કોરોનાની ત્રીજી લહેરમાં ગુજરાતમાં રેકોર્ડ બ્રેકકેસ, એક્ટિવ કેસોની સંખ્યા પણ રોકેટ ગતિએ

ગાંધીનગર(Gandhinagar) : ગુજરાતમાં (Gujarat) કોરોનાની (Corona) ત્રીજી લહેરે હાહાકાર મચાવાનો શરૂ કરી દીધો હોય તેમ આજે એક જ દિવસમાં 5000 કેસ સાથે રાજ્યમાં 17,119 નવા કેસ (Case) નોંધાયા છે. સાથે જ ત્રીજી લહેરમાં એક જ દિવસમાં સૌથી વધું 10નાં મોત પણ નોંધાયા છે. રાજ્યના કોરોના હોસ્ટપોટ (Hotspot) અમદાવાદ (Ahmedabad) શહેરમાં આજે એક જ દિવસમાં 5998 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત (Surat) શહેરમાં પણ 3563 કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાક દરમિયાન ત્રીજી લહેરના સૌથી વધુ એક જ દિવસમાં દસ મૃત્યું થયાં છે. જેમાં અમદાવાદ શહેરમાં 3, સુરત શહેરમાં 2, સુરત ગ્રામ્યમાં 3, ભાવનગર શહેરમાં 1, વલસાડમાં 1 દર્દીનો સમાવેશ થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 10174 દર્દીનાં મોત થયાં છે.

બીજી તરફ એક્ટિવ કેસોની સંખ્યા પણ રોકેટ ગતિએ વધી રહી છે. રાજ્યમાં હાલમાં 79600 એક્ટિવ કેસ નોંધાયેલા છે. તેમાંથી 113 દર્દીઓની હાલત નાજુક હોવાથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. બીજી તરફ 79487 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. તો વળી, આજે રાજ્યમાં કોરોનાના 7883 દર્દીઓ સાજા થયા છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાં અમદાવાદ શહેરમાં 5998, સુરત શહેરમાં 3563, વડોદરા શહેરમાં 1539, રાજકોટ શહેરમાં 1336, સુરત ગ્રામ્યમાં 423, ગાંધીનગર શહેરમાં 409, ભાવનગર શહેરમાં 399, મોરબીમાં 318, વલસાડમાં 310, જામનગર શહેરમા 252, મહેસાણામાં 240, નવસારીમાં 211, ભરૂચમાં 206, કચ્છમાં 175, બનાસકાંઠામાં 163, વડોદરા ગ્રામ્યમાં 131, રાજકોટ ગ્રામ્યમાં 125, પાટણમાં 119, જૂનાગઢ શહેરમાં 116, ભાવનગર ગ્રામ્યમાં 102, જામનગરમાં 102, ખેડામાં 85, અમદાવાદ ગ્રામ્યમાં 80, સુરેન્દ્રનગરમાં 78, અમરેલીમાં 76, ગાંધીનગર ગ્રામ્યમાં 74, આણંદમાં 65, દાહોદમાં 62, સાબરકાંઠામાં 51, નર્મદામાં 48, પંચમહાલમાં 45, ગીર સોમનાથમાં 42, મહિસાગરમાં 39, દેવભૂમિ દ્વારકામાં 34, પોરબંદરમાં 30, તાપીમાં 30, જુનાગઢ ગ્રામ્યમાં 15, બોટાદમાં 12, અરવલ્લીમાં 10, ડાંગમાં 3, છોટાઉદેપુરમાં 3 મળીને કુલ 17119 નવા કેસ નોંધાયા છે.

રસીકરણ
રાજયમાં આજે દિવસ દરમ્યાન 3.17 લાખ લોકોનું કોરોના સામે રસીકરણ કરાયુ છે. જેમાં 69229 લોકોને પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યાં છે. જ્યારે 45 વર્ષથી વધુ ઉમરના 8068 લોકોને રસીનો પહેલો ડોઝ અને 45 વર્ષથી વધુ ઉમરના 36606 લોકોને રસીનો બીજો ડોઝ આપવામા આવ્યો છે. તેવી જ રીતે 18 થી 45 વર્ષના 43302 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 18 થી 45 વર્ષના 104040 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે, 15 થી 18 વર્ષ સુધીના 57420 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ રસીકરણમાં રાજયના હેલ્થ કેર વર્કર તથા ફ્રન્ટલાઈન વર્કરનો પણ સમાવેશ થાય છે. રાજયમાં અત્યાર સુધીમાં 9,53,79,500 લોકોને રસી આપવામાં આવી છે.


Most Popular

To Top