Dakshin Gujarat

છત માથે પડતા મહિલા ઘાયલ : ઘટનાના વિડીયો થયા વાયરલ

ભરૂચ, તા.03 ભરૂચના (Bharuch)કોટ પારસીવાડમાં જર્જરિત( Dilapidated) 3 મંજલી ઈમારતનો (building) કેટલોક ભાગ તૂટી પડતા ઘરમાં રહેલી મહિલા કાટમાળમાં દબાઈ હોવાના લાઈવ સીસીટીવી સામે આવ્યા છે. ગંભીર રીતે ઘવાયેલી મહિલાને વધુ સારવાર માટે સુરત ખસેડવામાં આવી છે.

ભરૂચમાં 400થી પણ વધુ જર્જરિત ઇમારતો

ભરૂચ શહેરમાં વર્ષો જૂની જર્જરિત 400 થી વધુ ઇમારતો અત્યંત જોખમી હોવા છતાં વર્ષોથી ભરૂચ પાલિકા માત્ર નોટિસો બજાવી પોતાની જવાબદારી નિભાવી રહી છે. ચોમાસામાં વરસાદી માહોલમાં આ મકાનો ધરાશયી થવાની કે તેમનો અમુક ભાગ તૂટી પડવાની ઘટના બની રહી છે. જેમાં ઇજા અને નુકશાની સર્જાઈ રહી છે. બુધવારે પણ ભરૂચ નગર પાલિકાના વોર્ડ નંબર-10માં આવેલા કોટ પારસીવાડ વિસ્તારમાં એક ઈમારતનો અમુક ભાગ તૂટી પડ્યો હતો.

ઘાયલ મહિલા ત્યાંજ ઢળી પડી

ત્રણ મંજલી ઈમારતનો ઉપરનો ભાગ કડડભૂસ થતા મકાનમાં નીચે રહેલી મહિલા ઉપર કાટમાળ પડ્યો હતો. મહિલા ત્યાં જ ઢળી પડી હતી. ઘટનામાં સબાના શેખ નામની મહિલાને ગંભીર ઇજા પહોંચતા ભરૂચ બાદ વધુ સારવાર અર્થે સુરત ખસેડવામાં આવ્યા છે. જેઓને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘટના બાદ ફાયર ફાઈટરો દોડતા થઈ ગયા હતા.

ફાયર વિભાગે આખો જોખમી કાટમાળ દૂર કર્યો

અને જોખમી કાટમાળને દૂર કરવા કવાયત હાથ ધરી હતી. પારસીવાડમાં સતત ઈમારત ઘસી પડવાની આ ત્રીજી ઘટના બની છે. આ ઘટનામાં મહિલા ઉપર કાટમાળ પડવાના લાઈવ સીસીટીવી સામે આવ્યા હતા

Most Popular

To Top