Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: (Surat) સુરત શહેરમાં ખજોદ ખાતે કુલ 681 હેક્ટરની વિશાળ જગ્યામાં સાકાર થઈ રહેલો ડ્રીમ સિટી (Dream City) (ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઈલ સિટી) પ્રોજેક્ટ હવે ગતિ પકડી રહ્યો છે. કોરોનાકાળમાં જ સુરત મેટ્રોના ડ્રીમસિટી સ્ટેશનનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. હવે ડ્રીમ સિટીમાં અન્ય પ્રોજેક્ટોની કામગીરી પણ ઝડપથી ગતિ પકડી રહી છે. ડાયમંડ બુર્સનું પણ કામ ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે ડ્રીમસિટીમાં તૈયાર થઈ રહેલી મુખ્ય ઓફિસ તેમજ ગાર્ડનનું (Office And Garden) લોકાર્પણ આગામી તા.7મી ઓગષ્ટના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે તેમ જાણવામાં આવ્યું છે.

  • ડ્રીમ સિટીની મુખ્ય ઓફિસ 3500 સ્કે. મીટર વિસ્તારમાં તૈયાર કરવામાં આવી છે
  • જ્યારે 29.50 કરોડના ખર્ચે 50,000 સ્કે. મીટર વિસ્તારમાં બનેલો ગાર્ડન પણ ખુલ્લો મુકાશે
  • ડ્રીમ સિટીના મુખ્ય દ્વારની ડિઝાઈન કોસ્ટ જ રૂા. 9.50 કરોડ છે
  • જેની ઓફિસ જ ભવ્ય છે તો આખી ડ્રીમ સિટી કેવી બનશે!

કુલ 681 હેક્ટર જમીનના ડ્રીમસિટી પ્રોજેક્ટમાં વિવિધ પ્રકલ્પો સાકાર થવાના છે. હાલમાં આ કેમ્પસમાં ડાયમંડ બુર્સની કામગીરી પુરગતિએ ચાલી રહી છે. તેમજ અહી રેસિડેન્શિયલ, કોમર્શિયલ, રિક્રીએશનલ, પબ્લિક એમિનિટ્સ, યુટિલિટિસ, ઈન્સ્ટિટ્યુશનલ, ટ્રાન્સપોર્ટેશન, ઓપન ગ્રીન વગેરે સાકાર થશે. જેમાં હાલમાં અહી કુલ રૂા. 13.69 કરોડના ખર્ચે 50,000 સ્કે. મીટર વિસ્તારમાં સાકાર થનાર ગાર્ડન તેમજ કુલ રૂા. 29.50 કરોડના ખર્ચે 3500 સ્કે. મીટર વિસ્તારમાં સાકાર થનારી મુખ્ય ઓફિસનું ખાતમુહુર્ત મુખ્યમંત્રી દ્વારા કરાશે.

ડ્રીમસિટીનો અદ્યતન મુખ્ય દ્વાર જ 9.50 કરોડના ખર્ચે બનશે
ડ્રીમસિટી પ્રોજેક્ટ થકી શહેરના લાખો લોકોને રોજગારી મળશે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની ડિઝાઈન અદ્યતન છે. ડ્રીમસિટીના મુખ્ય પ્રવેશ દ્વાર જ કુલ રૂા. 9,50,76,280 કરોડના ખર્ચે સાકાર થશે. જે માટેની ડિઝાઈન તૈયાર કરી દેવામાં આવી છે. ડ્રીમસિટીના પ્રવેશદ્વારમાં લિફ્ટ જ માત્ર રૂા. 39.28 લાખના ખર્ચે બનશે. તેમજ ગેટના ઉપરની ડિઝાઈનમાં વોટર બોડી હશે અને તેમાં એલ.ઈ.ડીથી આ પ્રવેશદ્વાર ભવ્યાતિભવ્ય લુક આપશે.

ડ્રીમસિટીના કુલ એરિયાના 6 ટકા વિસ્તારમાં ગાર્ડન એરિયા છે
ડ્રીમસિટી કુલ 681 હેક્ટર જમીનમાં વિસ્તરેલું છે. જેના 6 ટકા વિસ્તાર ગાર્ડન એરિયા માટે રાખવામાં આવ્યું છે. અને 8 ટકા વિસ્તાર ઓપન ગ્રીન તરીકે રહેશે. એટલે કે, કુલ વિસ્તારના 2,95,545 સ્કે.મીટર વિસ્તારમાં ગાર્ડન અને 4,42,013 સ્કે.મીટર વિસ્તારમાં ઓપન ગ્રીન હશે. જે પૈકી હાલમાં 50,000 સ્કે.મીટર વિસ્તારમાં સાકાર થનારા ગાર્ડનના કામના ખાતુમહુર્ત થશે. આ ગાર્ડનમાં કીડ્ઝ પ્લે એરિયા, વોક-વે, સેન્ટ્રલ સીટીંગ એરિયા, વોટર પોન્ડ, ફુડ પ્લાઝા, પબ્લીક યુટીલીટી, એલ્ડર સીટીંગ, એમ્ફી થીયેટક વગેરે હશે. આ ગાર્ડનનો વિસ્તાર 2.70 કિ,મીનો છે. જેમાં 5 સ્થળે નાના નાના ગાર્ડન હશે.

To Top