Entertainment

વૃદ્ધ નાગરિકોને છેતરવા બદલ ભારતીય-અમેરિકનને 51 મહિનાની સજા

વોશિંગ્ટન, તા. 3સમગ્ર દેશમાં વરિષ્ઠ નાગરિકોને નિશાન બનાવીને બનાવટી સામાજિક સુરક્ષા કૌભાંડ આચરવા બદલ એક ભારતીય-અમેરિકનને યુએસ કોર્ટે 51 મહિનાની જેલની સજા ફટકારી છે.

જાણો ન્યાય વિભાગે આ મામલે શું જણવ્યું હતું ?
આકાશ કલ્પેશ ગાંધી અને ભારતમાં સ્થિત કોલ સેન્ટરોમાંથી સંચાલન કરતા તેના સહ-કાવતરાખોરોએ નિર્દોષ પીડિતોને નિશાન બનાવ્યા હતા અને દાવો કર્યો હતો કે જો તેઓ પીડિતની સામાજિક સુરક્ષા લાભો સાથે સંકળાયેલી કાલ્પનિક સમસ્યાઓને સુધારવા માટે તરત જ નાણાં નહીં મોકલે તો તે પીડિતો નાણાકીય વિનાશ અથવા ગુનાહિત જવાબદારીનો ભોગ બનશે.ન્યાય વિભાગે જણાવ્યું હતું કે, યોજનાની સધ્ધરતા વધારવા માટે સહ-કાવતરાખોરોએ તેમના અસંદિગ્ધ પીડિતો આગળ પોતાને સરકારી એજન્ટ તરીકે ઓળખાવ્યા હતા.

ચોક્કસ રકમ હજી સુધી નક્કી કરવામાં આવી
ટેક્સાસના ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટમાં યુએસ ડિસ્ટ્રિક્ટ જજ માર્સિયા ક્રોને ગાંધીને તેમના પીડિતોને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જેમાંથી ઘણા વૃદ્ધ છે.
ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે જણાવ્યું હતું કે, ચોક્કસ રકમ હજી સુધી નક્કી કરવામાં આવી નથી.યુએસ એટર્ની બ્રિટ ફેધરસ્ટને જણાવ્યું હતું કે, “ગાંધી જેવા બદમાશો આપણા વરિષ્ઠ નાગરિકોનો ગેરલાભ ઉઠાવે છે અને તેઓ એક ખૂબ જ મોટા નેટવર્કનો ભાગ હતા.

Most Popular

To Top