Top News

More Posts

   The Latest

Most Popular

રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં આજે નવા 410 કેસ નોંધાયા હતા. જ્યારે મહિસાગરમાં 1 મૃત્યુ નોંધાયું હતું. આમ રાજ્યમાં કુલ મૃત્યુ આંક 4376 પર પહોચ્યો છે. આજે 704 દર્દીઓ સાજા થયા છે. આમ દર્દીઓની સાજા થવાનો દર 96.51 ટકા રહ્યો છે.

રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 89, સુરત મનપામાં 69, વડોદરા મનપામાં 65, રાજકોટ મનપામાં 45, ભાવનગર મનપામાં 2, ગાંધીનગર મનપામાં 4, જામનગર મનપામાં 3 અને જૂનાગઢ મનપામાં 7 કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 16 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 4645 વેન્ટિલેટર ઉપર 48 અને 4617 દર્દીઓ સ્ટેબલ છે.

To Top