Gujarat

ગાંધીનગરથી એલઈડી રથને લીલીઝંડી દર્શાવતા દાદા અને પાટીલ

ગાંધીનગર : વિધાનસભાની ચૂંટણીની (Election) પ્રચાર ઝુંબેશને તેજ બનાવવા માટે આજે ગાંધીનગરમા (Gandhinagar) કમલમ ખાતેથી સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે 182 વિધાનસભા બેઠકો પર પ્રચાર માટે એલઈડી રથનું પ્રસ્થાન કરાવ્યુ હતું. આ રથ કેન્દ્ર અને રાજય સરકારની પાંચ વર્ષના કામની સિદ્ધીઓ અને વિવિધ યોજનાઓની માહીતી વિધાનસભા દીઠ પહોંચાડશે.

પ્રદેશ ઉપાઘ્યક્ષ ગોરઘન ઝડફીયાએ કહ્યું હતું કે, આ વખતે ચૂંટણી પૂર્વે ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત પાંચ વિવિધ યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે થકી રાજયના તમામ ગ્રામીણ વિસ્તારોને કવર કરવામાં આવશે અને રાજ્યની 144 વિઘાનસભા વિસ્તારમાં યાત્રા ફરશે. આજે જે LED રથને પ્રસ્થાન કરાવ્યું છે તે રથ આગામી ચૂંટણી સુધી એક એક વિધાનસભામાં મહોલ્લે-મહોલ્લે, ગામડે-ગામડે, શહેરે-શહેરે રાજય અને કેન્દ્ર સરકારના કામોનો રિપોર્ટ પ્રજા સમક્ષ રજુ કરશે.

Most Popular

To Top