની ચૂક્યા છે પરંતુ ગત વર્ષે કોરોનાને...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (MP Modi)અને અમેરિકા (America)ના રાષ્ટ્રપતિ જો બિડેન (President Joe Biden) શુક્રવારે વ્હાઈટ હાઉસ (White House)માં મળ્યા હતા. બંને નેતાઓએ...
એક સમય એવો હતો કે બ્રિટનના સામ્રાજ્યમાં કદી સૂર્યનો અસ્ત થતો નહોતો. આજે બ્રિટનનું સામ્રાજ્ય બ્રિટીશ ચેનલ પૂરતું મર્યાદિત થઈ ગયું છે,...
નડિયાદ: નડિયાદ શહેરના માર્ગોની અવદશાની સાથે સાથે દાંડી માર્ગ પણ હાલમાં અત્યંત જર્જરિત અને જોખમી હાલતમાં જોવા મળી રહ્યો છે. આ માર્ગ...
નડિયાદ: નડિયાદમાં રહેતાં એક પરિવારે સવા બે વર્ષ અગાઉ પોતાનું મકાન વેચ્યાં બાદ આજદિન સુધી ખરીદનારને મકાનનો કબ્જો ન સોંપતાં મામલો જિલ્લા...
આણંદ : સોજિત્રા નગરના સામુહિક આરોગ્ય કેન્દ્ર લઇને વિવાદ ઉભો થયો છે. અહીં સીએચસીને લગતા કોઇ રેકર્ડ મળી રહ્યાં નથી. જેના કારણે...
પલસાણા: સુરત (Surat)ના લિંબાયત ખાતે રહેતા 24 વર્ષીય યુવાનને બલેશ્વરના એક યુવાને પોતે કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશન (Kadodara gidc police station)માં નોકરી...
દાહોદ: સંજેલી મુખ્યમાર્ગ પર સરપંચના ઘર નજીક બસ સ્ટેશનના ગેટ પર જ પંચાયત દ્વારા ડોર ટુ ડોર કલેકશન થતો કચરાનો ડમ્પિંગ કરાતાં...
ગોધરા: ગોધરાના ફાઇનાન્સ કંપની વેરા વસૂલીમાં રિઝર્વ બેંકના નિયમોનો ભંગ કરતા ચેક રીટર્ન થવાના કેસમાં ફરિયાદીને રૂપિયા પાંચ હજારનો દંડ અને આરોપીને...
નવસારી, ઘેજ : ચીખલી પોલીસ મથક (Police station)માં વઘઇના બે આદિવાસી યુવકો (tribal youth)ના શંકાસ્પદ મોત (mysterious death)માં હત્યા (murder)ના આરોપી તત્કાલિન...
દાહોદ: લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા લીમડી પોલીસને ભરૂચ જિલ્લાના તાલુકા પોલીસ સ્ટેશનના ધાડ લૂંટના ગુના છેલ્લા 14 વર્ષથી નાસતા...
દાહોદ: ગરબાડા તાલુકાના નેલસુર ગામની મુખ્ય પ્રાથમિક શાળા નો જર્જરિત ઓરડો તારીખ 21 ના સાંજના એકાએક ધરાશાયી થયો હતો. સદનસીબે આ ઘટનામાં...
વડોદરા : ગોત્રી પોલીસ મથકના પીઆઈ સુનીલ ચૌધરી પાસેથી ગર્ભશ્રીમંત રાજુ ભટ્ટ અને અશોક જૈનની બળાત્કારના ગુનાની તપાસ આંચકી લેવાઈ હતી. ક્રાઈમ...
જાંબુઘોડા : પાવાગઢ પોલીસે શિવરાજપુર પાસેના ટાઢોડિયા ગામે થી કતલ ના ઈરાદે લઈ જવાતા ૧૦ ગૌવંશ ને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ...
વડોદરા : શહેરના ઓડનગર અને સમા વિસ્તારમાં બાલાજી ગ્રુપ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્કીમમાં ચેરિટી થઈ હોવાનો વિવાદ ચાલી રહ્યો છે અને...
વડોદરા : વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં વર્ષોથી એજન્સી ચલાવતા ડીજી નાકરાણી અને એમ.જે.સોલંકીના કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા 750 જેટલા વર્ગ- 3 અને...
વડોદરા : પાંચ વર્ષમાં ક્યારેય લગ્નજીવનનું સુખ માણી શકેલી નહીં શિક્ષિત પરિણીતાનો પતિ નંપુશક જણાયો હતો. દોઢ કરોડ દહેજ અને 1 કરોડના...
સુરત: કડોદરા – નિયોલ ચેક પોસ્ટ પાસે ફોર વ્હીલર (Car) ગાડીમાં મુંબઈથી મેફેડ્રોન નાર્કોટિક્સ ડ્રગ્સ (Drugs) નો જથ્થો આવી રહ્યો હોવાની બાતમી...
વડોદરા : વડોદરા શહેરના લહેરીપુરા ન્યુ રોડ ઉપર સુલતાનપુરાની સામે આવેલી વર્ષોજૂની રેશ્મા ટ્રેડર્સ નામની દુકાનમાં વહેલી સવારે આગ લાગતા અફરાતફરી મચી...
વડોદરા: વડોદરા શહેરમાં રસિકરણ વધારવાના પાલિકા મસ મોટા દાવાઓ કરે છે પરંતુ હકીકત એ છે કે પાલિકાના અણઘડ વહીવટને કારણે રસીકરણની ઝુંબેશને...
વડોદરા: ક્રિકેટની પ્રતિભા માટે વડોદરામાં કોઈ કમી નથી. બરોડામાં ઘણા સારા ખેલાડીઓ છે અને બરોડા જોઈન કરતા મને ખૂબ આનંદ થયો છે...
વડોદરા : વડોદરા શહેરના ખોડિયારનગર તરફથી એરપોર્ટ સર્કલ તરફ જવાના માર્ગે ગુરુવારે રાત્રે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો.આ માર્ગ પરથી પસાર થઈ રહેલી...
જ્યોર્જિયાના ભારત સ્થિત રાજદૂત (એમ્બેસેડર) આર્ચિલ ઝુલીઆશ્વિસીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી, ત્યારે જ્યોર્જિયાના એમ્બેસેડરે ગુજરાત સાથે ખાસ કરીને...
કુદરતી આપદામાં પશુ મરે તો પણ ૫૦,૦૦૦ની જાહેરાત અને કોરોના કાળમાં સ્વજન ગુમાવનાર પીડિત પરિવારને પણ માત્ર ૫૦,૦૦૦નું વળતર એટલે પશુ અને...
કોરોના કાળમાં તમામ મોરચે નિષ્ફળ નીવડેલી ભાજપની પૂર્વ સરકારે પોતાની નિષ્ફળતાઓને છુપાવવા માટે વિધાનસભાનું ટૂંકું ચોમાસુ સત્ર બે દિવસ પૂરતું સીમિત કર્યું...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17 કેસ નોંધાયા છે. બીજી તરફ 12 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં રીકવરી રેટ 98.76 ટકા...
ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ બનવાનો શ્રેય કચ્છના મહિલા ધારાસભ્ય ડૉક્ટર નીમાબેન આચાર્યને મળ્યો છે. જ્યારે ઉપાધ્યક્ષ પદ માટે કોંગ્રેસ તરફથી ડો....
આગામી તા.27 અને 28મી સપ્ટે. એમ દિવસ માટે વિધાનસભાનું ટૂંકુ ચોમાસુ સત્ર મળી રહ્યું છે. જેમાં વિપક્ષ દ્વારા કોરોના સહિત વિવિધ મુદ્દે...
સુરત: સુરત આવકવેરા વિભાગની DI વિંગ દ્વારા સુરત અને નવસારીની જાણીતી ડાયમંડ કંપનીના 20 સ્થળો પર કરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન કરોડોની...
ગરમીથી રાહત મેળવવા માટે ઠંડાપીણાનો સહારો લેનાર એક યુવકને મોત મળ્યું છે. ચીનમાં આ ઘટના બની છે. અહીં એક યુવાન સખ્ત ગરમીથી...
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા

જેને ગરબા કરતાં આવડતા નહી હોય તે ગુજરાતી નહી હોય. ગરબા અને ગુજરાત એકબીજાના પર્યાય બની ચૂક્યા છે પરંતુ ગત વર્ષે કોરોનાને કારણે રાજ્યમાં ગરબાના આયોજનો કરી શકાયા નહોતા. સરકારે શેરી ગરબાને પણ મંજૂરી આપી નહોતી. કોરોના વધે તેવી સંભાવનાને કારણે સરકારે અંકુશો રાખ્યા હતા પરંતુ આ વર્ષે કોરોનાના કેસ ઘટી જતાં અને વેક્સિનેશન મોટાપાયે થતાં આખરે ગુજરાત સરકારે રાજ્યમાં ગરબાઓ રમવા માટે મંજૂરી આપી દીધી છે. સરકારે જાહેર કર્યું છે કે આ વર્ષે શેરી ગરબા યોજી શકાશે પરંતુ ધંધાદારી આયોજનો કરી શકાશે નહીં. એટલે કે પાર્ટી પ્લોટ અને ક્લબમાં થતાં ગરબાના આયોજનો કરી શકાશે નહીં. સરકારે ગરબા માટે વધુમાં વધુ 400 લોકોની મર્યાદા જાહેર કરી છે. સરકારે ગરબા માટે કરફ્યુના સમયમાં પણ એક કલાકનો ઘટાડો કર્યો છે અને તેને કારણે આ વખતે ગુજરાતમાં જોરશોર સાથે શેરી ગરબા થશે.
પહેલા માત્ર ગુજરાતમાં અને ગુજરાતીઓ દ્વારા જ ગરબાઓ કરવામાં આવતા હતા પરંતુ બાદમાં ગુજરાતી જ્યાં પણ ગયા ત્યાં ગરબાને લઈ ગયા. દરેક શુભ પ્રસંગોની સાથે હવે રાજકારણીઓ પણ પોતાની પ્રચારયાત્રામાં ગરબાને જોડતા થઈ ગયા છે અને તેને કારણે ગરબામાં હવે ગુજરાતીઓની સાથે તમામ સમાજ જોડાવવા લાગ્યો છે. ગુજરાતમાં તો ઠીક પરંતુ મુંબઈમાં જ્યારે ગરબા થાય છે ત્યારે જાણે આખું ભારત ગરબામાં જોડાય છે. જેવી રીતે પંજાબમાં ભાંગડા સામાન્ય છે તેવી રીતે ગુજરાતમાં ગરબાનું મહત્વ છે. ગરબાને ધાર્મિકની સાથે ફિટનેસ તરીકે પણ જોડવામાં આવ્યા છે. ગરબા કરનાર વ્યક્તિની તંદુરસ્તી પણ અકબંધ રહેતી હોવાથી કેટલાક ખાસ ફિટનેસ માટે પણ ગરબા શીખતા અને કરતા હોય છે. સરકારે ગરબાને મંજૂરી આપીને ગુજરાતીઓની લાગણી જીતવા માટે મોટો પ્રયાસ કર્યો છે પરંતુ સાથે સાથે જે મૂળભૂત ડર છે તે કોરોનાના કેસ વધવાનો ડર પણ તેની સાથે રહેલો જ છે.
ગરબા થશે, મોટી સંખ્યામાં લોકો પણ તેમાં જોડાશે પરંતુ સાથે સાથે લોકોએ કોરોનાની ગાઈડલાઈનનું ધ્યાન પણ રાખવું પડશે. ગરબા કરવા માટે વેક્સિન લઈ લેવી જરૂરી છે. વેક્સિન લીધા હોય તે જ વ્યક્તિ ગરબા કરી શકે તેવો નિયમ નથી. સરકાર આવો નિયમ બનાવીને તેને પાળી શકે તેમ પણ નથી. લોકોએ જાતે જ કોરોનાથી બચવાનું રહેશે. શેરી ગરબાના આયોજનમાં પણ આયોજકોએ એ ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે શક્ય હોય ત્યાં સુધી કોરોનાની ગાઈડલાઈનને પાળવાનો પ્રયાસ કરવામાં આવે. કોરોનાના કેસ ઘટ્યા છે પરંતુ કોરોના જતો રહ્યો નથી. ગમે ત્યારે કોરોનાના કેસમાં ઉછાળો આવી શકે તેમ છે. બે-બે ડોઝ વેક્સિન લીધી હોય તો પણ કોરોના થઈ રહ્યો હોવાનો કેસ વધી રહ્યાં છે.
શક્ય છે કે વેક્સિન લીધી હોય તેને કારણે કોરોના ગંભીર રીતે થતો નથી પરંતુ કોરોના વાયરસ સતત બદલાતો રહેતો હોવાથી જોખમ લેવા જેવું નથી. સરકાર અને સાથે સાથે લોકો આ બાબતને ખાસ ધ્યાનમાં રાખે. સરકારે કોરોનાના કેસ ઘટી ગયા હોવાથી શેરી ગરબાને મંજૂરી આપી દીધી છે. સાથે સાથે દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનોને પણ 400 લોકોની મર્યાદામાં ઉજવવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે પરંતુ ગરબાની સાથે આ તમામ તહેવારોમાં તકેદારી હવે લોકોએ જ રાખવાની રહેશે. લોકો સમજશે તો કોરોનાને કાબુમાં રાખી શકાશે અન્યથા કોરોનાની ત્રીજી લહેર દરવાજા પર દસ્તક દેતી ઊભી જ છે તે નક્કી છે.