સરકારે ૬૮,૩૭૦ કોરોનાના મૃતક દર્દીઓના સગાઓને ૫૦ હજારનું વળતર ચુકવ્યું

ગાંધીનગર(Gandhinagar) : રાજય સરકારે સુપ્રીમ કોર્ટ (Supreme Court) સમક્ષ વિગતો રજુ કરી છે કે, અમે ગુજરાતમાં (Gujarat) ૬૮૩૭૦ કોરોનાના (Corona) મૃતક (Dead) દર્દીઓને ૫૦ હજારનું વળતર ચૂકવ્યુ છે. રાજય સરકારે ૧૪મી જાન્યુ.એ સોગંદનામુ રજુ કરીને સુપ્રીમ કોર્ટને આ માહિતી આપી હતી.

રાજયમાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાથી સત્તાવાર મૃત્યુઆંક ૧૦,૧૬૪ જેટલા સત્તાવાર મૃત્યુ દર્શાવ્યા છે. રાજય સરકારે એવી સ્પષ્ટતા કરી છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા કોરોનાથી મૃત્યુની વ્યાખ્યા સુધારવામાં આવતા રાજયમાં કોરોનાથી મૃત્યુઆંક વધી ગયો છે. રાજય સરકાર દ્વારા તા.૧૯મી જાન્યુ. સુધીન કોરોનાના વળતરના આંકડા સોગંદનામાં રજુ કર્યા છે. જેમાં સરકારે જણાવ્યું છે કે, સરકારને ૮૯,૬૩૩ જેટલી વળતરની અરજીઓ મળી છે , જેની સામે ૬૮૩૭૦ અરજીઓ મંજૂર કરાઈ છે. જયારે તેમાંથી ૫૮,૮૪૦ જેટલી અરજીઓ મંજૂર કરીને વળતર ચૂકવી દેવાયું છે. જયારે ૪૨૩૪ જેટલી અરજીઓ રદ કરી દેવાઈ છે. જયારે હજુયે અન્ય અરજીઓ પડતર છે. જેના પર કાર્યવાહી ચાલી રહી છે.

  • રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ સોગંદનામુ રજૂ કર્યું
  • રાજયમાં કોરોનાથી મૃત્યુઆંક વધી ગયો
  • સરકારને ૮૯,૬૩૩ જેટલી વળતરની અરજીઓ મળી જેની સામે ૬૮૩૭૦ અરજીઓ મંજૂર કરાઈ

મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે, સરકાર કોરોનાથી મૃત્યુના કોઈ આંકડાઓ છુપાવવા માંગતી નથી. ખાસ કરીને સુપ્રીમ કોર્ટે કોરોનાથી મૃત્યુના કિસ્સામાં વ્યાખ્યા સુધારો થોડી વિશાળ કરી છે. જેના પગલે રાજયમાં કોરોનાથી મૃત્યુનો આંક વધ્યો છે. હવે નવી વ્યાખ્યા મુજબ, આરટીપીસીઆર ટેસ્ટ પોઝિટિવ અને ૩૦ દિવસની સારવારની અંદર દર્દીનું મૃત્યુ થયુ હોય તેને કોરોનાથી મૃત્યુ ગણવામાં આવ્યું છે. જયારે આઈસીએમઆરની ગાઈડલાઈન ધ્યાને લીધી હતી. તે મુજબ કોમોર્બિડ સ્થિતિમાં દર્દીનું મૃત્યુ કોરોનાથી મૃત્યું ગણાતુ નહોતુ. સુપ્રીમ કોર્ટે ગત ઓકટો.માં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીને ૫૦,૦૦૦ હજારનું વળતર આપવા આદેશ કર્યો હતો.

Most Popular

To Top