Dakshin Gujarat

ભગવાનપુરા ખાતે બાઈક ગાય સાથે અથડાતા યુવાનનું મોત

અનાવલ: મહુવાના બુટવાડા તળાવ ફળિયા ખાતે રહેતા ૧૮ વર્ષીય યુવાન નવીનભાઈ દિલીપભાઈ સોલંકી તેમના મિત્રો (Friend) સાથે તેમના કામઅર્થે મોટરસાયકલ GJ19 BD 7540 લઈ જઈ રહ્યા હતા ત્યારે અનાવલ-મહુવા સ્ટેટ હાઇવે (Stat Highway) પર ભગવાનપુરા ખાતે શ્રી શ્રદ્ધા વિદ્યાલયની સામે જાહેર રસ્તા (Road) પર ગાય (Cow) આવી જતા બાઈક (Bike) ગાય સાથે અથડાતાં ગંભીર ઇજાને કારણે નવીનભાઈનું મોત (Death) નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા તેના મિત્રને ઇજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે મહુવા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભટગામમાં ટેબલ પંખાનો વીજ કરંટ લાગતાં શ્રમજીવીનું મોત
ટકારમા: ઓલપાડના ભટગામ ગામે બપોરે ઊંઘ માણી રહેલા એક શ્રમજીવીના શરીર ઉપર ચાલુ વીજ પ્રવાહ સાથેનો ટેબલ પંખો પડ્યો હતો. જેથી આ શ્રમજીવીને વીજ કરંટ લાગતાં મોત નીપજ્યું હતું. ઓલપાડના ભટગામ ગામના મોટા ફળિયામાં મિતુલ છના રાઠોડ (ઉં.વ.૨૯) રહેતો હતો. ગત રવિવાર,તા.૧૧ના રોજ આ શ્રમજીવી બપોરે ૧:૩૦ કલાકે તેના ઘરની રૂમમાં ટેબલ પંખો ચાલુ કરી બાજુમાં જમીન નીચે સૂઈ ગયો હતો.

તે ઊંઘમાં હતો, ત્યારે અચાનક તેનો હાથ પંખા સાથે અડ્યો હતો. જેથી વીજ પ્રવાહ સાથેનો ચાલુ પંખો ટેબલ પરથી તેના શરીર ઉપર પડ્યો હતો. જેના કારણે તેને વીજ કરંટ લાગતાં ત્વરિત સારવાર માટે ઓલપાડ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપર લાવવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તપાસી તેને મૃત જાહેર કર્યો હતો. આ બાબતે મૃતકની પત્ની ભાવનાએ ઓલપાડ પોલીસમથકમાં જાણ કરી હતી. જેના પગલે પોલીસે મૃતકની લાશનો કબજો લઈ ઓલપાડ ખાતેના સરકારી દવાખાનામાં પીએમ કરાવી અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. આ બાબતે વધુ તપાસ અ.હે.કો.હેમંત રતિલાલ કરી રહ્યા છે.

કુરેલ ગામના તરૂણનું બ્લોકના રસ્તા પર ચાલતા પડી જતા મોત
નવસારી : કુરેલ ગામના તરૂણનું બ્લોકના રસ્તા પર ચાલતા પડી જતા મોત નીપજ્યાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, નવસારી તાલુકાના કુરેલ ગામે નદી ફળીયામાં સતીષ સંજયભાઈ હળપતિ (ઉ.વ. 15) તેમના પરિવાર સાથે રહેતો હતો. ગત 6ઠ્ઠીએ સતીષ તેમના ઘર પાસે આવેલા સિમેન્ટ-કોંક્રીટના બ્લોકવાળા રસ્તા ઉપર ચાલતો જઈ રહ્યો હતો. ત્યારે અચાનક સતીષ પડી જતા બેભાન થઇ ગયો હતો. જેથી પરિવારજનોએ તેને તાત્કાલિક સારવાર અર્થે સુપા ગામ પી.એચ.સી. ખાતે ખસેડ્યો હતો. પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને ચકાસીને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે દિનેશભાઈ હળપતિએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ એ.એસ.આઈ. કિશોરભાઈને સોંપી છે.

Most Popular

To Top