Business

મુંબઈના વેપારીએ ઉધના-મગદલ્લા રોડના કારખાનેદાર પાસે ગ્રે કાપડ ખરીદ્યો, પેમેન્ટનો વાયદો કરી…

સુરત : અલથાણ (Althan) ખાતે રહેતા અને ઉધના-મગદલ્લા રોડના રૂપલ ઇન્ડસ્ટ્રીઝમાં કાપડના કારખાનેદાર પાસેથી મુંબઈના (Mumbai) વેપારીએ 23.71 લાખનું ગ્રે કાપડ ખરીદી પેમેન્ટ (Payment) નહી ચુકવી છેતરપિંડી (Fraud) કરી હોવાની ફરિયાદ ખટોદરા પોલીસ સ્ટેશનમાં (Police Station) નોંધાઈ હતી. અલથાણ ખાતે સાંઈ કેજી ફ્લેટસમાં રહેતા 29 વર્ષીય દીપ અશ્વિનકુમાર જરીવાલા ઉધના મગદલ્લા રોડ પર ચોસઠ જોગણીમાતાના મંદિર પાસે રૂપલ ઇન્ડસ્ટ્રીઝ-૧ માં ખાતું ધરાવે છે. તેમણે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ખુશી ઇન્પેક્ષના પ્રોપાઇટર ભરત હીરા ઢીલાની સામે ફરિયાદ નોંધાવી હતી.

બાલાજી લેસ નામે કાપડનું કારખાનું ધરાવતા દીપ જરીવાલાનો સપ્ટેમ્બર 2021 માં મુંબઇના બોરીવલ્લી ઇસ્ટમાં ખુશી ઇન્પેક્ષ નામે લેસનો ધંધો કરતા ભરતભાઈ સાથે ઇન્ડિયા માર્ટ વેબસાઇટ પર સંર્પક થયો હતો. સુરતના અનેક વેપારી પાસેથી લેસ અને ગ્રે કાપડ ખરીદી સમયસર પેમેન્ટ ચુકવે છે તેમ કહી ભરતે દીપને વિશ્વાસમાં લીધો હતો. અને બાદમાં ટ્રાન્સપોર્ટ મારફતે 24.71 લાખ રૂપિયાનું ગ્રે કાપડ મંગાવ્યું હતું. પંદર દિવસમાં પેમેન્ટના વાયદે કાપડ ખરીદી એડવાન્સ પેટે ભરતે 1 લાખ રૂપિયા ચુકવ્યા હતા. બાકી પેમેન્ટ પેટે અલગ અલગ રકમના 11.24 લાખના 16 ચેક આપ્યા હતા. દીપે આ ચેક બેંકમાં ડિપોઝીટ કરતા રીટર્ન થયા હતા. મુંબઇ જઇ તપાસ કરતા ભરતે તેની ઓફિસ અને દુકાનને તાળા મારી તથા ફોન બંધ કરી ગાયબ હતો. અંતે તેને ખટોદરામાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

ભટારના વેપારીની દલાલ સાથે મળી વેસુના વેપારી સાથે 42.63 લાખની છેતરપિંડી
સુરત : વેસુ ખાતે રહેતા કાપડ વેપારીને ભટારમાં રહેતા કાપડના વેપારીએ દલાલ મારફતે ગ્રે કાપડની ખરીદી કરી 42.63 લાખનું પેમેન્ટ નહી ચુકવી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. વેસુ વીઆઈપી રોડ પર સ્ટાર ગેલેક્ષી એપાર્ટમેન્ટમાં રહેતા 46 વર્ષીય આશિષ આનંદકુમાર જૈન રીંગરોડ ઉપર આવેલા મેટ્રો ટાવરમાં કાપડનો વેપાર કરે છે.

આશિષભાઈએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં શ્યામ ફેશનના પ્રોપાઇટર દિનેશ જેઠાલાલ પટેલ (રહે. કોરલ હાઇટ્સ શિખર હાઇટ્સની સામે અલથાણ ભીમરાડ રોડ) તથા કાપડ દલાલ હિતેષ ઉર્ફે સોનુ અગ્રવાલ (રહે. ફ્લેટ નંબર 301 વૈભવ એપાર્ટમેન્ટ અશોક પાન પાર્લર પાસે, માખણ ભોગવાળી ગલી, સીટીલાઇટ) ની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. વર્ષ 2021 થી 2022 સુધીમાં કાપડ દલાલ હિતેષ ઉર્ફે સોનુ અગ્રવાલ તથા દિનેશ જેઠાલાલ પટેલે મહાવીર પ્રિન્ટ્સ નામની દુકાનમાં અલગ અલગ બીલ ચલણથી ટુકડે ટુકડે કુલ રૂપિયા 55.04 લાખનું ગ્રે કાપડ ખરીદ્યું હતું. બાદમાં તે પૈકી રૂપિયા 12.40 લાખની ચુકવણી કરીને રૂપિયા 42.63 લાખની ચુકવણી કરી નહોતી. આ પેમેન્ટ બાબતે અનેક વખત ઉઘરાણી કરી છતા પેમેન્ટ નહીં આપી ઉપરથી ગાળો આપી જાનથી મારી નખાવવાની ધમકી આપી હતી. પોલીસે છેતરપિંડીની ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top