Business

Dunbar’s number: માણસનું મગજ 150 ફ્રેન્ડ્સ જ સ્વીકારી શકે શું આજના સોશ્યલ મીડિયાના યુગમાં ડનબાર્સ થીયરી સાચી લાગે ખરી?

આજકાલ જો કોઇને પૂછીએ કે તારા ફ્રેંડ્સ કેટલા? તો આંકડો તો વધે જ વધે! અને એમાય જો યંગસ્ટર્સને પૂછીએ કે તો પહેલા કહેશે કે ક્યા ફ્રેંડ્સ સોશ્યલ મિડિયાના કે મારા રિયલ ફ્રેંડ્સ? આજકાલ સોશ્યલ મિડિયાનાં સમયમાં જોવા જઇએ તો ફેસબુક પર ૫૦૦૦ ફ્રેંડ્સ બનાવી શકો. અરે ઘણાય ને તો એટલી લીમિટ પણ ઓછી પડતી હશે, નહિ! પણ તમને જાણીને નવાઇ લાગશે કે તમારુ મગજ રીયલમાં ૧૫૦ ફ્રેંડ્સ જ એક્સેપ્ટ કરી શકે આ અમે નથી કહી રહ્યાાં પણ આ સાયકોલોજીસ્ટ કહે છે. રોબિન ડનબરે એક સર્વે કરી આ તારણ કાઢ્યું છે કે માણસનું સોશ્યલ સ્ટેબલ રીલેશનશીપ મેન્ટેન્ટ કરી શકે છે મગજ ૧૫૦ જ. ચાલો જાણીએ શું ખરેખર આજના સોશ્યલ મીડિયાનાં યુગમાં લોકો ૧૫૦ જ ફ્રેંડ્સને સ્વીકારી શકે છે? આ આંકડા માપવા માટેનો માપદંડ શું છે?ચાલો જાણીએ આ ડનબાર નંબરની થિયરી વિશે…

ડનબાર થીયરી સાયકોલોજીની દૃષ્ટિએ એક્દમ સાચી જ છે:  ડો.સુદિપ્તા રોય-સાયકોલોજિસ્ટ

ડો. સુદિપ્તા રોય જ્ણાવે છે કે, ‘’આ જે ડનબાર થીયરી છે એ સાયકોલોજીની દૃષ્ટિએ એક્દમ સાચી જ છે. કેમ કે વ્યક્તિની નોર્મલ રિલેશનશિપ જે વ્યક્તિ માટે ખૂબ જ મુલ્યવાન હોય, ખાસ હોય કે જેમા તમે પણ જોડાયેલા હોય અને સામેવાળા પણ જોડાયેલા હોય એવા ૫૦ જ ફ્રેંડ્સ હોય. ધારો કે કોઇ વ્યક્તિ વધારે સોશ્યલ હોય અને વધારે સર્ક્લ સાથે જોડાયેલ હોય તો તેના ૧૫૦ થી ૨૦૦ સુધીના ફ્રેંડ્સ હોય શકે પણ એવું ભાગ્યે જ હોય. એટલે મને તો ડનબારની થિયરી એક્દમ સાચી જ લાગે. આજ્કાલ સોશ્યલ મિડિયાના યુગમાં લોકોના ફ્રેંડ્સ વધારે હોય પણ એમને આપણે ફ્રેંડ્સમાં ના ગણી શકીએ. ધારો કે અમિતાભ બચ્ચ્નની જો વાત કરીએ તો એના તો કરોડાની સંખ્યામાં ફ્રેંડ્સ હશે એનો મતલબ એમ નથી કે એ બધા જ એના ફ્રેંડ્સ. કારણ કે એ રિલેશનશીપ ડ્યુલ રિલેશન નથી આવી વન વે રિલેશનને ફ્રેરેંડમાં ના સમાવી શકાય. ૧૫૦ ના આંકડામાં ફેમીલી મેમ્બરનો પણ સમાવેશ થાય છે. અને આ થીયરીમાં એવું પણ તારણ બહાર આવ્યું છે કે ધારો કે તમારા રિલેશન અસંખ્ય હોય કે ૧૫૦ કરતાં વધુ ફ્રેંડ્સ હોય તો એનાથી તમારો સ્ટ્રેસ એટલો બધો વધી જાય કે તમે બ્રેક ડાઉન સુધી પહોંચી જાઉં અને તમારું હેલ્થ બ્રેક્ડાઉન, મેંટલ બ્રેક્ડાઉન કે ઇમોશનલ બ્રેકડાઉન પણ થઇ શકે.’’

મારું મગજ તો ૧૫૦ કરતાં વધારે ફ્રેંડ્સને સ્વીકારી શકે છે : બિનિતા પારેખજી

બિનીતા પારેખજી હાઉસ વાઇફ છે. બિનીતા પારેખજી જ્ણાવે છે કે, ‘’મને તો એવું લાગે છે કે હું આ થીયરીમાં ફિટ બેસતી નથી. કેમ કે મારી જ વાત કરું તો મને નવા નવા ફ્રેન્ડ્સ બનાવવાનું અને એમને મળવાનું ખૂબ જ ગમે છે. અને મારું મગજ તો ૧૫૦ કરતાં વધારે ફ્રેંડ્સને સ્વીકારી શકે છે. સોશ્યલ મિડીયાની જો વાત કરું તો ફેસબુકમાં જ મારા ૧૯૧૪ ફ્રેન્ડ્સ છે. હા એક વાત ચોક્ક્સ છે કે મારા ગ્રુપમાં ઘણાંય એવા વ્યક્તિ પણ છે જેમને અમુક લિમિટેડ લોકો સાથે જ ફાવે તેને વધારે લોકો ના સ્વિકારી ન શકે. આમ આ થિયરી વ્યક્તિ વ્યક્તિએ જુદી જુદી હોય શકે એવું મને લાગે છે.’’

મને તો ડનબાર નંબરની થીયરી સાચી લાગે : સેજલ જીકાદરા

સેજલ જિકાદરા જણાવે છે કે, ‘’ મને તો ડનબાર નંબરની થીયરી સાચી લાગે છે. કેમ કે જોવા જઈએ તો આપણે જાણતા હોઈએ ઘણા લોકોને પણ જરૂરી નથી કે બધા જ આપણાં મિત્રો હોય. ઘણા લોકો મળતાવડા સ્વભાવના હોય તો કોઈપણ સાથે ફાવી જાય. આપણે ડેઇલી રૂટીનમાં પણ કેટલાય લોકોના સંપર્ક આવતા હોઈએ અને વાતચીત કરતાં હોઈએ પણ જરૂરી નથી કે એ બધા જ ફ્રેન્ડ્સ હોય. 150ની કેટેગરીમાં પણ ફ્રેન્ડ્સ તો અડધા જ હોય અડધા તો ફેમિલી મેમ્બર્સ હોય. મારી જ વાત કરું તો સોશ્યલ મીડિયા પર મારા ઘણાં ફ્રેન્ડ છે પણ બધાને હું પર્સનલી ઓળખતી પણ નથી. મારા નજીકના મિત્રો તો ખૂબ જ લિમિટેડ છે તેમાં હું મારા ફેમિલીને એડ કરું ત્યારે 150નો આંકડો પૂરો થાય.’’

આપણા ઇન્ડિયન કલ્ચરમાં 150નો આંકડો બેસતો નથી : મોસમ ત્રિવેદી

દરેક વ્યક્તિની બીજા વ્યક્તિ તરફની સ્વીકૃતિ ઘણા બધાં પરિબળોને આધીન હોય. ફ્રી માહોલમાં ઉછરેલા લોકો જલ્દી ફ્રેન્ડ્સ બનાવે છે અને ડોમિનન્ટ માહોલમાં ઉછરેલા લોકોના ઇન્ટ્રોવર્ટ બનવાના ચાન્સીસ હોય છે. ડનબાર થીયરીનું તારણ પશ્ચિમી સંસ્કૃતિમાં આવ્યું છે જ્યાં ફેમિલીમા આમ પણ ઓછા લોકો રહેતા હોય છે. આપણી ઇન્ડિયન સોસાયટીમાં જ્યાં મોટા પરિવારો હોય છે ત્યાં આ 150નાં  આંકડો બંધબેસતો ન હોય શકે. મારા ઘણા સ્ટુડન્ટ્સ પણ એવા હોય જેના સોશ્યલ મીડીયા પર ઘણા ફ્રેન્ડ્સ હોય. એમાં ફ્રેન્ડસ  અને ફેમિલી પણ આવી જાય. ઘણા સ્ટુડન્ટ્સના 150થી વધારે ફ્રેન્ડસ હોય અને ઘણાનું સર્કલ ઘણું લીમીટેડ હોય એવું પણ મારા ધ્યાનમાં છે.

હું 150 કરતાં તો વધારે સોશ્યલ સંબંધો મેન્ટેન કરી શકું છું : કરિશ્મા દેસાઈ

કરિશ્મા દેસાઈ આર્કિટેક્ટ છે તે આ થીયરી વિશે જણાવે છે કે, ‘‘હું એક્સટ્રોવર્ટ સ્વભાવની વ્યક્તિ છું. મારા વિશે હું કહુ તો ચોક્કસ જ 150 કરતાં તો વધારે સોશ્યલ સંબંધો મેન્ટેન કરી શકું છું. આજે પણ હું મારા સ્કુલ અને કોલેજ્ના મિત્રો સાથે સારા ઇન્ટરેક્ટિવ સંબંધો ધરાવું છું. ઉપરાંત  પ્રોફેશનલ હોવાને કારણે મારે ઘણી વ્યક્તિઓને મળવાનું થતું હોય છે. ઘણા મારી પાસે કોઇ સલાહ લેવા આવે કે પ્રોજેક્ટ માટે રેફરન્સ લઇને પણ આવે અને હું કોઇને પર્સનલી ન પણ મળી હોઉ તો પણ એ લોકોને પ્રતિસાદ તો આપું છું. હું ભલે બધાને પ્રત્યક્ષ રીતે ન પણ મળુ પણ હું સોશ્યલ મિડિયા પર ખૂબ એક્ટિવ છું અને મેં કોલેજ સ્ટુડન્ટ્સને ભણાવ્યા પણ છે. એટલે મારા મતે તમારા સ્વભાવ પર અને તમારા પ્રોફેશન પર આધારિત રહે છે કે તમે કેટલા સોશ્યલ સંબંધો એક્સેપ્ટ કરી શકો છો.”

Most Popular

To Top