Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: રાજ્યના નર્મદા શહેરી વિકાસ વિભાગના પૂર્વ મંત્રી યોગેશ પટેલે કોરોનાના કપરા કાળમાં વડોદરાની ખાનગી હોસ્પિટલોએ દર્દીઓ પાસેથી બેફામ રીતે રૂા.1880 કરોડ વસૂલ્યાનું નિવેદન આપ્યું હતું.ત્યારે વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સ્પેશિયાલિસ્ટ તરીકે સેવા આપનાર પલ્મોનોલોજિસ્ટે 20 કરોડ રૂપિયાના કુલ ચાર્જની સામે હોસ્પિટલે માત્ર 1.41 કરોડ રૂપિયા આપી હાથ અધ્ધર કરી દેતાં ડોક્ટરે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરી છે. જે બાદ પૂર્વ મંત્રી યોગેશભાઈ પટેલે વધુ એક વખત સ્ટર્લિંગ હોસ્પિટલ વિવાદ મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

વડોદરાના પલ્મોનોલોજિસ્ટ ડો.સોનિયા દલાલે પોલીસમાં આપેલી અરજીમાં જણાવ્યું છે કે કોરોનાકાળમાં તેમણે સ્ટર્લિંગ હોસ્પિટલમાં સ્પેશિયાલિસ્ટ તરીકે 2,865 દર્દીની સારવાર કરી હતી. દર્દીઓ પાસેથી હોસ્પિટલે એક દિવસના સરેરાશ રૂા.7,000થી વધુની રકમ વસૂલ કરી હતી અને એક દર્દીની સરેરાશ 7 દિવસ સારવાર કરવામાં આવી હતી અને તે પેટે તેમને હોસ્પિટલ પાસેથી રૂા.20 કરોડથી વધુની રકમ લેવાની થાય છે. જેની સામે હોસ્પિટલે તેમને માત્ર રૂા.1,41,68,427 ચૂકવ્યા હતા અને બાકીની રકમ તેમને ચૂકવવામાં આવી ન હતી. તેવી અરજી કરી તેમની સાથે સ્ટર્લિંગ હોસ્પિટલએ છેતરપીંડી કર્યાનું જણાવ્યું છે.

તેમજ પૂર્વ મંત્રી યોગેશ પટેલ દ્વારા કોરોનાકાળમાં ડોક્ટરોએ દર્દીઓને ખંખેરીયાની વાતને નકારી કાઢી કોરોનાકાળમાં ડૉક્ટરોએ નહીં પણ હોસ્પિટલના મેનેજમેન્ટએ રૂપિયા ખંખેરીયાનો આક્ષેપ કર્યો હતો. જે બાદ બુધવારે પૂર્વ મંત્રી યોગેશભાઈ પટેલે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે  કોરોનાકાળમાં અને કોરોનાકાળ પછી પણ ડોકટરો મનસ્વી રીતે ફી વસુલે છે. એના કોઈ ધારાધોરણ નક્કી થયા નથી. સરકારે પણ ધારાધોરણ નક્કી કરવા પડશે.

એ જે પણ ફી વસુલે તેના બોર્ડ પણ મુકવા જોઈએ. એવા મોટા બિલો હોસ્પિટલો દ્વારા બને છે. બધા ડોકટરો આવા નથી હોતા પરંતુ જે લોકો સવારથી ટાર્ગેટ કરીને બેઠા છે કે અમારે સાંજે આટલા રૂપિયા જોઈશે જ એવા લોકોને આ ચેતવણી છે. જો આવું ને આવું જ ચાલશે તો પછી ડોકટરો પર હુમલા તો થતા જ રહેશે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કાયદા તો બનેલા છે પણ આ કાયદા નો અમલ થતો નથી. એ અમલ થાય તો જ દર્દી છેતરાઈ નહીં. આની ઈન્કવાયરી ફરી વાર સેવાસદન દ્વારા થવી જોઈએ. જે લોકોએ વધારે પૈસા લીધા છે. એ દર્દીઓ ને પૈસા પાછા અપાવવા જ જોઈએ આજ મારી માંગ છે.

વડોદરા મ્યુ.કોર્પોરેશનની માર્ગદર્શીકા અનુસાર કોવીડ સારવારના પેકેજ નક્કી કરવામાં આવ્યાં હતાં.જેમ ફીજીસીયન , આઈસીયુ , મેડીકલ ઓફીસર તથા એનેસ્થેટિસ્ટને સુપર સ્પેસ્યાલીસ્ટન ગણી શકાય અને ડોક્ટરનો અલગથી વિઝીટ યાર્જ લઈ શકાય નહી.જ્યારે છાતીના રોગના સ્પેશ્યાલીસ્ટ સુપર સ્પેશ્યાલીસ્ટનો યાર્જ વસુલ કરી શકાય.પરંતુ સ્ટર્લિંગ હોસ્પીટલે 4 કે 5 ડોક્ટરની ટીમ બનાવી જેમાં મેડીકલ ઓફસર છાતીના સ્પેશ્યાલીસ્ટનો સમાવેશ કરી દર્દીઓ પાસેથી 6 થી 12 હજારનો પ્રતિ દિવસનો વિઝીટ યાર્જ વસુલ કર્યો છે. અન્ય પ્રાઇવેટ હોસ્પીટલોએ જાહેરનામાનો ભંગ કર્યો હોય તો તેની તપાસ જરૂરી છે તેમ જણાવ્યું હતું.

To Top