Sports

પાકિસ્તાનની હારથી અકળાયેલા રમીઝ રાજાએ ભારતીય પત્રકારને કહ્યું, ‘તમારા લોકો તો ખુશ થશે’

દુબઈ: એશિયા કપ-2022ની (Asia Cup 2022) ફાઇનલમાં (Final) શ્રીલંકાએ (ShriLanka) પાકિસ્તાનને (Pakistan) ખરાબ રીતે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 170 રન બનાવ્યા હતા, જવાબમાં પાકિસ્તાનના બેટ્સમેન 147 રન જ બનાવી શક્યા હતા. પાકિસ્તાન પોતાની ભૂલોને કારણે આ મેચ હારી ગયું હતું.

પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ રમીઝ રાજાને (Ramiz Raja) ઇનલમાં હાર્યા બાદ ખૂબ ગુસ્સામાં દેખાતા હતા. સ્ટેડિયમની બહાર તેઓ એક ભારતીય પત્રકાર સાથે ગેરવર્તણૂક કરી હતી. ખરેખર જ્યારે રમીઝ રાજા મેચ ખતમ થયા બાદ સ્ટેડિયમની બહાર આવ્યા ત્યારે તેમણે પત્રકારો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન એક ભારતીય પત્રકારે પણ તેમને સવાલ કર્યો અને કહ્યું કે લોકો ઘણા નાખુશ છે. જેના પર રમીઝ રાજા ગુસ્સે થઈ ગયા અને તેમણે તરત જ કહ્યું કે જો તમે ભારતના છો તો તમારા લોકો ખૂબ ખુશ થશે. તમે આવું ન પૂછી શકો, રમીઝ રાજા આટલું કહીને આગળ વધ્યા અને પત્રકારનો ફોન સાઈડ પર હટાવી દીધો હતો.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમીઝ રાજાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને દરેક વ્યક્તિ તેના આવા વર્તનની નિંંદા કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ફાઈનલના એક દિવસ પહેલા રમીઝ રાજા ટીમ ઈન્ડિયાના મેનેજમેન્ટને વધુ પ્રયોગ નહીં કરવાની સલાહ આપી રહ્યા હતા, પરંતુ ફાઈનલમાં તેમની પોતાની જ ટીમ હારી ગઈ હતી.

એશિયા કપની ફાઇનલમાં શું થયું?
પાકિસ્તાને આ મેચમાં ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. આ ટુર્નામેન્ટની મોટાભાગની ટીમોએ ટોસ જીતી બોલિંગ કરવાનું જ પસંદ કર્યું હતું, તે પરંપરા પાકિસ્તાને ફાઈનલમાં પણ જાળવી રાખી હતી. પરંતુ પાકિસ્તાનની ચાલ અહી ઊંધી પડી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમની શરૂઆત ભલે ખરાબ રહી હોય, પરંતુ ભાનુકા રાજપક્ષેની શાનદાર 71 રનની ઇનિંગના આધારે શ્રીલંકા 170ના સ્કોર સુધી પહોંચી શક્યું હતું. બીજી બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાન ટીમમાંથી રિઝવાન સિવાય કોઈ બેટ્સમેન ટકી શક્યું નહોતું. પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાને (55 રન) સૌથી વધુ રન બનાવ્યા હતા, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો ન હતો. આ મેચમાં પાકિસ્તાનને 23 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

Most Popular

To Top