Gujarat

પોલીસ ગ્રેડ પે મામલે વિચારણા ચાલુ, ટૂંક સમયમાં નિર્ણય લેવાશે : હર્ષ સંઘવી

ગાંધીનગર: રાજ્યના પોલીસ (Police) દળમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈના ગ્રેડ પે ઓછા હોવાના મામલે તે વધારવાની પોલીસ કર્મીઓ લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા. આ સમગ્ર મામલે સોશિયલ મીડિયામાં (Social Media) આંદોલન પણ ચાલ્યું હતું. તેવી સ્થિતિમાં આજે ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં પોલીસ ગ્રેડ પે અંગે નિર્ણય આવી શકે છે. આ બાબતે વિચારણા ચાલુ છે.

પોલીસ દળમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલને 1800 રૂપિયા અને હેડ કોન્સ્ટેબલને 2200 ગ્રેડ પે આપવામાં આવી રહ્યો છે. જેમાં વધારો કરી એએસઆઈને 2400, કોન્સ્ટેબલને 2800 મળે તો કોન્સ્ટેબલને 33 હજાર પગાર મળે અને હેડ કોન્સ્ટેબલને 3600 ગ્રેડ પે આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. અગાઉ હર્ષ સંઘવીએ ગ્રેડ પેનો મુદ્દો ઉકેલવા માટે રાજ્ય સરકાર કમિટીની રચના કરશે તેવી જાહેરાત કરી હતી.

Most Popular

To Top