Dakshin Gujarat

ભરૂચનાં પાલેજમાં જાહેર રોડ પર યુવકને દેખાયો 250 કિલોનો 8 ફૂટ લાંબો મગર પછી તો…

ભરૂચ: ભરૂચ(Bharuch) જિલ્લાના પાલેજ(Palage) પંથકના કિસનાડ ગામે જાહેર માર્ગ ઉપરની રોડ સાઈડે રહેલી એક કાંસમાંથી 250 કિલો વજન ધરાવતો મગર(Crocodile) જોવા મળતા લોકોમાં ભય ફેલાયો હતો. સ્થાનિક યુવકે સમગ્ર વાતની જાણ વન વિભાગને જાણ કરી હતી. જેથી મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જાહેર માર્ગ ઉપર જ મહાકાય મગર ઝડપાઈ જતાં લોકોએ રાહત અનુભવી હતી.

મહાકાય મગર નજરે પડતાં રાહદારીઓને ગ્રામજનોમાં ભયનો માહોલ
ભરૂચના પાલેજ ખાતેના કિશનાડ ગામે જાહેર માર્ગ ઉપરની રોડ સાઈડમાં એક મહાકાય મગર હોવાની જાણ મહેશભાઈએ કરતા વન વિભાગના અધિકારીને કરવામાં આવી હતી. જેના પગલે વન વિભાગના અધિકારીઓ સાથે જીવદયાપ્રેમીઓ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મોડી રાત્રે અંધારપટમાં પણ રોડની સાઈડ ઉપર કાસમાં રહેલા મગરનું રેસ્ક્યુ કરવાની કવાયત કરી હતી. મોડી રાત્રે એક કલાકોની જહેમત બાદ 250 કિલો વજન અને અંદાજિત 8 ફૂટ લાંબો મગરનું મહામુસીબતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને મગરને સુરક્ષિત રીતે ભરૂચ વન વિભાગના અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો.

નવસારીમાં રખડતી ગાયે ટક્કર મારતા દશેરા ટેકરીની મહિલા ઈજાગ્રસ્ત
નવસારી : નવસારીમાં રખડતી ગાયે ટક્કર મારતા દશેરા ટેકરીની મહિલામેં ઈજાઓ થતા સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડી છે.નવસારીમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. જેના પગલે અકસ્માતો તેમજ ટ્રાફીકની સમસ્યાઓ વધી રહી છે. શહેરમાં રખડતા ઢોરોને કારણે વધતી જતી સમસ્યા અને અકસ્માતોને ધ્યાને રાખી રાજ્ય સરકારે કાયદો પસાર કર્યો હતો. પરંતુ રાજ્યમાં માલધારી સમાજે કાયદાને કાળો કાયદો ગણાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરંતુ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. આજે નવસારીના દશેરા ટેકરીમાં સરસ્વતી માતા મંદિરથી ટાગોર નગર સોસાયટી તરફ જતા રસ્તા પર એક ગાયે મહિલાને ટક્કર મારી દીધી હતી. જેના પગલે તે મહિલાને માથાના ભાગે અને શરીરે ઈજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં હાલ તે મહિલાની સારવાર ચાલી રહી છે. ત્યારે આ ઘટનાને લઈ શહેરમાં ફરી રખડતા ઢોરોનો મુદ્દો ઉઠવા પામ્યો છે. અને શહેરીજનો શહેરમાં રસ્તા પર રખડતા ઢોરો બાબતે સરકાર અને જિલ્લા તંત્ર કોઈ નિરાકરણ લાવે તેવી આશા સેવાઈ રહી છે.

Most Popular

To Top