National

સરકારે સંસદમાંથી પર્સનલ ડેટા પ્રોટેક્શન ખરડો પરત ખેંચ્યો

નવી દિલ્હી: સરકારે બુધવારે પર્સનલ ડાટા પ્રોટેક્શન (Personal Data Protection) ખરડો લોકસભામાંથી પાછો ખેંચી લીધો હતો અને કહ્યું હતું કે તે નવા કાયદા સાથે આવશે જે વ્યાપક કાયદાકીય માળખામાં બંધ બેસતો હોય. ‘સરકાર ડીજીટલ અર્થતંત્ર (Digital Economy) માટે વ્યાપક કાયદાકીય માળખા માટે નવો કાયદો લાવશે’, એમ આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું. તેમણે ગૃહમાં ખરડાને પાછો ખેંચવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરકાર નવા કાયદાને સંસદમાં મૂકતા પહેલાં લોકો સાથે વ્યાપક સલાહ કરશે. સૂત્રો મુજબ આ કાયદાના બદલે એકથી વધુ કાયદા આવી શકે છે જે અંગતતા અને સાયબર સુરક્ષા માટે હશે અને સરકાર નવો કાયદો સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરી શકે છે.

સરકારે સભ્યોને એક નિવેદન મોકલ્યું હતું જેમાં આ ખરડાને પરત ખેંચવા માટેના કારણો જણાવવામાં આવ્યા હતા, આ કાયદો 11 ડિસેમ્બર 2019ના રોજ રજૂ કરાયો હતો અને નિરીક્ષણ માટે તેને સંસદની સંયુક્ત સમિતિને મોકલવામાં આવ્યો હતો. જેસીપીનો અહેવાલ લોકસભામાં ડિસેમ્બર 2021ના રોજ રજૂ કરાયો હતો. પાછા ખેંચાયેલા ખરડામાં નાગરિકની મંજૂરી વગર અંગત માહિતીઓના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. તેમાં સાથે જ તપાસ સંસ્થાઓને આ કાયદાની આ જોગવાઈથી છૂટ આપવા માટેની સત્તા સરકારને ઉપલબ્ધ કરાવવાની માગ કરાઈ હતી. આ પગલાનો ભારે વિરોધ વિરોધ પક્ષોએએ કર્યો હતો, વિરોધ પક્ષના સાંસદોએ પોતાનો અસંતુષ્ટ થયા હોવાનો પત્ર દાખલ કરાવ્યો હતો.

સંસદની સંયુક્ત સમિતિ (JPC)એ બિલની યોગ્ય તપાસ કરી હતી અને તેમાંથી 81 સુધારાઓ શોધ્યા હતા. આ ઉપરાંત 12 ભલામણો મંજૂર કરી હતી. આ તમામ દરખાસ્તો ડિજિટલ ઈકોસિસ્ટમના કાયદાકીય માળખા માટે આપવામાં આવી હતી. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે સંયુક્ત સંસદીય સમિતિ એટલે કે જેપીસીના અહેવાલ મુજબ વિગતવાર કાયદાકીય માળખા પર કામ ચાલી રહ્યું છે. આ સ્થિતીને ધ્યાનમાં રાખી પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ 2019 પરત ખેંચી લેવા અને તેની જગ્યાએ એક નવું બિલ રજૂ કરવાનો પ્રસ્તાવ છે, જે વ્યાપક કાનૂની માળખાને અનુરૂપ છે.

સરકારનું કહેવું છે કે જેપીસીના રિપોર્ટને ધ્યાનમાં રાખી નવા કાયદાકીય માળખા પર કામ કરવામાં આવી રહ્યું છે. જેપીસીના અહેવાલને ધ્યાનમાં રાખીને, એક નવું બિલ રજૂ કરવાનો પ્રસ્તાવ છે જે દરેક પ્રકારના કાયદાકીય માળખામાં બંધબેસે છે. આ બિલ પહેલા જ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે અને 12 ડિસેમ્બર 2019 ના રોજ, આ બિલને સંસદના બંને ગૃહોની સંયુક્ત સમિતિને પરીક્ષા અને ભલામણો માટે મોકલવામાં આવ્યું હતું. 16 ડિસેમ્બર 2021 ના ​​રોજ સંસદના બંને ગૃહો સમક્ષ સુધારેલા બિલ સાથેનો વિગતવાર અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top