Top News

More Posts

   The Latest

Most Popular

પાદરા: પાદરાના  ઘાયજ ગામ  પાસે આવેલી અદિતિ સાયન્સ સ્કૂલ શિક્ષણ ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે  પાદરા ની અદિતિસાયન્સ   સ્કૂલમાં કરજણ વડોદરા પાદરા સહિત ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ આ સ્કૂલમાં અભ્યાસ કરે છે છેલ્લા ઘણા સમયથીકોરોનાની મહામારી ના કારણે ઓનલાઈન  શિક્ષણ ચાલતું હતું ત્યારબાદ હવે ગુજરાત સરકાર દ્વારા કોવીડ ગાઈડ લાઈન ને ધ્યાનમાંરાખી  ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણની શરૂઆત કરવાની મંજૂરી આપવામાં  આવતા પાદરા અદિતિ સાયન્સસ્કુલમાં ભણતા વિદ્યાર્થીઓ માં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

અદિતિ સાયન્સ સ્કુલમાં સોશિયલ ડિસ્ટન્સ અને કોવીડ  નિયમોનાપાલન સાથે ઓફલાઈન શિક્ષણ ની શરૂઆત કરવામાં આવી છે જેમાં વિદ્યાર્થીઓ કોવિડ  નિયમોનું ચુસ્તપણે પાલન કરતાં જોવા મળ્યાહતા ત્યારે વિદ્યાર્થીઓએ પણ સરકાર દ્વારા ધોરણ ૯થી ૧૨ના ઓફલાઈન શિક્ષણને મંજૂરી આપવાના નિર્ણયને વધાવ્યો છેવિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર ઓનલાઇન અભ્યાસમાં તેઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવતો હતો  અને અનેક મુશ્કેલીઓ નોપણ સામનો કરવો પડતો હતો.

  જોકે  હવે ઓફલાઈન શિક્ષણ ચાલુ થતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સ્કૂલ ના પ્રિન્સિપાલ નરેન્દ્ર જાદવે માહિતી આપતા જણાવ્યું હતું કે અમારી સ્કૂલમાં તમામ વિદ્યાર્થીઓ ને પણ કોવિડ નિયમોનું સ્પષ્ટ પાલન કરવામાં આવે છે ઓન લાઈન શિક્ષણ કરતા હવે ઓફ લાઈન  શિક્ષણ ની સરુવાતથતા બાળકોને પુરુતું શિક્ષણ આપી શકાય છે અને વિદ્યાર્થી ઓફ લાઈન શિક્ષણ ના કારણે પૂરતી મહેનત સાથે પોતાના ધાર્યા  પરિણામોલાવવા માં પણ સફળ રહશે. તો બીજી તરફ વાલીઓ અને શિક્ષકો સ્કૂલોે આવનારા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને લઇને ચિંતામાં છે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે અભ્યાસક્રમ શરૂ કરાયો છે.

To Top