Charchapatra

બિહાર અને ગુજરાત?

કાયદા દ્વારા કોઇ નાગરિકને ફરજ પાડી શકાય નહીં એ સમાજની વેલ્યુ -સિસ્ટમનો સવાલ છે. તેમાં રાજદંડ કે કાયદો નહીં, પરંતુ માન્યધર્મગુરુઓ અને સમાજસેવકોની ભૂમિકા હોય છે. દારૂ પીવો, ન પીવો એ એ જ શ્રેણીમાં આવેલ છે. ગુજરાત પરંપરાગત રીતે અને સ્વાભાવિક રીતે શાકાહારીઓને દારૂથી પરહેજ કરનારો સમાજ છે. જેની પાછળ ગાંધીજી, મોરારજીભાઈ માજી વડા પ્રધાનની ભૂમિકા રહી છે. બિહારમાં દારૂબંધીનો કાયદો તો બન્યો, પરંતુ તેના પહેલા સામાજિક વાતાવરણ તૈયાર કરાયું ન હતું કોઇ જનાંદોલન કે કોઇ પરંપરા ઊભી થઈ નહતી. સરકારને અચાનક બ્રહ્મજ્ઞાન લાદ્યું અને એક અત્યંત કડક કાયદો બન્યો. સરકારનો ઇરાદો ભલે સારો હોય પરંતુ ન્યાયશાસ્ત્રની માન્યતા છે કે કોઇ પણ કાયદો ત્યાં સુધી ન બનવો જયાં સૂધી સંપૂર્ણ કાયદો અને તે પણ સંભાવનાન હોય.

એક જૂટ પર તંત્રમાં કડક કાયદો અને તે પણ સમાજની ટેવ અંગે એટલે અધિકારીઓને લૂંટની તક ભયંકર ગરીબીથી પીડિત કિશોરને આદંધામાં લગાવી દેવાયા જે હાથમાં પુસ્તકો અને શર્ઠના અંદર દારૂની બોટલો મુકીને સપ્લાયના ધંધામાં દરરોજ હજાર રૂપિયાની કમાણી કરવા લાગ્યા.આ કમાણીને કારણે અપરાધિકપ્રવૃત્તિઓ વધવા લાગી ત્રણ જિલ્લામાં નકલી દારૂને કારણે 40ના મોત જણાવે છે કે બિહારમાં દારૂ એક કુટીર ઉદ્યોગ બની ગયો છે.અને સક્ષમ પોલીસ પણ આ કેન્સરને રોકી શકે એમ નથી. તેને ગુજરાનની જેમ પ્રતિષ્ઠાનો સવાલ ન બનાવીને સાચું સમાધાન શોધવાની જરૂર છે. ગુજરાત ના સત્તાધીસો જાગસે ખરા? બિહાર અને ગુજરાતમાં શું ફેર?
ગંગાધરા  – જમિયતરામ હ.શર્મા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top