SURAT

પુણા લાંચ પ્રકરણમાં પીએસઆઇના એક દિવસીય પોલીસ રિમાન્ડ મજુર

સુરત : એસીબીના છટકામાં ભેરવાયેલ પુણા પોલીસ મથકના લાંચિયા પીએસઆઇના એક દિવસના પોલિસ રિમાન્ડ મંજુર થયા હતા.પૂણા પોલીસમથકમાંથી બહાર આવ્યો છે. અહીં એક પોલીસ સબ ઇન્સ્પેકટર અને તેનો ટાઉટ લાંચ લેતા રંગે હાથે ઝડપાઇ ગયાનો સમગ્ર મામલો સપાટી ઉપર આવતા પોલીસ બેડામાં પણ ભારે ચર્ચાઓ જાગી હતી.

એસીબીએ સફળ રીતે આખું ઓપરેશન પાર પાડ્યું હતું

લાચ પ્રકરણમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, દારૂના કેસમાં સંડોવી દેવાની ધમકી આપી રૂપિયા 1.30 લાખ જેટલી મસમોટી રકમ પડાવી લેવાનો સમગ્ર મુદ્દે જાગૃત નાગરિકે સીધો એન્ટી કરપશન બ્યુરોનો સંપર્ક સાધ્યો હતો.એસીબીએ સૂચનાને પગલે છટકું ગોઠવીને પુણા પોલીસમથકના પીએસઆઇ જયદિપસિંહ હસમુખસિંહ રાજપુત અને તેનો ટાઉટ જીયાઉદ્દીન અબુલરહીમ સૈયદ ઉર્ફે જીવાભાઇ તેને પોલીસ સ્ટેશનમા જ રંગે હાથો લાંચની રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસ ઇન્સ્પેકટર એક દિવસના રિમાંડ ઉપર

ટ્રાવેલ્સના માલીકને દબાણ આપતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જયદિપસિંહ હસમુખસિંહ રાજપુતે પાસે રૂપિયા ૫,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ રકઝકના અંતે છેલ્લે રૂપિયા ૩,૦૦,૦૦૦/- આપવાના નક્કી થયું હતું. જેથી રૂ ૧,લાખ 70 હજાર ટાઉટને આપવા માટે પોલીસ મથક બોલાવ્યો હતો.આખું પ્રકરણ ઉજાગર થયા બાદ ધરપકડ કરાયેલ પોલીસ ઇન્સ્પેકટરને બુધવારે કોર્ટમાં રજુ કરવામાં આવતા તેના એક દિવસીય રિમાન્ડ કોર્ટે મજનૂર કર્યા હતા.

Most Popular

To Top