Dakshin Gujarat

ફેસવોશ લેવા નીકળેલી આહવાની 15 વર્ષની બે મુસ્લિમ છોકરીને યુવકો ભગાડી ગયા, અને નહીં કરવાનું કામ કરી દીધું

સાપુતારા : (Saputara) આહવાની (Ahwa) મુસ્લિમ (Muslim) પરિવારની બે સગીરાને (Teenage girl) ભગાડી જઇ એક સાથે દુષ્કર્મ (Rape) આચરનાર બે ઈસમોને આહવા પોલીસે દબોચી લઈ કોર્ટમાં રજૂ કરી કસ્ટડીમાં (Custody) ધકેલી દીધા છે.

આહવા રહેતી મુસ્લિમ પરિવારની બે સગીરા ગત તા.29-12-2021નાં રોજ બપોરનાં બારેક વાગ્યાનાં અરસામાં ફેશવોશ લેવા માટે દુકાને જઈએ છીએ તેમ કહીને ઘરેથી નીકળી હતી. જેમાં ઘણો સમય વીતી જવા છતાંય આ બન્ને સગીર દીકરીઓ ઘરે પરત નહીં ફરતા માતાએ આહવા ટાઉનમાં બધી જ જગ્યાએ તથા ઓળખીતા તેમજ સગા સંબંધીઓનાં ત્યાં શોધખોળ હાથ ધરી હતી.

જે દરમ્યાન આ સગીર દીકરીની માતાને પપ્પુ ઉર્ફે મહેન્દ્રભાઈ જોષી પાસેથી જાણવા મળ્યુ હતુ કે તેઓનાં બન્ને સાળા સંજય તથા છોટુ પણ ક્યાંક જતા રહ્યા છે. આ બાબતે પપ્પુ ઉર્ફે મહેન્દ્રભાઈને બંને દીકરીઓની તપાસ કરી પરત લઇ આવવા જણાવ્યું હતું. થોડાક દિવસ પછી બંને સગીરા ઘરે પરત ફરી હતી.

બન્ને સગીર વયની દીકરીઓની પૂછપરછ કરતા તેઓએ સંજયભાઈ સંતોષભાઈ જોશી તથા છોટુભાઈ કમલેશભાઈ જોશીનાઓ લગ્નની લાલચ આપી ભગાડી ગયાનું જણાવતા સગીરાની માતાએ અપહરણ કરી લઇ જનાર સંજયભાઈ જોશી તથા છોટુભાઈ જોશી (બંને રહે, મોગનાગાવ તા.જતારા જી.ત્રિકમગઢ મધ્યપ્રદેશ) વિરુદ્ધ આહવા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસ તપાસમાં 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ થયાનું બહાર આવતાં પોલીસે આ ગુનામાં પોસ્કોની કલમ ઉમેરી ગુનાને ગંભીરતાથી લઇ આ બન્ને આરોપીઓને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં આહવા પોલીસની ટીમે ગતરોજ આ બંને આરોપીઓને આહવાથી દબોચી લઈ કોર્ટમાં રજૂ કરી કસ્ટડીમાં ધકેલી દીધા હતા.

Most Popular

To Top