SURAT

સ્વાઇન ફ્લૂમાં સુરતની મહિલાનું મોત, એક દર્દી વેન્ટિલેટર ઉપર

સુરત: (Surat) શહેરમાં કોરોનાના કેસની સાથે સાથે સ્વાઇન ફ્લૂએ (Swine Flu) લાંબા સમય બાદ માથું ઊંચક્યું છે. આજે શહેરમાં સ્વાઇન ફ્લૂના વધુ પાંચ કેસ નોંધાયા છે. વિતેલા 15 દિવસમાં આજના 5 કેસ સહિત કુલ 32 કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. સ્વાઇન ફ્લુની સારવાર હેઠળનો એક દર્દી વેન્ટિલેટર ઉપર જ્યારે આજે નાના વરાછાની મહિલાનું મોત (Varacha Lady Death) થયું હોવાનું જાણવા મળ્યું છે.

  • સ્વાઇન ફ્લૂમાં સુરતની મહિલાનું મોત, એક દર્દી વેન્ટિલેટર ઉપર
  • બુધવારે નવા 5 કેસ સહિત વિતેલા પખવાડિયામાં શહેરમાં કુલ 32 કેસ નોંધાયા
  • સ્વાઇન ફ્લૂના કેસ વિતેલા 15 દિવસથી વધ્યા છે
  • નાના વરાછાની મહિલાનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે

આરોગ્ય વિભાગ પાસેથી મળતી વિગતો અનુસાર નાના વરાછા વિસ્તારમાં રહેતી 49 વર્ષિય મહિલાનો ગઇ તારીખ 22મીના રોજ સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દરમિયાન તેનું આજે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઉપરાંત ભાઠેના વિસ્તારની 54 વર્ષિય મહિલાનું પણ આજે સ્વાઇન ફ્લુની સારવાર હેઠળ મોત થયું છે. સ્વાઇન ફ્લૂના કેસ વિતેલા 15 દિવસથી વધ્યા છે. આજે નવા 5 કેસ નોંધાવા સાથે અત્યાર સુધીમાં કુલ 32 કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, તાવ આવવા સાથે શરદી ખાંસી અને ફ્લૂને કારણે દર્દીઓને શ્વાસમાં તકલીફ થવાનાં લક્ષણો દર્દીઓમાં જણાયા છે. ભાઠેનાની મહિલાનું સ્વાઈન ફલૂથી મોત અંગે ઓડિટ બાકી હોવાથી આરોગ્ય વિભાગ દ્વારા આજે સ્વાઇન ફ્લૂથી એક જ મોત થયાનું જાહેર કરાયું છે.

સુરત જિલ્લામાં કોરોનાના વધુ 38 કેસ પોઝિટિવ
સુરત: સુરત જિલ્લામાં કોરોનાના વધુ 38 કેસ પોઝિટિવ નોંધાતા સાથે અત્યાર સુધી કુલ પોઝિટિવ દર્દીની સંખ્યા 43865 થઇ છે. કોરોનામાં કુલ મરણાંક 559 તેમજ પોઝિટિવ કેસની વાત કરીએ તો બારડોલી તાલુકામાં 4, ચોર્યાસી તાલુકામાં 2, કામરેજમાં 6, મહુવામાં 2, માંડવીમાં 7, માંગરોળમાં 7, ઓલપાડમાં 2 તેમજ પલસાણામાં 7 અને ઉમરપાડામાં 1 કેસ પોઝિટિવ નોંધાયો છે. જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 256 તેમજ 23 પેશન્ટ સાજા થતા આજે રજા આપવામાં આવી છે.આ સાથે સુરત જિલ્લામાં કુલ ડિસ્ચાર્જ પેશન્ટની સંખ્યા 43050 થઇ છે.

Most Popular

To Top