Vadodara

દિવાળીપુરા નર્સિંગ કોલેજની ફેકલ્ટી સહિત 7 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ

ત્રીજી લહેરના ભણકારા વચ્ચે કોરોના કેસોમાં ચિંતાજનક વધારો

વડોદરા : વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલ સરકારી નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં એક ફેકલ્ટી સહિત સાત વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતા કોલેજ સંકુલમાં ફફડાટ વ્યાપી ગયો છે.જેમાં વિદ્યાર્થીઓની ટ્રાવેલ હિસ્ટ્રી હોવાથી તમામના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.જેમાં વિદ્યાર્થીઓ અને એક ફેકલ્ટી (કર્મચારી)  પોઝિટિવ જણાતા આઠ જણાને સુરક્ષાના ભાગરૂપે હોમ આઈસોલેશન હેઠળ રાખવામાં આવ્યા છે.અને તકેદારીના ભાગરૂપે કોલેજની હોસ્ટેલમાં સેનેટાઈઝેશન પણ કરવામાં આવ્યું છે.સરકારી નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ ભારતીબેને જણાવ્યું હતું કે અમારી સંસ્થામાં એક ફેકલ્ટી અને સાત વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.આ લોકો બહાર ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવે છે.તેમના ઘરે ગયા હતા અને આવ્યા પછી થોડી કમ્પલેન હતી.જેથી તેમના ટેસ્ટ કરાવ્યા હતા.રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી આરટીસીઆર પોઝિટિવ આવ્યા છે.જેથી હાલ હોમ ક્વોરેન્ટાઇન થયેલા છે.જે તમામ વિદ્યાર્થીઓ પોત પોતાના ઘરે ગયા છે અને અને તકેદારીના ભાગરૂપે હોસ્ટેલમાં અલગ આઈશોલેશનની વ્યવસ્થા કરી છે અને એમની માટે ફ્યુમીગ્લેશન અને સેનેટાઈઝેશન એ બધી વ્યવસ્થા કરી છે.તમામ સ્ટાફની મીટીંગ બોલાવી અને જે પણ આઈસોલેશન ના એસઓપી મેન્ટેન થાય તેવી હોસ્ટેલ સ્ટાફને અને  હેલ્થ કમીટી મેમ્બર્સ બધા ને સૂચના આપી છે.

MSUમાં સાયકોલોજીના પ્રોફેસર અને હેડ ઓફિસનો કર્મચારી કોરોના સંક્રમિત

વડોદરા શહેરમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે.ત્યારે એમ.એસ.યુનિવર્સિટીની હેડ ઓફિસ અને સાયકોલોજી ફેકલ્ટીમાં પણ કર્મચારી કોરોના પોઝિટિવ આવતા સાતથી વધુ કોરોના ના કેસો નોંધાયા છે.ત્રીજી લહેરના ભણકારા વાગતા હોય ,ત્યારે વડોદરામાં કોરોનાએ કહેર વર્તાવવાનું શરુ કર્યું છે.યુનિવર્સિટીમાં પણ કોરોના સંક્રમણ ફેલાયું છે.એમ.એસ.યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે સ્ટુડન્ટ કાઉન્સિલરની ફરજ બજાવતા કર્મચારી અને સાયકોલોજી ફેકલ્ટીના પ્રોફેસર પણ કોરોના સંક્રમિત બનતા છેલ્લા સાત દિવસમાં યુનિવર્સિટીમાં સાતથી વધુ કોરોના ના કેસો નોંધાયા છે.યુનિવર્સિટી ની હેડ ઓફિસ ખાતે 268 નંબરની રૂમ બંધ કરવામાં આવી છે.તેમજ કર્મચારીઓને ત્રણ દિવસ સુધી ઓફિસ પર નહીં આવવાનું જણાવી કોરોના ટેસ્ટ કરાવી લેવાની સલાહ આપવામાં આવી છે.

વડોદરામાં કોરોના સંક્રમણની ગતિમાં નોંધપાત્ર વધારો : નવા 176 કેસ

કોરોનાની સંભવિત ત્રીજી લહેરની આશંકા વચ્ચે વડોદરા શહેરમાં ગુરુવારે   નવા 176 કેસો નોંધાયા હતા.શહેરની હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે.પાલિકા દ્વારા જારી કરાયેલ કોવિડ બુલેટિનમાં અત્યાર સુધીમાં સત્તાવાર 623 વ્યક્તિઓના કોરોનાના કારણે મોત નિપજ્યા હતા. ગુરુવારે કોરોનાના  નવા 176 કેસ નોંધાયા હતા.વડોદરા શહેરમાં વિતેલા 24 કલાકમાં 5894 સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાંથી 176 પોઝિટિવ અને 5718 નેગેટિવ આવ્યા હતા.શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલ તેમજ હોમ આઈસોલેશન માંથી 45 વ્યક્તિને રજા આપવામાં આવી હતી.આ સાથે કુલ ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 72,066 ઉપર પહોંચી હતી.વીતેલા 24 કલાકમાં કરાયેલ સેમ્પલીંગની કામગીરીમાં શહેરના ઉત્તર ઝોનમાં 38 દર્દીઓ,દક્ષિણ ઝોનમાં 26 દર્દીઓ ,પૂર્વ ઝોનમાંથી 27 દર્દીઓ અને પશ્ચિમ ઝોન માંથી 69 વ્યક્તિઓ કોરોનાં સંક્રમિત થયા છે.

શહેરમાં હાલ 618 લોકો હોમ આઈસોલેશન તેમજ કોરોનાના 722 એક્ટિવ કેસ

શહેરમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 722 અને હોમઆઇસોલેશન હેઠળ 618 વ્યક્તિઓ છે.જ્યારે 104 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ દાખલ છે.જેમાં વેન્ટિલેટર-બાયપેપ પર 3 દર્દીઓ,વેન્ટિલેટર વગર આઈસીયુમાં 17 દર્દીઓ,ઓક્સિજન ઉપર 37 અને ઓક્સિજનની જરૂર નથી તેવા હળવા લક્ષણો ધરાવતા 47 દર્દીઓનો સમાવેશ થાય છે.

પાલિકા અને પોલીસ વિભાગ દ્વારા ગઠીત જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ કાર્યરત  કરાઈ

વડોદરામાં  કોરોનાના વધતા જતા સંક્રમણને રોકવા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ અને પોલીસ કમિશનર ડો.શમશેર સિંઘ દ્વારા વડોદરા શહેરમાં સંયુક્ત કામગીરી કરવા માટે જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટિમનું ગઠન કરવામાં આવ્યું છે.આ ટીમ શહેરના માર્કેટ તથા મોલ,મલ્ટીપ્લેક્ષ ,પાર્ટી પ્લોટ,બેન્કવેટ હોલ,મેરેજ હોલ અને જાહેર સ્થળોએ કોરોનાની અધતન સુચનાઓનું પાલન થાય,સોશીયલ ડિસ્ટન્સીંગ જળવાય,નાગરિકો માસ્ક બરાબર પહેરે તે સુનિશ્ચિત કરશે અને તેનું પાલન નહીં કરનાર સામે દંડનીય કાર્યવાહી કરશે.ગુરુવારે મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર ,  દ્વારા કરવામાં આવેલ સંયુક્ત આદેશમાં વડોદરા મહાનગરપાલિકાના આસી.મ્યુનિ.કમિશનર ઝોન અને પોલીસ વિભાગના તાબા હેઠળના કર્મચારીઓની JET ટીમ શુક્રવારથી આદેશ મુજબ કાર્યવાહી કરશે.વડોદરા શહેરના નાગરિકોને કોરોનાના વધી રહેલ સંક્રમણને ધ્યાને લઇ સરકારની કોવીડ -19 ની તમામ ગાઇડલાઇનનું પાલન કરવા તથા તંત્રને સહકાર આપવા જાહેર અપીલ કરવામાં આવી છે.

૧૫ થી ૧૮ વર્ષની ઉંમરના ૧૦૦૬૧ તરુણોને રસી આપી સુરક્ષિત કરાયા

વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારમાં તરુણો ને કોરોના સામે રસીનુ સુરક્ષા ચક્ર પ્રદાન કરવાની કામગીરી જોશભેર ચાલી રહી છે.આરોગ્ય અને શિક્ષણ તંત્ર દ્વારા થઈ રહેલી આ કામગીરીને લોક સહયોગ મળતાં કામગીરીની અસરકારકતા વધી છે. વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારમાં રસી લેવાને પાત્ર ૧૫ થી ૧૮ વર્ષની ઉંમરના તરુણો ની સંખ્યા ૬૮૫૦૨ અંદાજવા માં આવી છે તેની સામે પહેલા ચાર દિવસમાં ૫૬૪૮૯ તરુણો ને રસી રક્ષિત કરવામાં આવ્યાં છે તેવી જાણકારી આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું કે ચાર દિવસમાં લક્ષ્યાંક ની સામે ૮૨.૫ ટકા રસીકરણ પૂરું થયું છે.જિલ્લાના તાલુકાઓ પૈકી શિનોરમાં ૮૯.૭,ડભોઇમાં ૯૬.૩  અને પાદરામાં સૌ થી વધુ ૯૭.૧ ટકા તરુણ રસીકરણ પૂરું થયું છે.ડેસર અને કરજણ તાલુકાઓમાં ૬૦ ટકા થી વધુ જ્યારે સાવલી,વાઘોડિયા તાલુકાઓમાં ૭૫ ટકાથી વધુ અને વડોદરા તાલુકામાં ૮૩  ટકા થી વધુ રસીકરણ થઈ ચૂક્યું છે.

Most Popular

To Top