હવે દુનિયા જોશે ભારતની તાકાત: 26 જાન્યુઆરીના દિવસે આકાશમાં ગર્જના કરશે રાફેલ અને જગુઆર

કોરોનાના (Corona) વઘતા જતા કેસો સામે આ વર્ષે 26 જાન્યુઆરીની પરેડમાં 24 હજાર લોકોને મંજૂરી આપવામાં આવી છે. મહત્વની વાત એ છે કે આ વર્ષે 26 જાન્યુઆરીનો દિવસ સમગ્ર ભારતવાસીઓ માટે ગૌરવ ભર્યો હશે. આ દિવસને ખાસ બનાવવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે. આ વખતે પ્રજાસત્તાક દિનની ઉજવણી 23 જાન્યુઆરીથી જ શરૂ કરવામાં આવશે. 23 જાન્યુઆરીના દિવસને નેતાજી સુભાષ ચંદ્રબોઝની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. તેમજ મળતી માહિતી મુજબ આ વર્ષે 26 જાન્યુઆરીનો દિવસ સૌના માટે આકર્ષનું કેન્દ્ર બનશે.

હવે વાત કરીએ આકર્ષણના કેન્દ્રની કેન્દ્રની તો આ વખતે પાંચ રાફેલ ફાઈટર એરક્રાફટ તેમજ જગુઆર પોતાના કરતબ બતાવશે. આ ઉપરાંત નૌકાદળના MiG29K તેમજ P8I ફાઈટર એરક્રાફટ પોતાના કરતબ બતાવશે. 17 જગુઆર એરક્રાફટ અમૃત મહોત્સવના 75માં વર્ષની આકૃતિ બનાવતા આકાશમાં દેખાશે.

સંરક્ષણ સંસ્થાના સૂત્રોએ જણાવ્યું કે દિલ્હીમાં કોરોનાના કેસો જે રીતે વધી રહ્યા છે તે સ્થિતીને ધ્યાનમાં લઈ માત્ર 24 હજાર લોકોને આ પરેડમાં ભાગ લેવામાટે મંજૂરી આપવામાં આવી છે.વર્ષ 2020માં 1.25 લાખ લોકોએ આ પરેડમાં ભાગ લીધો હતો. આ વર્ષે એક ખાસ ગેલેરીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે કે જે એક આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ગેલેરીમાં દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેનારાઓની તસ્વીર તૈયાર કરવામાં આવી છે. આ તસ્વીરોમાં તેઓની શૌર્ય તેમજ સંધર્ષની પ્રતિકૃતિઓ દર્શાવામાં આવી છે. આ તસ્વીરને પ્રજાસત્તાક દિને રાજપથ ઉપર પ્રદર્શિત કરવામાં આવશે.

સંસ્કૃતિ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલયના સહયોગથી નેશનલ મ્યુઝિયમ ઓફ મોર્ડન આર્ટ દ્વારા ભુવનેશ્વર તેમજ ચંદીગઢમાં એક કલાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કલાકુંભમાં દેશના વિવિધ કલાકારોએ ભાગ લીધો હતો. જેમાં તેઓ દ્વારા 75 મીટરના કુલ 10 સ્ક્રોલ કેનવાસ ઉપર ઉતારવામાં આવ્યા હતાં. રાજપથ ઉપર તે કલાત્મક રીતે પ્રદર્શિત કરવામાં આવશે.

રીપબ્લિક ડે પરેડમાંથી અમુક રાજયની ઝાંકીઓ કાઢી મુકવાનો નિર્ણય બદલાશે નહિ: સંરક્ષણ અધિકારી
રીપબ્લિક ડે પરેડમાં કેરળ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુની ઝાંકીઓ સામેલ ન કરવાનો નિર્ણય બદલાશે નહીં, એમ સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ મંગળવારે (Tuesday) કહ્યું હતું અને નોંધ લીધી હતી કે કુલ 12 રાજ્યોને તેમના મોડેલ પ્રદર્શિત કરવા પસંદ કરાયા છે.

ઝાંકીઓ નામંજૂર કરવાના મુદ્દે ચાલી રહેલાં વિવાદ વચ્ચે સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓની ટીપ્પણી આવી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને આ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તાત્કાલિક દખલગીરી કરવાની માગ કરી હતી. બિન-ભાજપ શાસિત રાજ્યોના અમુક નેતાઓએ પણ આરોપ લગાવ્યો હતો કે ઝાંકીઓને સામેલ ન કરી કેન્દ્રએ તે રાજ્યોનું ‘અપમાન’ કર્યું છે.

આ વિવાદ પર પ્રતિક્રિયા આપતા સંરક્ષણ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું, ‘આ 3 રાજ્યોની માગ સ્વીકાર કરવી શક્ય નથી અને તેમના મુખ્યમંત્રીઓને વિનમ્ર જવાબ મોકલવામાં આવ્યો હતો જેમાં ઝાંકીઓને પસંદ કરવાની લાંબી પ્રક્રિયા સમજાવવામાં આવી હતી.’ ‘આ નિર્ણયને બદલવો અથવા તેના પર ફરીથી વિચાર કરવો શક્ય નથી કારણ કે ઝાંકી બનાવવી એ બહુ જ લાંબી પ્રક્રિયા છે અને નિષ્ણાંતોની કમિટિ આ નિર્ણયો બહુ પહેલાં જ લઈ લેતા હોય છે’, એમ તેમણે ઉમેર્યું હતું.

વધુમાં કેન્દ્ર સરકારના 9 મંત્રાલયો અને ખાતાઓની ઝાંકીઓ આ વર્ષની પરેડમાં દર્શાવાશે. આ કારણથી કુલ 21 ઝાંકીઓ આ વર્ષની પરેડમાં સામેલ થશે. આ વર્ષે ઝાંકીઓ માટે કુલ 56 દરખાસ્તો આવી હતી.

Most Popular

To Top