SURAT

સુરતમાં થાળી વેલણ લઇ મહિલાઓ પહોંચી ગઈ કલેક્ટર કચેરી

સુરત: સુરતમાં સરકારી (GOVT) કર્મચારીઓ (Employee) બાદ હવે આંગણવાડીની (Anganwadi)બહેનો હડતાળ (Strike) પર ઉતરી ગઈ હતી.સોમવારે કર્મચારી બહેનો થાળી વેલણ લઇ સુરત જિલ્લા કલેક્ટર (District Collector) પહોંચી હતી અને બહેરી સરકારને જગાવવાનો પ્રયાસ કર્યો હતો.અને આવેદનપત્રના માધ્યમથી તેમનો પ્રસ્થાવ સરકાર સમક્ષ મુક્યો હતો. લઘુત્તમ વેતન,પ્રમોશન અને આંગણવાડીની બહેનોને સરકારી કર્મચારી ઘોષિત કરવાની માંગો સાથે આશા વર્કર બહેનો પણ ધરણા ઉપર બેસી ગયા હતા. દિલ્હી ગેટ ચાર રસ્તા ખાતે મોટી સંખ્યામા કર્મચારી બહેનોએ વિરોધ કરી તેમનો બળાપો ઠાલવ્યો હતો.અને તેમના જલત મુદ્દાને લઇને એકદિવસ માટે કામકાજથી પણ અળગા રહ્યા હતા.

થાળી વેલણ વગાડી બહેરી સરકારને જગાવવાનો કર્યો પ્રયાસ
સુરત જિલ્લા કલેકટર કચેરીએ થાળી અને વેલણ મોટી સંખ્યામાં પહોંચેલી આંગણવાડીની અને આશાવર્કરની મહિલા કર્મચારી બહેનો રામધૂન ગાઈને થાળી વેલણ વગાડ્યા હતા.તેઓનું કહેવું હતું કે આ પ્રયાસ થકી તેઓએ બહેરી સરકારને જગાવવાનો પ્રયત્ન કર્યો હતો.તેઓએ અનેક વખત સરકાર તરફે તેઓની માંગો અને પ્રસ્તાવ મૂકી ચુક્યા છે જોકે હજી સુધી વર્તમાન સરકારે તેમની એકપણ માંગને સ્વીકારી ન હતી જેને લઇ તેઓ ગત 9 ઓક્ટોબરે સરકારને અલ્ટીમેશન પણ આપ્યું હતું પરંતુ તેઓની માંગ ઉપર કોઈ પણ નીવડો આવ્યો જ ન હતો જેથી આ આંગણવાડીની કર્મચારી બહેનો રસ્તા ઉપર આવી ગઈ દેખાવો કર્યા હતા.
વર્તમાન સરકારનો બહિષ્કાર કરી આપી ઉચ્ચારી
આગામી દિવસોમાં ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે.ત્યારે આંગણવાડીની બહેનોએ સરકારના કાન આમળ્યા છે.આજરોજ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવતી વેળાએ તેઓએ ચીમકી ઉચ્ચારી હતી કે,તેઓ ચૂંટણી પ્રક્રિયાનો બહિષ્કાર કરશે અને તેઓએ કોને મત આપવો તેની પણ રણનીતિ નક્કી કરશે.આ મુદ્દો માત્ર સુરત શહેરની આંગણવાડીની બહેનો પૂરતો સીમિત નથી ગુજરાતના અન્ય શહેરોમાં પણ મોટી સંખ્યામાં બહેનો આંગળવાળીની કર્મચારીઓ છે જેઓનો ટેકો પણ તેમને મળી રહ્યો છે જો સરકાર હજુ પણ કુંભકર્ણની નિંદ્રામાંથી નહિ જાગે તો તેઓએ કોને મત આપવો તેની પણ યોજના તેઓ ઘડશે તેવી ચીમકીઓ આપી હતી.
કામગીરી અંગેની માહિતી પણ જાહેર નહિ કરે
વધુમાં મહિલા કર્મચારીઓ જણાવી રહી હતી કે તેઓ આગામી દિવસો સુધી તેમનું આંદોલન સતત ચાલુ રાખશે.આ દિવસ દરમ્યાન તેઓ આંગણવાડીઓમાં જે કામ કરે છે તે અંગેની માહિત પણ સરકારને આપશે નહિ.ઉલ્લ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી તેઓ સરકાર તરફે માંગ કરી રહ્યા છે છતાં પણ તેની માંગોને લઇ સરકાર મગનું નામ મરી પાડવા માટે તૈયાર નથી.

Most Popular

To Top