National

પંજાબમાં વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક મામલે જવાબદારો સામે SPG એક્ટ હેઠળ થઈ શકે કાર્યવાહી, શું છે SPG એક્ટ? જાણો

નવી દિલ્હી: (New Delhi) પંજાબમાં (Punjab) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PMModi) સુરક્ષામાં (Security) ચૂકના મામલે આજે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં (Supreme court) સુનાવણી (Hearing) થઈ હતી. આ સુનાવણીમાં કોર્ટે એવો આદેશ આપ્યો હતો કે, પંજાબ હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ પાસે તમામ રેકોર્ડ-પુરાવા (Record) સુરક્ષિત રાખવામાં આવે. આ મામલે આગામી સુનાવણી સોમવારે કરવામાં આવશે. SPG એક્ટ હેઠળ જવાબદારો સામે કાર્યવાહી થઈ શકે છે તે ઉપરાંત આ કેસમાં તપાસમાં NIAને પણ સામેલ કરવામાં આવશે.

આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફે વકીલે દલીલ કરી હતી કે, પોલીસ પ્રદર્શનકારી ખેડૂતો સાથે ચા પી રહી હતી. પંજાબના ફિરોઝપુરમાં પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ખામી હોવાના મામલામાં સુપ્રીમ કોર્ટે પીએમ નરેન્દ્ર મોદીની હિલચાલનો સમગ્ર રેકોર્ડ સાચવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રજીસ્ટ્રાર જનરલને PM નરેન્દ્ર મોદીના પ્રવાસના રેકોર્ડને સાચવવાનો આદેશ આપ્યો છે.

કેસની સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે આ મામલો કોઈના પર છોડી શકાય નહીં. તેમણે કહ્યું કે આ મામલો સરહદ પારના આતંકવાદનો છે અને NIA અધિકારીઓ આ કેસની તપાસમાં સહયોગ કરી શકે છે. કેન્દ્ર સરકાર પંજાબ પોલીસ વિરુદ્ધ SPG એક્ટ હેઠળ કાર્યવાહી કરશે. આ એક્ટ અનુસાર કેન્દ્ર સરકાર જવાબદાર અધિકારીઓને દિલ્હી બોલાવી કાયદા મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરી શકે છે.

  • પંજાબ સરકાર દ્વારા ગણતરીના કલાકોમાં તપાસ કમિટી રચી દેવાઈ છતાં નિયત પર સવાલો કેમ ઉઠાવાઈ રહ્યાં છે: પંજાબ સરકાર
  • પંજાબમાં વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક થઈ તે ઘટનાને લીધે ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે કલંકિત થયું છે: કેન્દ્ર સરકારના એડવોકેટ

સુપ્રીમ કોર્ટે પંજાબ પોલીસ, એસપીજી અને અન્ય કેન્દ્રીય અને રાજ્ય એજન્સીઓને રેકોર્ડની સુરક્ષા માટે જરૂરી મદદ આપવાનો આદેશ આપ્યો છે. કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે આ ઘટનાને કારણે ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે કલંકિત થયું છે. તે જ સમયે, પંજાબના એડવોકેટ જનરલ ડીએસ પટવાલિયાએ કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી રહી છે.

On PM Modi security breach, Supreme Court to hear petition tomorrow |  Latest News India - Hindustan Times

ઘટના બાદ તરત જ રાજ્ય સરકાર દ્વારા આ મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પંજાબ અને કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી સમિતિઓએ અલગ-અલગ આ મામલાની તપાસ કરવી જોઈએ. પંજાબ તરફથી હાજર થયેલા એડવોકેટ જનરલ ડીએસ પટવાલિયાએ કહ્યું કે, ઘટનાના દિવસે જ તપાસ કમિટી બનાવી દેવાઈ છે. ફરિયાદ પણ દાખલ કરાઈ છે. છતાં પંજાબ સરકારની નિયત સામે સવાલો ઉઠી રહ્યાં છે, તે ખોટું છે.

ફિરોઝપુર પહોંચી તપાસ ટીમ, પંજાબ પોલીસે નોંધી FIR

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પંજાબ મુલાકાત દરમિયાન સુરક્ષામાં થયેલી ચૂક માટે કેન્દ્ર સરકાર દ્વારા એક તપાસ કમિટી બનાવાઈ છે. આ કમિટીના સભ્યો આજે ફિરોઝપુર પહોંચ્યા હતા.

શું છે SPG એક્ટ?

SPG એક્ટની કલમ 4ના સબ સેક્શન 2 અનુસાર એસપીજીની સુરક્ષા વડાપ્રધાન અને તેમના પરિવારને આપવામાં આવે છે. પીએમ પદ રહ્યા પછી પણ તેમને 10 વર્ષ માટે આ સુરક્ષા ઉપ્લબ્ધ કરાવાય છે. 10 વર્ષ પછી કેન્દ્ર સરકાર રિસ્ક એનાલિસિસ પછી તેને વધારી શકે છે. 10 વર્ષની ધારાને 2003માં સંશોધિત કરવામાં આવી અને આ ગાળાને માત્ર 1 વર્ષ માટે કરવામાં આવ્યો. એ પછીનો નિર્ણય રિસ્ક એનાલિસિસ કર્યા પછી લેવાનું કહેવામાં આવ્યું છે. આ સંશોધનને SPG એક્ટ એમેન્ડમેન્ટ 2003 કહેવામાં આવે છે.

Most Popular

To Top