Entertainment

રણવીર સિંહે કરાવ્યું ન્યુડ ફોટોશૂટ, લોકોએ ‘મોગલી’ કહી ટ્રોલ કર્યો

મુંબઈ: બોલિવૂડ(Bollywood) એક્ટર(Actor) રણવીર સિંહ(Ranveer Singh) તેના અતરંગી ફેશન સેન્સ માટે અવારનવાર ચર્ચામાં રહે છે. પરંતુ હાલમાં જ તેણે એક પેપર મેગેઝીન માટે ન્યૂડ ફોટોશૂટ(Nude Photoshoot) કરાવ્યું છે, જેની તસવીરો સોશિયલ મીડિયા(Social Media) પર ઝડપથી વાયરલ(Viral) થઈ રહી છે. આ તસવીરોમાં રણવીર સ્ટાઇલિશ પોઝ આપતો જોવા મળે છે. આ તસવીરોમાં રણવીરનો આત્મવિશ્વાસ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. જ્યાં કેટલાક લોકો અભિનેતાની આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

રણવીરે કર્યું ન્યૂડ ફોટોશૂટ
રણવીર સિંહે નાની ઉંમરમાં જે સફળતા મેળવી છે તે દરેકને નથી મળતી. તેનું કારણ તેની પ્રતિભા અને આત્મવિશ્વાસ છે, જેના કારણે તે દરરોજ આગળ વધી રહ્યો છે. આ વખતે રણવીરે ન્યૂડ ફોટોશૂટ કરાવવાનો આત્મવિશ્વાસ બતાવ્યો છે, જેના પછી તેની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. તેણે આ ફોટોશૂટ પેપર મેગેઝિન માટે કરાવ્યું છે, જેમાં તે ન્યૂડ થઈને સ્ટાઇલિશ પોઝ આપતો જોવા મળી રહ્યો છે.

લોકોએ જોરદાર ટ્રોલ કર્યો
રણવીરનાં ન્યૂડ ફોટોશૂટને લઇ કેટલાક લોકો તેને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. રણવીરના આ ન્યૂડ ફોટોઝને લઈને મીમ્સ પણ વાયરલ થઈ રહ્યા છે. રણવીરના ફોટો પર એક યુઝરે લખ્યું કે, બસ આ જ જોવાનું બાકી હતું. તો કોઈ તેને મોગલી કહી રહ્યું છે. કોઈએ તો એવું પણ લખ્યું કે દીપિકાએ કપડાં નથી આપ્યા. બાય ધ વે, રણવીરના આ ફોટા જોયા પછી એમ કહેવું ખોટું નહીં હોય કે તેની ડિક્શનરીમાં અશક્ય નામનો કોઈ શબ્દ નથી.

એક યુઝરે રણવીર સિંહનો એક ખૂબ જ ફની ફોટો શેર કર્યો હતો. જેમાં એક્ટર કરોળિયાના જાળા પર નગ્ન લટકતો જોવા મળે છે. આ તસવીર શેર કરતાં તેણે લખ્યું, “માફ કરશો, હું અહીં ટ્રોલ કરવા નથી આવી, મને આ ફોટો ખૂબ જ ફની લાગ્યો.”

રાહુલ ખન્નાએ પણ કરાવ્યું હતું ન્યુડ ફોટોશૂટ
રણવીર પહેલા એક્ટર રાહુલ ખન્નાએ પણ ન્યૂડ ફોટોશૂટનો ફોટો પોસ્ટ કર્યો છે. રાહુલનો ફોટો જોયા પછી પણ બધા અચંબામાં પડી ગયા હતા. મલાઈકા અરોરાથી લઈને નેહા ધૂપિયાએ તેના ફોટા પર ફની પ્રતિક્રિયા આપી હતી. અત્યારે લોકો રાહુલ ખન્નાની તસવીર જોતા થાકતા પણ ન હતા કે રણવીરે ફેન્સને મોટું સરપ્રાઈઝ આપી દીધું.

Most Popular

To Top