Gujaratmitra Daily Newspaper - Since – 1863

Top News

More Posts

   The Latest

Most Popular

પૈસાની લેવડ – દેવડ માટે બેન્કમાં જવું પડે. પુસ્તકોનું વાંચન કરવું હોય તો પુસ્તકાલયમાં જવું પડે, કેમકે ત્યાં જુદા -જુદા પુસ્તકોનો સંગ્રહ હોય છે, જુદા જુદા પ્રાણીઓ જોવા હોય – તો પ્રાણી સંગ્રહાલયમાં જવું પડે છે. તેવી જ રીતે માનવ – જીવનને જીવતદાન આપતા – જુદા જુદા ગૃપના લોહીની જરૂરીયાત હોય – તો બ્લડ-બેન્કમાં જવું પડે લોહીનું એક-એક બુંદ કિંમતી હોય છે, જીવન – મરણ વચ્ચે – ઝોલાં ખાતા દર્દીને સમયસર લોહી મળી જાય તો જીવતદાન મળે છે. બીજા કોઇ દાન ન કરો તો વાંધો નહીં પરંતુ યુવા વર્ગે તો રકતદાન અવશ્ય કરવું જોઇએ, એક ગીતકારે બહુ સરસ જીવનની વ્યાખ્યા લખી છે.
‘મધુબન ખુશ્બુ દેતા હૈ.
સાગર સાવન દેતા હૈ.
જિના ઉસકા, જિના હૈ.
જો ઔર કો જિવન દેતા હૈ’-
તરસાડા  – પ્રવીણસિંહ મહિડા        – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

To Top