Top News

More Posts

   The Latest

Most Popular

”પાંચ વર્ષ આપણી સરકારના” અંતર્ગત રાજ્ય સરકારના પાંચ વર્ષના સફળ શાસનની મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને શુભકામનાઓ પાઠવતા કેન્દ્રીય માર્ગ-પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આજે ”વિકાસ દિવસ” નિમિતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેદ્ર મોદીએ આપેલો પ્રગતિશીલ, સમૃદ્ધ અને સંપન્ન રાજ્યનો વારસો રૂપાણી અને નીતિન પટેલે જાળવી રાખ્યો છે અને તેમના માર્ગદર્શનમાં ગુજરાત લગાતાર પ્રગતિ અને વિકાસની ઓર ધપી રહ્યું છે, જે અમારા માટે ખુશીની વાત છે.

ગડકરીએ આજે વિવિધ સમારંભમા વર્ચ્યુઅલ રીતે લોકાર્પિત થયેલા કાર્યોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, ”આજના લોકાર્પણમાં ”રાષ્ટ્રીય રાજમાર્ગ નિર્માણ” અંતર્ગત ડીસામાં એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવ્યો છે. જે પૂર્વ-પશ્ચિમને જોડતો ઈકોનોમિક કોરિડોર છે. વળી, રાજસ્થાનથી આવતા દર્દીઓને પણ મેડિકલ સેવા માટે ગુજરાત જવું સરળ પડશે.

”ભારતમાલા પરિયોજના” હેઠળના આશરે રૂ. ૨૫,૩૧૭ કરોડના ૧૦૮૦ કિલોમીટરના રસ્તાઓના કાર્યોનો પ્રારંભ ગુજરાતમાં થઇ ગયો હોવાની જાણકારી આપતા કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યું હતું કે, સાંચોર-અમદાવાદ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ ૨૧૦ કિમી હાઈ-વે રૂ.૬,૦૦૦ કરોડના ખર્ચે, જેતપુર-રાજકોટ ૬૫ કિમીનો છ માર્ગ હાઇવે રૂ. ૬૫૦ કરોડના ખર્ચે, ૧૨૦ કિમીનો સાંતલપુર-સામખિયાળી છ માર્ગીય હાઇવે ૧૨૦૦ કરોડના ખર્ચે, ૨૯૦ કિમીનો બોડેલી-વાપી ગ્રીન ફિલ્ડ ચાર માર્ગ રૂ.૮૪૧૨ કરોડના ખર્ચે, ધાનેરા-ડીસા વચ્ચેનો ૩૪ કિમીનો માર્ગ રૂ. ૫૦૦ કરોડના ખર્ચે, સુરત-નાસિક-અમદાવાદનો આશરે ૧૨૮ કિમીનો ગ્રીનફિલ્ડ માર્ગ રૂ.૨૪૨૮ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે.

To Top