વજન ઘટ કૌભાંડ મામલે પુરૂષોત્તમ ફાર્મર્સ મંડળીના કાંટા માસ્તર સામે ગુનો નોંધો

સુરત: (Surat) પુરુષોત્તમ ફાર્મર્સ કો.ઓ.કોટન જીનિંગ એન્ડ પ્રોસેસિંગ મંડળીમાં (Purushottam Farmers Co. Cotton Ginning and Processing Society) ખેડૂતો (Farmers) દ્વારા જમા કરાવવામાં આવતા કપાસના (cotton) જથ્થામાં વજન મારી લઈ વધારાનું કપાસ પોતાના અંગત ખાતામાં જમા દર્શાવી ઠગાઈ કરનાર કાંટા માસ્ટરને ટર્મિનેટ કરવામાં આવ્યો છે.

  • કપાસ ભરતા ખેડૂતોના વજનમાં ઘટ બતાવી કાંટા માસ્ટર વધારાનું કપાસ અંગત ખાતામાં દર્શાવી દેતો હતો
  • ચાલુ વર્ષે જીનીગ નહીં કરી સીધું વેપારીને કપાસ વેચાતા 45 ક્વિંટલ ઘટ આવી હતી, આગેવાનોની રજૂઆત
  • જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા અહેવાલ મંગાવી તપાસ શરૂ કરાવી દીધી છે

જોકે આજે સહકારી આગેવાનો ચન્દ્રસિંહ બાકરોલા, રતિલાલ પટેલ,દર્શન નાયક,ઈશ્વર પટેલ,કેતન પટેલ, જ્યેન્દ્રભાઈ દેસાઈ સહિતના સભાસદોએ જિલ્લા રજિસ્ટ્રાર ધ્રુવીન પટેલને તટસ્થ તપાસ યોજવા અને જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધાવવા રજુઆત કરી હતી. સાથે સાથે મંડળીના કર્મચારીઓને છેલ્લા 3 વર્ષથી અટકી પડેલું બોનસ અપાવવા, બે વહીવટકર્તા વહીવટદારને દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવા, 11 સંકલિત મંડળીઓની બિનસત્તાવાર બેઠક યોજી ખેડૂતોને કપાસ, ડાંગર ના ઓછા મળતાં ભાવો વધારવા,76-બીનો દુરૂપયોગ અટકાવવા માંગ કરી હતી.

જોકે જિલ્લા રજીસ્ટ્રાર એ તે પહેલાં અહેવાલ મંગાવી તપાસ શરૂ કરાવી છે. કાંટા માસ્ટરે ખેડૂતોના કપાસના વજનમાં ગોટાળા કરી, વજન ઓછું દર્શાવી, વધારાનું કપાસ અંગત ખાતામાં આવેલા માલના વજનમાં ઉમેરો કરી ખેડૂત સાથે ઠગાઈ કરાતી હતી. ચાલુ વર્ષે જીનીગ નહીં કરી સીધું વેપારીને કપાસ વેચાતા 45 કવીંટલની ઘટ આવતા કૌભાંડ ખૂલ્યું હતું. આ મામલામાં મંડળીના સભાસદ અને સુરત જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન રતિલાલ જી.પટેલે મંડળીના વહીવટદારને ફરિયાદ કરતાં કાંટા માસ્ટર પાસે રાજીનામું લખાવી લઈ કપાસની ઘટના નાણાં વસૂલી લીધા હતા.

Most Popular

To Top