National

બંગાળના મંત્રી પાર્થ ચેટરજીના નજીકના મિત્રના ઘરેથી 2 હજાર અને 500ની નોટોનો ‘પહાડ’ મળી આવ્યો

કલકત્તા: પશ્ચિમ બંગાળમાં ઈડીના (ED) અધિકારીઓની એક ટીમે શુક્રવારે પશ્ચિમ બંગાળના બે પ્રધાનો પાર્થ ચેટરજીના નજીકના સહયોગી અર્પિતા મુખર્જીના ઘરે દરોડા (Raid) પાડયા હતા. દરોડા દરમિયાન ઈડીના અધિકારીઓનેએ લગભગ 20 કરોડ જેટલી મોટી રકમ (Money) રિકવર કરી છે. પશ્ચિમ બંગાળ સરકારના મંત્રી પાર્થ ચેટરજીના નજીકના સહયોગી અર્પિતા મુખર્જીના ઘરે ઈડીએ દરોડા પાડ્યા હતા. ઈડી દ્વારા પાડવામાં આવેલી આ રેડની કેટલાય કલાકો સુધી ચાલેલી તપાસમાં ઈડીને 20 કરોડ જેટલી જંગી રોકડ રિકવર કરી છે. આ કાર્યવાહીની જે તસવીર સામે આવી છે તેમાં નોટોનો મોટો પહાડ જોવા મળી રહ્યો છે.

જણાવી દઈએ કે બંગાળ એજ્યુકેશન રિક્રુટમેન્ટ કૌભાંડ કેસમાં EDએ કાર્યવાહી કરી રહી છે. ઈડીને અર્પિતા વિરુદ્ધ કેટલાક મજબૂત પુરાવા મળ્યા હતા, જેના પછી તેના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. કેટલાક કલાકોના દરોડામાં નોટોનો ઢગલો સામે આવ્યો છે. હજુ પણ તપાસ એજન્સી તેમના ઘરે હાજર છે. જો કે, અર્પિતા સિવાય ઇડી હાલમાં અન્ય ઘણી જગ્યાએ દરોડા પાડી રહી છે. મંત્રી પાર્થ ચેટર્જી, રાજ્યના શિક્ષણ મંત્રી માણિક ભટ્ટાચાર્ય, આલોક કુમાર સરકાર, કલ્યાણ મોય ગાંગુલી જેવા નામો પણ આ યાદીમાં સામેલ છે.

બંગાળ શિક્ષણ ભરતી કૌભાંડમાં આ તમામનું કનેક્શન સામે આવ્યું છે. પરંતુ સૌથી મોટી કાર્યવાહી અર્પિતા સામે કરવામાં આવી છે, જેના ઘરે 20 કરોડ રોકડા મળી આવ્યા છે. ઈડીએ દરોડા દરમિયાન તેના ઘરેથી 20 ફોન પણ જપ્ત કર્યા છે. તે ફોન દ્વારા અર્પિતા શું કરતી હતી તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ ઈડીએ મળી આવેલ તમામ ફોનને પણ તેમની તપાસમાં સામેલ કર્યા છે. આ ઉપરાંત નોટોનો આટલા મોટા સ્ટોકની ગણતરી કરવા માટે બેંક અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે. નોટ ગણવાના મશીનો પણ અર્પિતાના ઘરે આવી ગયા છે. અત્યારે તેમના ઘરે નોટોની ગણતરી ચાલી રહી છે, મળતી માહિતી મુજબ ગણતરી પછી મળેલી રકમનો આંકડો કદાચ વઘુ પણ હોઈ શકે છે. એવી માહિતી પણ મળી છે કે ઈડીની એક ટીમ છેલ્લા 11 કલાકથી મંત્રી પાર્થ ચેટરજીના ઘરે હાજર છે. તેમના ઘરેથી શું મળ્યું, શું જપ્ત કરવામાં આવ્યું તે વિશે ઈડીએ કંઈ જાણકારી આપી નથી. ઈડીની ટીમો અન્ય સ્થળોએ પણ એક્શનમાં જોવા મળી રહી છે. બંગાળના રાજકારણમાં આ શિક્ષણ કૌભાંડે રાજકારણમાં ગરમાટો લાવી દીધો છે.

Most Popular

To Top