Gujarat

રાજ્યમાં 16 હજારથી વધુ સંવેદનશીલ મતદાન મથક

ગાંધીનગર : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) બે તબક્કામાં યોજાનાર છે. પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ થનાર છે. જ્યારે બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરના રોજ થશે. જ્યારે 8મી ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. ત્યારે આ ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે ચૂંટણી પંચ દ્વારા પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યમાં બંને તબક્કાની ચૂંટણીમાં અંદાજે 16,000 થી વધુ મતદાન મથકો સંવેદનશીલ છે. આ તમામ મતદાન મથકો ઉપર પેરા મિલિટરી ફોર્સ તૈનાત કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મતદાનને લઈ ચૂંટણી પંચ દ્વારા પણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બીજી તરફ તમામ રાજકીય પાર્ટીઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બની છે. સાથે જ ચૂંટણી પંચ-વહીવટી તંત્ર શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે આયોજનમાં લાગ્યુ છે. 2022ની વિધાનસભાની ચૂંટણી માટે 25,430 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જે પૈકી અંદાજે 16000 જેટલા મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા છે. આ સંવેદનશીલ મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ રીતે અને કોઈપણ જાતની ગરબડી ન થાય તે માટે પોલીસ ઉપરાંત પેરા મિલિટરી ફોર્સના જવાનોને ફરજ પર ગોઠવવામાં આવ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાનાર છે. પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ થનાર છે. જ્યારે બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરના રોજ થશે. જ્યારે 8મી ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કામાં વિધાનસભાની 89 બેઠકો ઉપર મતદાન થશે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો ઉપર મતદાન યોજાશે.

Most Popular

To Top