National

નોઈડામાં મચ્છર ભગાડવાની દવાનો છંટકાવ કરતા 16 મહિલાઓ થઈ બેભાન

નોઈડા: નોઈડા (Noida) સેન્ટ્રલ ઝોનના કોતવાલી ઈકોટેક 3 વિસ્તારમાં બનેલી ઈલેક્ટ્રોનિક કંપનીમાં (electronic company) મચ્છર (mosquito) ભગાડનાર દવાનો છંટકાવ (spraying) કરવામાં આવ્યો હતો. આ પછી કંપનીમાં કામ કરતી 16 મહિલાઓ બેભાન (unconscious) થઈ ગઈ. તેને સારવાર માટે હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે.

  • નોઈડાની એલજીન ઈલેક્ટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં મચ્છર મારવાની દવાનો છંટકાવ કરવામાં આવ્યો
  • મચ્છર મારવાની દવાનો છંટકાવ થતાં ઓફિસમાં કામ કરતી મહિલાઓ થઈ બેભાન
  • 16 મહિલાઓને તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરાઈ
  • હાલમાં મહિલાઓની સારવાર ચાલી રહી છે
  • છંટકાવ કરવામાં ઉપયોગમાં લેવાયેલી દવાને કબજે કરાઈ
  • પોલીસ તપાસ શરૂ કરી

એસ્ક્લેપિયસ હોસ્પિટલની બહાર બેહોશ થયેલી મહિલાઓના સંબંધીઓની ભીડ છે. મચ્છર નિવારક દવાનો છંટકાવ કર્યા બાદ એક પછી એક 16 મહિલાઓ અચાનક બેભાન થઈ ગઈ હતી. ડીસીપી નોઈડા સેન્ટ્રલ રાજેશે જણાવ્યું હતું કે, “એલજીન ઈલેક્ટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડ કંપની ઈકોટેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્લોટ નંબર 27 અને 28માં બનેલી છે. અહીં મચ્છર ભગાડનાર દવાનો છંટકાવ કરવામાં આવ્યો હોવાની માહિતી કર્મચારીઓ પાસેથી મળી છે.

તેમણે વધુમાં કહ્યું, “કંપનીમાં કામ કરતી 16 મહિલાઓ દવાના પ્રભાવ હેઠળ બેહોશ થઈ ગઈ. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ તમામ મહિલાઓની સારવાર ચાલી રહી છે. એકપણ મહિલાની હાલત નાજુક નથી.” ડીએસપી નોઈડા સેન્ટ્રલએ કહ્યું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ સારી છે. આથી કંપની પર પોલીસની ટીમો મુકવામાં આવી છે. પોલીસની ટીમો આ મામલે તપાસ કરી રહી છે. આ સાથે મચ્છર ભગાડનાર દવા પણ જપ્ત કરવામાં આવી છે.

Most Popular

To Top