Entertainment

‘અવતાર 2’નું એડવાન્સ બુકિંગ શરૂ, થિયેટરોમાં ફિલ્મ 24 કલાક ચાલશે

મુંબઈ: હોલીવુડની (Hollywood) મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંની એક ‘અવતારઃ ધ વે ઓફ વોટર’ (Avatar: The Way of Water) ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં આવવાની છે. જેમ્સ કેમરોન (Gems Camron) દ્વારા નિર્દેશિત આ ફિલ્મની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. તે જ સમયે, હવે ‘અવતાર 2’ના ચાહકો માટે એક સારા સમાચાર છે.  ખરેખર ફિલ્મ રિલિઝ થવાના 25 દિવસ પહેલાં આજે તા. 22 નવેમ્બરથી જ સમગ્ર ભારતમાં ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. આ સાથે જ ફિલ્મનું નવું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે, જે બાદ તે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે.

  • 13 વર્ષ બાદ અવતાર સિરીઝનો પાર્ટ ટુ 16 ડિસેમ્બરે રિલીઝ થશે
  • ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યું
  • ભારતમાં ફિલ્મ 6 ભાષામાં રિલિઝ કરવામાં આવશે

હોલિવૂડની સૌથી સફળ ફિલ્મોમાંથી એક ‘અવતાર’ વર્ષ 2009માં રિલીઝ થઈ હતી. તે વર્ષે આ ફિલ્મ ઓસ્કાર એવોર્ડ જીતી ચૂકી છે. જેમ્સ કેમરૂનની ‘અવતારઃ ધ વે ઓફ વોટર’ ફિલ્મની ચાહકો છેલ્લાં 13 વર્ષથી રાહ જોઈ રહ્યા છે. ‘અવતાર 2’ના એડવાન્સ બુકિંગની સાથે જ ફિલ્મનું જબરદસ્ત ટ્રેલર પણ લોન્ચ કરવામાં આવ્યું છે. ‘અવતાર 2’ ના પાત્રોના જુદા જુદા પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર Avatar: The Way of Water ફિલ્મનું ટ્રેલર ટ્રેન્ડ કરવા લાગ્યું છે.

‘અવતારઃ ધ વે ઓફ વોટર’ 16 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે અને તેનું એડવાન્સ બુકિંગ આજે તા.22 નવેમ્બરથી જ દેશભરમાં શરૂ થઈ ગયું છે. આ ફિલ્મ હિન્દી, અંગ્રેજી, મલયાલમ, તમિલ, કન્નડ અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે. આ ઉપરાંત અવતાર સિરીઝના ફેન્સ માટે ખુશીની વાત એ છે કે આ ફિલ્મ દેશભરમાં કેટલાંક પસંદગીના મલ્ટીપ્લેક્સમાં 24 કલાક પ્રદર્શિત કરવામાં આવશે. ફિલ્મનો પહેલો શો મધ્યરાત્રિ 12 વાગ્યે શરૂ થશે.

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

તમને જણાવી દઈએ કે ‘અવતાર 2’ નું ડિરેક્શન જેમ્સ કેમરન દ્વારા સંભાળવામાં આવ્યું છે અને તેને 20મી સેન્ચ્યુરી સ્ટુડિયો દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યું છે. અવતાર ફ્રેન્ચાઈઝીની પહેલી ફિલ્મ 2009માં આવી હતી, જેણે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ વખતે ફિલ્મમાં ‘ટાઈટેનિક’ ફેમ કેટ વિન્સલેટ, ક્લિફ કર્ટિસ સહિત અન્ય ઘણા સ્ટાર્સ પણ જોવા મળવાના છે.

Most Popular

To Top