SURAT

સુરતમાં કોફી પીવડાવાના બહાને 15 વર્ષની છોકરીને કાફે બોક્ષમાં લઈ જઈ યુવકે દુષ્કર્મ કર્યું

સુરત : (Surat) આંજણા ખાતે કારખાનામાં કામ કરતાં યુવકે 15 વર્ષની સગીરાને કોફી (Coffee) પીવડાવવાના બહાને કાફે બોક્સમાં લઈ જઈને બળાત્કાર (Rape) ગુજાર્યો હતો. આ યુવકે સગીરાને કોઈ કેફી પીણું પીવડાવી દઈને રેપ કર્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે.

આંજણા ફાર્મ વિસ્તારમાં પ્લાસ્ટિકની થેલીઓ બનાવવાના કારખાનામાં નિખિલ નામનો યુવક કામ કરતો હતો. આ કારખાનામાં જ કામ કરતી 15 વર્ષીય સગીરા સાથે તેની આંખ મળી હતી. નિખિલે સગીરા સાથે લોભામણી વાતો કરીને પોતાના પ્રેમમાં ફસાવી હતી, અને બહાર કોફી પીવા જવાનું કહ્યું હતું.

  • સગીરાને રિક્ષામાં બેસાડીને લીંબયાતની મીઠીખાડી પાસે આવેલા એક કપલ બોક્ષ કાફેમાં લાઇ ગયો હતો
  • જ્યારે સગીરા ભાનમાં આવી ત્યારે જોયું કે તેના ગુપ્ત ભાગેથી લોહી નીકળ્યું હતું અને કપડાં ખરાબ થયા હતા
  • ગીરાને તેની માતાએ લોહી વિશે પૂછ્યું હતું. ત્યારે સગીરાએ પીરિયડ્સ આવ્યા હોવાનું કહીને બાથરૂમમાં કપડાં સાફ કરી નાખ્યા હતા

દરમિયાન કારખાનામાં જ કામ કરતા અન્ય યુવક અને યુવતી બંને કોફી પીવા ગયા હતા, તેઓની સાથે સગીરાને પણ કોફીની ઓફર કરીને લઇ જવામાં આવી હતી. નિખિલ સગીરાને રિક્ષામાં બેસાડીને લીંબયાતની મીઠીખાડી પાસે આવેલા એક કપલ બોક્ષ કાફેમાં લાઇ ગયો હતો. નિખિલની સાથે આવેલો અન્ય યુવક અને યુવતી બીજા એક બોક્સમાં ગયા હતા, જ્યારે નિખિલ સગીરાને અલગ બોક્ષમાં લઇ ગયો હતો. અહીં નિખીલે સગીરાને કોઈ નશીલું કેફી પીણું પીવડાવીને બળાત્કાર કર્યો હતો. બાદમાં જ્યારે સગીરા ભાનમાં આવી ત્યારે જોયું કે તેના ગુપ્ત ભાગેથી લોહી નીકળ્યું હતું અને કપડાં ખરાબ થયા હતા.

કાફેમાંથી પરત આવેલી સગીરાને તેની માતાએ લોહી વિશે પૂછ્યું હતું. ત્યારે સગીરાએ પીરિયડ્સ આવ્યા હોવાનું કહીને બાથરૂમમાં કપડાં સાફ કરી નાખ્યા હતા. બીજા દિવસે સગીરાની માતાએ ફરી પૂછપરછ કરતા સગીરાએ પોતાની સાથે બનેલી ઘટના કહી હતી. આ આ મામલે શરૂઆતમાં લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ આ સમગ્ર બળાત્કારની ઘટના સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં બન્યો હોવાથી ત્યાં ફરિયાદ કરવાનું જણાવવામાં આવ્યું હતું. આ વાતને લઈને સગીરાએ ગુરૂવારે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

કારખાને પહોંચતાં જ નિખિલ અને તેની સાથેનો યુવક ફરાર

પોલીસના જણાવ્યા પ્રમાણે નિખિલ તેની સાથે કામ કરતો અનિલ સગીરા અને અન્ય યુવતી સાથે કાફેમાં મજા કરી પરત કારખાનામાં આવ્યા કે તરત જ બંને ત્યાંથી ભાગી ગયા હતા. પોલીસે આ બંને યુવકોને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

સરથાણામાં નગ્ન વીડિયો બનાવી સગીરા પર બળાત્કાર કેસમાં આરોપીઓની ધરપકડ

આ અગાઉ સરથાણામાં ઇન્સ્ટ્રાગ્રામ (Instagram) ઉપર મિત્રતા બાદ સગીરાને લગ્નની લાલચે બળાત્કાર (Rape) ગુજારાયો હતો. યુવકે આ વીડિયો બનાવીને પોતાના બે મિત્રોને આપતા બંને મિત્રોએ પણ સગીરાની સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્રણેયએ પોતાની વાસના સંતોષી લીધા બાદ યુવતીનો નગ્ન વીડિયો વાઇરલ કરી દીધો હતો. જે અંગે સરથાણા પોલીસમાં (Police) ફરિયાદ કરવામાં આવતા પોલીસે ત્રણેય યુવકોની ધરપકડ કરી હતી.

સિંગણપોર વિસ્તારમાં રહેતી 15 વર્ષિય સગીરની સાથે ઇન્સ્ટ્રાગ્રામ ઉપર મિત્રતા કેળવીને કતારગામ સિંગણપોરના યુવકે જ બળાત્કાર ગુજાર્યો હતો. આ બળાત્કાર સરથાણાના અવધ રોયસરોય કોમ્પલેક્ષમાં આવેલા ‘ધી હાર્ટ ટુ હાર્ટ’કપલ કાફે બોક્સમાં ગુજારવામાં આવ્યો હતો. શરૂઆતમાં સચીન કુકડીયા નામના યુવકે સગીરાની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને કપલબોક્સમાં જ વીડિયો પણ ઉતાર્યો હતો. આ વીડિયો સચીને તેના મિત્ર કિશન અને ત્યારબાદ વૈભવ બગદરિયાને આપ્યો હતો. કિશન અને વૈભવએ પણ સગીરાને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને બળાત્કાર કર્યો હતો.

આ સમગ્ર ઘટના સગીરાના વતન રહેતા સંબંધીઓની પાસે પહોંચી હતી. તેઓએ સગીરાના પિતાને ફોન કરીને વીડિયો શેર કરતા મામલો બહાર આવ્યો હતો. આ મામલે સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને સચીન, કિશન અને વૈભવની ધરપકડ કરી હતી. આ ઉપરાંત સરથાણા પોલીસે ‘ધી હાર્ટ ટુ હાર્ટ’ કપલ બોક્સનું સંચાલન કરતા અને વડોદરાના નિવાસી વિનોદ રાજેન્દ્રપ્રસાદ ખટિક નામના યુવકની સામે પણ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. બીજી તરફ પોલીસે સરથાણાના અલગ અલગ કોમ્પલેક્ષમાં આવેલા કાફે કપલ બોક્સમાં તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હોવાની વિગતો મળી છે.

સરથાણામાં સગીરાની સાથે ત્રણ યુવકોએ કરેલા બળાત્કારના (Rape) કેસમાં સરથાણામાં કાફે ચલાવનાર સંચાલકને પણ આરોપી બનાવીને તેની ધરપકડ (Arrest) કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસે (Police) પકડાયેલા અને બળાત્કાર કરનાર ત્રણેય યુવકોના મોબાઇલ ફોન લઇને એફએસએલમાં (FSL) તપાસ માટે મોકલાવ્યા હતા.

Most Popular

To Top