ધરમપુર વિધાનસભા 178 નંબરની અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે અનામત બેઠક છે. ઉમરગામથી અંબાજી સુધીના ટ્રાઈબલ બેલ્ટમાં ધરમપુરની વિધાનસભા બેઠક આ વખતે એપી...
LIC ની કેટલીક જીવનવીમા પોલીસીઓ વીમેદારનું અકસ્માતમાં અવસાન થાય તો અમુક ચોકકસ ૨કમનો વધારાનો કલેમ મળવાપાત્ર થાય એટલે કે Accidental Benefit વાળી...
આપણે બધા વારંવાર પટેલ જ્ઞાતિના લોકો અમેરિકા જવા માટે ગાંડપણની હદ વટાવી છૂટે એટલી ઘેલછા ધરાવે છે એવું કહીને પટેલ જ્ઞાતિના લોકોની...
11મી એપ્રિલ, 2016નો દિવસ ભારતના ડિજિટલ ઈતિહાસમાં મહત્ત્વનો હતો. 2008માં સ્થપાયેલી સરકારી એજન્સી નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI)...
એક જમાનામાં ‘ખાલિસ્તાન’ના નામે પંજાબમાં – ‘આઝાદ કશ્મીર’ના નામે જ્મ્મુ-કશ્મીરમાં અને પશ્ચિમ બંગાળમાં ‘નક્સલવાદ’ના નામે કત્લેઆમ થતી ત્યારે શરૂઆતમાં આવી આતંકવાદી ઘટનાઓ...
સુરત: રાજ્યમાં વિધાનસભાની અમુક બેઠકો એવી છે, જેના પર કોઇ ચોક્કસ પરિવાર કે નેતાનો જ અધિકારી હોય તેમ વરસોથી તેની સતત જીત...
ભારતમાં ઈન્ટરનેટ ક્રાંતિના ફાયદાઓ ગણવા જઈએ તો ચોપડાના ચોપડાઓ લખાઈ જાય છતાં યાદી અધૂરી જ રહેશે. આટલા વર્ષો પછી પણ સરેરાશ ભારતીયોની...
ગુજરાતના ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) ભાજપને (BJP) લાગેવળગે છે ત્યાં સુધી બે વાતોની ચર્ચા છે. એક નીતિન પટેલના (Nitin Patel) નિવેદનો...
નવી દિલ્હી: દરરોજ 1860, દર કલાકે 77 લોકોના મોત… ભારતમાં ‘કિલર’ બની રહ્યા છે આ 5 બેક્ટેરિયા (Bacteria). બેકટેરિયાના પાંચ પ્રકારો –...
સુરત : નવા શૈક્ષણિક સત્ર શરૂ થવાને હજી આઠ મહિનાનો સમય છે. દરમિયાન શહેરની સ્કૂલોએ (School) નર્સરીથી ધોરણ-1 સુધીની પ્રવેશ કાર્યવાહી શરૂ...
સુરત : વરાછા (Varacha) જુની બોમ્બે માર્કેટમાં કાપડની દુકાન (Shop) ખોલી કરોડો રૂપિયાનું ઉઠમણુ કરી છેતરપિંડીના ગુનાઓમાં વોન્ટેડ બે આરોપીઓને ક્રાઈમ બ્રાંચે...
સુરત : એક બાજુ સુરતમાં (Surat) સૌરાષ્ટ્રવાસી વિસ્તારની બેઠકો પર ભાજપ (BJP) માટે આપનો મજબુત પડકાર ઉભો થયો છે. ત્યારે કતારગામ બેઠક...
સુરત: કોંગ્રેસના (Congress) રાહુલ ગાંધીની કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રા પર આકરા પ્રહાર કરતાં મંગળવારે ભાજપના (BJP) રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ...
ગાંધીનગર : કોંગ્રેસમાં 50થી 75 લાખમાં ટિકીટ માટે મારી પાસે એક હિન્દી ભાષીએ ફોન કરીને રૂપિયા માંગ્યા તેવો આક્ષેપ કરનાર ગાંધીનગર જિલ્લાના...
ગાંધીનગર : સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાત (South Gujarat) બાદ હવે પીએમ (PM) નરેન્દ્ર મોદી ફરીથી આવતીકાલે ગુજરાતના (Gujarat) પ્રવાસે આવી રહ્યાં છે....
ગાંધીનગર : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) બે તબક્કામાં યોજાનાર છે. પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ થનાર છે. જ્યારે બીજા તબક્કાનું...
સુરત : અલથાણ (Althan) ખાતે રહેતા અને ઉધના-મગદલ્લા રોડના રૂપલ ઇન્ડસ્ટ્રીઝમાં કાપડના કારખાનેદાર પાસેથી મુંબઈના (Mumbai) વેપારીએ 23.71 લાખનું ગ્રે કાપડ ખરીદી...
નવસારી : નવસારી (Navsari) જિલ્લો બાગાયતી જિલ્લો છે. ખાસ કરીને કેરી (Mango) અને ચીકુનો પાક અહીંના ખેડૂતો માટે રોકડિયા પાક છે. વરસાદની...
નોર્ધન કમાન્ડના ચીફ (Northern Command Chief) લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ (Lieutenant General Upendra Dwivedi) પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) પર મોટું નિવેદન આપ્યું...
બારડોલી: ભારતીય જનતા પાર્ટીએ (BJP) તાલુકા પંચાયત બેઠક દીઠ બનાવવામાં આવેલા ચૂંટણી (Election) કન્વીનરમાં અકોટી બેઠક પર એક બુટલેગરને કન્વીનર બનાવતાં ચર્ચાનો...
સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં આહવામાં આવેલા વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ (Student) આજરોજ ડાંગ જિલ્લા પ્રાયોજના વહીવટદારને સંબોધીને આવેદનપત્ર...
સુરત: શહેરમાં આજે બીજા દિવસ પણ ઠંડીનો (Cold) ચમકારો યથાવત રહ્યો હતો. મહત્તમ તાપમાનમાં અડધો ડિગ્રી વધારો નોંધાયો છતા વહેલી સવારે કડકડતી...
બીલીમોરા : બીલીમોરા (Belimora) રેલવે સ્ટેશનથી (Railway station) મુંબઈ (Mumbai) તરફ પસાર થતી અમદાવાદ (Ahmedabad) મુંબઈ ડબલ ડેકર ટ્રેનની (Train) અડફેટે એક...
સુરત: (Surat) અમરોલી ખાતે રહેતા અને પ્રિન્ટીંગ પ્રેસ જોબવર્કનું કામ કરતા વેપારી (Trader) લોકરમાંથી 2.70 લાખ લઈને ઘરે જતા હતા ત્યારે બાઈક...
પલસાણા: પલસાણા (Palsana) તાલુકાના વરેલી ગામે વી.ટી. પ્લાસ્ટ નામની ફેક્ટરીમાં ગત વર્ષે આગના (Fire) બનાવમાં બે કામદારનાં મોત (Death) નીપજ્યાં હતાં. ત્યારબાદ...
બીલીમોરા : બીલીમોરા રેલવે ઓવરબ્રિજના અધૂરા સર્વિસ રોડના (Service Road) કારણે પશ્ચિમ વિસ્તારમાં એમ.જી.રોડ પર આવેલા વોર્ડ નંબર 2 ની નાગરજી પટેલ...
વલસાડ : ગુજરાત (Gujarat) સામાન્ય વિધાનસભા ચૂંટણી-2022 (Election) અન્વયે વલસાડ (Valsad) જિલ્લામાં પાંચ બેઠક ઉપર તા. 1 ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે....
કામરેજ: કામરેજ તાલુકા લાડવી ગામે માહ્યાવંશી ફળિયામાં વિકાસ અમરતભાઈ પરમાર (ઉં.વ.32) રહે છે. ઉંભેળ પાસે આવેલા મારુતિના શો રૂમમાં (Maruti showroom) મિકેનિક...
દોહાઃ (Doha) કતારમાં (Qatar) ચાલી રહેલા ફિફા વર્લ્ડ કપમાં (FIFA World Cup) મંગળવારે મોટી ઉથલપાથલ જોવા મળી હતી. છેલ્લી 36 મેચોથી અજેય...
મુંબઈ: હોલીવુડની (Hollywood) મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંની એક ‘અવતારઃ ધ વે ઓફ વોટર’ (Avatar: The Way of Water) ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં આવવાની...
ટીંબા ગામનું આરોગ્ય મંદિર બે વર્ષથી અધૂરું: ગ્રામજનો આરોગ્ય સુવિધાથી વંચિત, તાત્કાલિક કામ પૂર્ણ કરવાની માંગ
પુનિયાદ–આનંદી માર્ગ પર નાળું તૂટી પડવાની ભીતિ: ચોમાસા પહેલાં સમારકામ ન થાય તો માર્ગ બંધ થવાનો ખતરો
કરજણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો, કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા
ગુજરાત પોલીસનો ડ્રગ માફિયાઓ પર ‘AI’ પ્રહાર , લોન્ચ કર્યું દેશનું પ્રથમ ‘NARIT AI’ ટૂલ
ભાજપનું ‘માસ્ટરસ્ટ્રોક’ લિસ્ટ: પૂર્વ IPS મનોજ નિનામાને ગણતરીના કલાકોમાં ટિકિટ, સુરેન્દ્રનગરમાં ‘રિપીટ થિયરી’
સાયબર ગુનેગારો સાવધાન ! ગુજરાત પોલીસ એક્શન મોડમાં: ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવે ફૂંક્યું ‘પ્રોએક્ટિવ અભિગમ’નું રણશિંગુ
બજાર ખુલતાં જ તેજી:સેન્સેક્સ 736 અને નિફ્ટી 227 પોઈન્ટ ઉછળ્યા, સોના-ચાંદીમાં ઘટાડો
આણંદના સર્વાંગી વિકાસ માટે કોંગ્રેસનો ‘જનતાનો મેનિફેસ્ટો’ જાહેર
આસામ HSLC Result 2026 જાહેર
અમદાવાદમાં ‘સ્વેપ’ અભિયાનથી મતદાતા જાગૃતિ અભિયાન- 1.5 લાખ વિદ્યાર્થીઓ જોડાયા
રૂસ્તમપરા: રૂસ્તમજી માણેક નામના સુવર્ણ અક્ષરથી લખાયેલો વિસ્તાર
રાજકોટના ઉમેદવારો માટે ,ભાજપમાં અંતિમ ઘડી સુધી નેતાઓનું લોબિંગ
ચૂંટણી રોકવા દિનેશ બાંભણિયા સુપ્રીમ પહોંચ્યા
34 IAS અધિકારીઓને ચૂંટણી નિરીક્ષકની કમાન
સોના-ચાંદીના ભાવમાં ફરી તેજી,બજાર ‘કન્સોલિડેશન’ ફેઝમાં, નજીકના સમયમાં શું સંકેત?
ઢોસાના ખીરામાં ઝેરી પદાર્થની હાજરી મળી
LPGના નિયમોમાં સુધારાથી ઔદ્યોગિક એકમોને લાભ
પનીર માટે હોટેલ, રેસ્ટોરન્ટ અને ઢાબા પર ચેકિંગ
બોડેલી નગરપાલિકા ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર થતાં રાજકીય હલચલ: ક્યાંક ખુશી તો ક્યાંક અસંતોષનો માહોલ
ખેડા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા
બંગાળ ચૂંટણી ૨૦૨૬
CWG ટીમની પ્રથમ ગુજરાત
રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશને ફરી તક: રાષ્ટ્રપતિ દ્વારા સભ્ય તરીકે નિમણૂંક
તે આ શું કર્યું? માસૂમ ચહેરા પાછળ છુપાયેલું ખૂની મન
દોઢસો વર્ષનું છે ઝાંપાનું કુંભારવાડ, અહીંની 100થી વધુ માટીની વેરાયટીનું આકર્ષણ
સયાજીગંજ સિલ્વરલાઈન કોમ્પ્લેક્સના વીજ મીટરમાં શોર્ટ સર્કિટથી આગ
અમદાવાદમાં ચૂંટણી માટે ‘સિંગલ વિન્ડો સિસ્ટમ’ જાહેરસભા-સરઘસની પરવાનગી હવે એક જ જગ્યાએ મળશે
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને પગલે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓના નવી તારીખ જાહેર કરી
દરેક ક્ષેત્રે ટેક્નોલોજી અપનાવતા સુરતીઓહાઈરાઈઝ કોમ્પ્લેક્સથી લઈ સોસાયટીઓના મેનેજમેન્ટ અને સિક્યોરિટીમાં ઑટોમેશન
‘ભારત ગૌરવ ટ્રેન’ દ્વારા મે માસમાં ‘દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા’નું આયોજન
ધરમપુર વિધાનસભા 178 નંબરની અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે અનામત બેઠક છે. ઉમરગામથી અંબાજી સુધીના ટ્રાઈબલ બેલ્ટમાં ધરમપુરની વિધાનસભા બેઠક આ વખતે એપી સેન્ટર તરીકે જાણીતી બની છે. અહીં થયેલા આદિવાસી આંદોલનને કારણે આખા આદિવાસી સમાજમાં આ વિસ્તાર આદિવાસીઓનો અવાજ થઈને ગુંજ્યો છે. ધરમપુર વિધાનસભા બેઠક ઉપર આ વખતે ત્રિપાંખિયો જંગ છે. ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના ઉમેદવાર વચ્ચે મુખ્ય મુકાબલો છે. આમ તો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ મુખ્ય કટોકટ ટક્કર છે.
પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવાર કમલેશભાઈ પટેલ પણ આદિવાસીઓમાં સારી પકડ ધરાવે છે. તેથી આપ પાર્ટીને સ્પર્ધામાં નથી તેવું કહેવું ધરમપુર બેઠક ઉપર યોગ્ય નહીં ગણાય. પરંતુ જે પ્રકારે ભાજપના ઉમેદવાર અરવિંદભાઈ પટેલ તેમજ કોંગ્રેસના ઉમેદવાર માજી સાંસદ કિશનભાઈ પટેલે આ ચૂંટણી જીતવા માટે કોઈ કસર બાકી નથી રાખી તે જોતા વિધાનસભાની આ ચૂંટણી ખૂબ રસાકસીવાળી બની ગઈ છે.
ધરમપુર વિધાનસભામાં વલસાડના 41 ગામ તથા ધરમપુરના 108 ગામનો સમાવેશ થયો છે. ધરમપુર વિધાનસભા બેઠક ઉપર 2,51,084 મતદારો નોંધાયેલા છે. જે પૈકી પુરુષ મતદારોની સંખ્યા 1,25,269 તેમજ સ્ત્રી મતદારોની સંખ્યા 1,25,815 છે. આ બેઠક ઉપર નવ ઉમેદવારો મેદાનમાં છે. ભાજપ, કોંગ્રેસ, આપ તથા ત્રણ અપક્ષ તેમજ બીએસપી, બીટીપી,સીપીઆઈ નો સમાવેશ થાય છે. ધરમપુર વિધાનસભા બેઠક ભાજપ જાળવી રાખશે કે કોંગ્રેસ ફરી છીનવી લેશે. આપ આ બેઠક પર કેવો દેખાવ કરશે તે તો હવે મતદાન અને મતગણતરી બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે. પરંતુ ધરમપુર બેઠકની ચૂંટણી ખૂબ રસાકસીભરી છે એ વાત ચોક્કસ છે.
ધરમપુર વિધાનસભા બેઠક વિશે
ધરમપુર વિધાનસભા બેઠકથી 2012માં સિમાંકનમાં ફેરફાર બાદ વાંસદા બેઠક અલગ કરવામાં આવી. આ પહેલા વાંસદા-ધરમપુર બેઠક એક હતી. ધરમપુર વિધાનસભામાં વાંસદાનો કેટલોક ભાગ આવતો હતો. પરંતુ નવા સિમાંકન બાદ હવે ધરમપુરની અલગ વિધાનસભા બેઠક બની છે. હવે સમીકરણો બદલાઇ ગયા છે. પહેલા અહીં 1962ની પહેલી ચૂંટણીમાં પીએસપી(પ્રજા સોશ્યલીસ્ટ પાર્ટી)ના ઉમેદવાર રામુભાઇ જાદવ જીત્યા હતા. ત્યારે બાદ 1967માં કોંગ્રેસના બી.કે.પટેલ જીત્યા હતા. જાકે 1972 તથા 1975ની ચૂંટણી ઇન્ડીયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર રામુભાઇ જાદવ જીત્યા હતા. ઇંદીરા કોંગ્રેસના ઉમેદવાર હાર્યા હતા. 1980માં કોંગ્રેસ(આઇ)ના શંકરભાઇ પટેલ જીત્યા ત્યાર બાદ 1995માં ભાજપના મણીભાઇ ચૌધરી પહેલી વખત ચૂંટણી જીત્યા હતા. ત્યાર બાદ સાંસદ બનતા તેમના ભાઇ હીરાભાઇ ચૌધરી પેટા ચૂંટણી જીત્યા બાદ 1998માં ફરી આ બેઠક પર જીત્યા હતા. 2002માં કિસનભાઇ પટેલે આ બેઠક ભાજપ પાસે આંચકી લઇ કોંગ્રેસને જીત અપાવી હતી. ત્યાર બાદ કોંગ્રેસના છનાભાઇ ચૌધરી 2007માં આ બેઠક પર જીત્યા હતા. તેમજ 2012ની ચૂંટણીમાં કોંગ્રેસના ઇશ્વરભાઇ પટેલનો વિજય થયો હતો. ભાજપના અરવિંદભાઈ પટેલનો 2017ની ચૂંટણીમાં વિજય થયો હતો.

રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ મુખ્ય મુદ્દો
પાર-તાપી-નર્મદા રિવર લીંક પ્રોજેક્ટનો વિરોધનો મુદ્દો અહીં સૌથી પ્રભાવી મુદ્દો આ ચૂંટણીમાં જોવા મળે છે. વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આદિવાસી નેતાઓએ આ મુદ્દાને લઈને રેલીઓ કાઢીને વિરોધ દર્શાવ્યો હતો. આ આંદોલન આખા આદિવાસી પટ્ટામાં ચાલ્યું હતું. આ આંદોલનમાં કમલેશભાઈ પટેલ તેમજ કલ્પેશભાઈ પટેલ પણ સામેલ હતા. જોકે ભાજપના આગેવાનોએ આવી કોઈ યોજના અહીં નહીં આવે તેવું વારંવાર આશ્વાસન આપીને કોઈ આદિવાસીની જમીન નહીં જાય તેવું જણાવ્યું હતું. પરંતુ આ મુદ્દો હજી અહીં મુખ્ય મુદ્દો છે. આ ઉપરાંત પીવાના પાણી અને મોંઘવારી તેમજ રોજગારી જેવા મુદ્દાપણ ચૂંટણીમાં ચર્ચામાં છે.
