SURAT

‘હું યમરાજ છું, જેને ધારું તેને ઉઠાવી લઉં’, સુરતની ફેમિલ કોર્ટના જ્જને મારી નાંખવાની ધમકી મળી

સુરત (Surat) : છૂટાછેડાના (Divorce) કેસમાં પત્ની તરફે હાજર રહેલા મહિલા વકીલને (Advocate) પત્નીના પતિએ ચાલુ કોર્ટમાં ફાયરિંગ (Firing) કરવાની ધમકી (Threaten) આપી હતી, આ ઉપરાંત ચૂકાદો (Verdict) આપનાર ફેમિલી કોર્ટના (Family Court) જજને (Judge) પણ મારી નાંખવાની ધમકી આપતા પોલીસ (Police) દોડતી થઇ હતી. આ મામલે પોલીસે ગુનો નોંધીને ધમકી આપનાર અનિલ માંગુકિયાની ધરપકડ (Arrest) કરીને જેલમાં (Jail) મોકલી આપ્યો હતો, બીજી તરફ એક ધારાશાસ્ત્રીના જણાવ્યા પ્રમાણે આરોપીની ગુનાહિત માનસિકતાને જોઇને ફેમિલી કોર્ટના જજે પોલીસ પ્રોટેકશન (Police Protection) માંગ્યુ હોવાની વાત પણ બહાર આવી છે.

  • બોગસ વકીલ થઇને ફરતા આરોપી અનિલ માંગુકિયાએ વીડિયો વાઇરલ કરીને ચાલુ કોર્ટમાં ફાયરિંગ કરવાની ધમકી આપી
  • આ ઉપરાંત પત્નીનો કેસ લડનાર મહિલા વકીલને પણ ગોળી મારી નાંખવાની ધમકી અપાઇ
  • આરોપીને કસ્ટડીમાં મોકલી જજને પોલીસ પ્રોટેકશન અપાયું

પ્રાપ્ત વિગતો મુજબ અમરોલીના કોસાડ આવાસમાં રહેતો અનિલ કાળુભાઇ માંગુકિયા અને તેની પત્ની મિત્તલની વચ્ચે ઝઘડાઓ થતા સુરતની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાનો કેસ આવ્યો હતો. બંને વચ્ચે સમાધાન થઇ ગયા બાદ ફરીવાર ઝઘડો થયો હતો અને ફરીવાર કોર્ટમાં કેસ કરાયો હતો. આ કેસને લઇને તા. 26મી એપ્રીલ-2022ના રોજ કોર્ટે બંનેને છૂટાછેડા લેવા માટે ફેમિલી કોર્ટે હુકમ કર્યો હતો. ત્યારે આ અનિલ માંગુકિયાએ પત્ની મિત્તલના વકીલ નીતાબેન જયાણીને મોબાઇલમાં ધમકી આપી હતી કે, મોજ કર હું હાઇકોર્ટમાં અપીલમાં જાઉ છું, તારા બાપનો કેસ અપીલમાં આવી ગયો છે, તારા કિલોમીટર પૂરા થઇ ગયા છે, જીવી લે. ત્યારબાદ ફરીથી મેસેજ કર્યો કે, હવે 302ની ફરિયાદ દાખલ થશે.

નીતાબેનએ અનિલ માંગુકિયાનું ફેસબુક એકાઉન્ટ ચેક કરતા તેમાં અનિલ માંગુકિયાએ કામરેજના પૂર્વ ધારાસભ્ય ઉપરાંત આ કેસમાં અન્ય વકીલોને પણ મારી નાંખવાની ધમકી આપી હતી. અનિલ માંગુકિયાએ વકીલની ઉપર ચાલુ કોર્ટમાં ફાયરિંગ કરવાની ધમકી આપી હતી, તેમજ છૂટાછેડાનું જજમેન્ટ આપનાર જજને પણ મારી નાંખવાની ધમકી અપાઇ હતી. અનિલે પોતાને દાઉદનો માણસ ગણાવ્યો હતો અને જણાવ્યું કે, ભારતના ઇતિહાસમાં ચાલુ કાર્ટે ફાયરિંગ અનિલ માફિયા કરશે, જજમેન્ટ આપનાર જજનું પણ કોર્ટમાં મર્ડર કરવામાં આવશે તેમ કહીને બેફામ ગાળો બોલ્યો હતો.

અનિલે કહ્યું કે, પોતે યમરાજ છે અને જેને ધારે તેને ઉઠાવી લઉ છું, તેણે ધમકી આપી હતી કે, તને તારી ઓફિસથી ઘસડી લઇ જઇને ફેમિલી કોર્ટમાં મારીશ. તારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી જજે’. આ બાબતે નીતાબેનએ વરાછા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગત તા. 22મી જૂનના રોજ અનિલ માંગુકિયાની સામે ગુનો નોંધ્યો હતો. હાલમાં વરાછા પોલીસે અનિલ માંગુકિયાની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. અનિલ માંગુકિયા તરફે કોઇ વકીલ હાજર થયો ન હતો, ત્યારે અનિલ માંગુકિયાએ જાતે જ કોર્ટમાં કહ્યું કે, સાહેબ મારે જ્યુડિશિયલ કસ્ટડીમાં જાવું છે. કોર્ટે અનિલ માંગુકિયાની સામે જેલવોરંટ ભરાવીને તેને જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.

અનિલ માંગુકિયાની સામે 20 જેટલા ગુનાઓ નોંધાયા છે
કોર્ટમાંથી મળતી માહિતી પ્રમાણે અનિલ માંગુકિયાની સામે સુરતના વિવિધ પોલીસ મથકોમાં 20 જેટલા ગુનાઓ નોંધાયા છે. કતારગામ પોલીસે અનિલને પાસા હેઠળ પણ અટકાયત કરી હતી. તેમ છતાં તે જ્યારે પણ જેલની બહાર આવતો ત્યારે તે ધમકીઓ આપતો હતો. પોલીસે વકીલ હોવા ન છતાં વકીલ તરીકે લોકોને ધમકાવતો હોવાની વાતો પણ બહાર આવી છે.

ચારથી પાંચ વકીલોએ સુરતના જજને અનિલ માંગુકિયાનો ઇતિહાસ કહ્યો
પ્રાપ્ત વિગતો મુજબ આજે વરાછા પોલીસનો સ્ટાફ અનિલ માંગુકિયાને લઇને સુરતની કોર્ટમાં આવ્યો હતો. અનિલને જેલમાં મોકલી આપવાનો હુકમ કરાયા બાદ ધમકીનો ભોગ બનેલા ચારથી પાંચ જેટલા મહિલા વકીલો તેમજ સુરત જિલ્લા વકીલ મંડળના એક હોદ્દેદાર પણ કોર્ટમાં હાજર રહ્યા હતા. તેઓએ ભેગા થઇને જજને રજૂઆત કરતા કહ્યું કે, આરોપી અનિલ માંગુકિયાએ જજોને પણ ધમકી આપી છે, અને તેને ફેસબુકમાં પોસ્ટ પણ મુકી છે, આરોપીની ધમકીના કારણે ફેમિલી કોર્ટના જજે પોલીસ પ્રોટેકશન પણ માંગ્યું છે.

Most Popular

To Top