બેંકમાં અપૂરતા સ્ટાફને કારણે ખાતેદારોને હાલાકી ભોગવવી પડી

વડોદરા: વડોદરા શહેરમાં કોરોનાએ અજગરી ભરડો લીધો છે.ત્યારે હવે વિવિધ ક્ષેત્રના સરકારી અને બિન સરકારી વિભાગોમાં પણ કોરોના સંક્રમણ ફેલાયું છે.શહેરની માંડવી બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચમાં ત્રણ અધિકારીઓને કોરોના પોઝિટિવ આવતા ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો છે.વડોદરા શહેરમાં કોરોનાનું સંક્રમણ અતિ વેગે પ્રસરી રહ્યું છે.ત્યારે શહેરની માંડવી બેંક ઓફ બરોડાની મુખ્ય બ્રાંચમાં ત્રણ અધિકારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ખાતેદારોના જીવ તાળવે ચોંટયા છે. વડોદરા શહેરમાં દિવસેને દિવસે કોરોના કેસો ખૂબ ઝડપથી વધી રહ્યા છે.બીજી તરફ તંત્ર દ્વારા પણ નગરજનોને સરકારી ગાઈડ લાઈન નું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે.

તો બીજી તરફ વડોદરા શહેરની માંજલપુર બેંક ઓફ બરોડાની બ્રાન્ચ માં કોરોનાનો ખોફ ન હોય તેમ સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. એક તરફ શહેરમાં તેજ ગતિએ કોરોના નું સંકરણ ફેલાઈ રહ્યું છે.તો બીજી તરફ માંજલપુર બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં અપૂરતા સ્ટાફને કારણે ખાતેદારોનો ધસારો વધતા સરકારી ગાઈડલાઈનના લીરે લીરા ઉડી રહ્યા છે. જેના કારણે ખાતેદારો પણ હેરાન પરેશાન બન્યા હોવાનું જાણવા મળ્યું છે.સૂત્રો દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું છે કે માત્ર એક જ કેશ કાઉન્ટર અને એક જ કર્મચારી ફરજ બજાવી રહ્યો છે.

જેના કારણે રોજબરોજ ખાતેદારોની ભીડ થતા કોરોના વિસ્ફોટ થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.એક તરફ તંત્ર દ્વારા શહેરના ભરચક્ક ગિરદી ધરાવતા એવા બજારોમાં વેપારીઓને સરકારની ગાઇડ લાઇનનું પાલન કરવા અપીલ સાથે ઉલ્લંઘન કરવામાં આવે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.તો બીજી તરફ માંજલપુરની બેંક ઓફ બરોડાની બ્રાન્ચ માં જાહેરમાં સરકારની ગાઇડને અભરાઈએ ચઢાઈ દેવાઈ હોય તેમ કોરોનાના ખોફ વિના બિન્દાસ્ત કામગીરી ચાલી રહી છે.જો આ પ્રકારે જ સરકારની ગાઈડલાઈનનું પાલન કર્યા વિના ચાલશે તો અહીં કોરોના વિસ્ફોટ થાય તે વાતને પણ નકારી શકાય તેમ નથી.

Most Popular

To Top