Gujarat

પાકિસ્તાનના દરિયામાં લો પ્રેશર એક્ટિવ થતાં ગુજરાતના 6 જિલ્લામાં રેડ એલર્ટ

ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) ધોધમાર વરસાદ (Heavy Rain) વરસ્યા બાદ છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. પરંતુ હવામાન વિભાગે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે. પાકિસ્તાન (Pakistan) તરફના દરિયામાં (Sea) લો પ્રેશર (Low Pressure) એક્ટિવ (Active) થયું છે જે આગામી 24 કલાકમાં ગુજરાત તરફ પહોંચી શકે છે. દરિયામાં લો પ્રેશરના કારણે અમદાવાદ (Ahmadabad ) સહિત રાજ્યમાં 23થી 27 જુલાઈ દરમિયાન મધ્યથી ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના કેટલાક શહેરોમાં શુક્રવાર રાતથી જ વાતાવરણમાં પલટો આવી શકે છે. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે કચ્છ, ઉત્તર ગુજરાતમાં શનિવારે અને રવિવારે ભારે વરસાદના કારણે ઓરેન્જ તથા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર લો પ્રેશર ગુજરાતમાં એક્ટિવ થવના કારણે રવિવારે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે શનિવારે ઉત્તર ગુજરાતમાં કચ્છને રેડ એલર્ટ જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગર, મોરબીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે મધ્યગુજરાતમાં જામનગર, રાજકોટ, બોટા, અમદાવાદ, ખેડામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ રવિવારે અમદાવાદમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે સુરત, નવસારી, ડાંગ, તાપી, વલસાડ જિલ્લામાં વરસાદ વરસી શકે છે. તેમજ શનિવારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, ખેડા, જામનગર, રાજકોટ, બોટાદ, આણંદ, મહીસાગરસ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદ વરસી શકે છે. જ્યારે રવિવારે કચ્છ,દેવભૂમિ દ્વારકા, અમદાવાદ, ખેડા, જામનગર, રાજકોટ, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી,પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ,અરવલ્લી, ગાંધીનગર ભારે વરસાદ વરસવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાત. મધ્યગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં 4 દિવસ મધ્યથી ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસાની પ્રથમ સીઝનમાં 60 ટકાથી વધુ એટલે 20.25 ઈંચ વરસાદ વરસી ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં ગાંધીનગરના માણસા, સાબરકાંઠામાં પ્રાંતિજ, અરવલ્લીમાં ધનસુરા અને વલસાડના કપરાડામાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ અત્યારસુધી નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે લો પ્રેશરની અસરના કારણે આગામી 4 દિવસ ઉત્તર ગુજરાતના જિલ્લા મધ્યથી ભારે વરસાદ નોંધાશે તેમજ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ મધ્યથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. તેમજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતો વ્યક્ત કરવામાં આવી છે.

Most Popular

To Top