Dakshin Gujarat

‘કોની પરમિશનથી કંમ્પાઉન્ડમાં ગયા અને ઘાસચારો કેમ કાપો છો’ કહેતા સાત ઈસમો તુટી પડ્યા

સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં ગિરિમથક સાપુતારાના (Saputara) ટેબલ પોઈંટનાં કન્ટેનર હાઉસનાં કમ્પાઉન્ડમાં ઘાસ કાપવાનાં મુદ્દે એડવેન્ચરનાં સુપરવાઈઝર પર સાત ઈસમોએ પથ્થર અને દાતરડા વડે હુમલો (Attack) કરાતા સાપુતારા પોલીસે (Police) ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સ્વપ્નિલ ઉર્ફ બબલુભાઈ દિલીપભાઈ સાલવે સાપુતારા પેરાગ્લાયડીંગ પાયલોટ કમ એડવેન્ચર એક્ટિવિટીનાં સુપરવાઈઝર છે. જેથી જીજાજી હરિરામભાઈ સાંવતની સાપુતારા ટેબલ પોઈંટ ઉપર આવેલા કન્ટેનર હાઉસ પર ગયો હતો. જ્યાં કન્ટેનર હાઉસનાં કંમ્પાઉન્ડમાં રિકી પાંડે નામનો ઈસમ ઉભો હતો. અને તેની સાથે અન્ય બે પુરુષો અને સ્ત્રીઓ કંમ્પાઉન્ડમાં ઘાસચારો કાપી રહી હતી. જેથી સુપરવાઈઝરએ તમામને ‘કોની પરમિશનથી કંમ્પાઉન્ડમાં ગયા છો અને કેમ ઘાસચારો કાપો છો’ કહેતા સામેનાં ઈસમોએ સુપરવાઈઝરને ‘તમે કન્ટેનર હાઉસનાં માલિક છો. તેમ જણાવી રિકી પાંડેએ કંમ્પાઉન્ડનો દરવાજો કૂદી સુપરવાઈઝરને માથામાં તથા કાનનાં ભાગે પથ્થર માર્યો હતો.

બાદમાં રીંકી પાંડે જોડે અન્ય છ ઈસમોએ પણ એડવેન્ચરનાં સુપરવાઈઝર પર પથ્થર અને દાતરડા વડે હુમલો કરી ઇજાગ્રસ્ત બનાવ્યો હતો. સાત ઈસમોએ સુપરવાઈઝર પર હુમલો કરતા સુપરવાઈઝરની સોનાની ચેન તથા વીંટી પડી ગઈ હતી. જેને પગલે સુપરવાઇઝરે બચાવો બચાવોની બુમો પાડતા એડવેન્ચર સ્થળે કામ કરતા યુવાનોએ દોડી આવી જીવ બચાવ્યો હતો અને સારવાર માટે સાપુતારા સી.એચ.સીમાં દાખલ કરાયો હતો. સાપુતારા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

હલધરૂમાં એપાર્ટમેન્ટના ધાબાના દરવાજાને તાળું મારવા મુદ્દે મહિલાને બળાત્કાર-હત્યાની ધમકી
કામરેજ: કામરેજના હલધરૂ ગામે સત્યમ એવન્યુમાં ફ્લેટ નં.404માં પ્રતિભા ચિરાગ શાહ પરિવાર સાથે રહે છે. થોડા દિવસ અગાઉ એપાર્ટમેન્ટની મીટિંગ કરવામાં આવી હતી. જે મીટિંગમાં એપાર્ટમેન્ટમાં ધાબા પર જવાના દરવાજાને તાળું મારતા ન હોવાથી અમુક લોકો અવારનવાર ધાબા પર આવી ધાબા પર ચાલતી મહિલા તેમજ નાનાં બાળકોને હેરાન કરે છે. જેથી દરવાજાને તાળું મારવાની જરૂર છે તેવી વાત કરી હતી.

સામે ફ્લેટ નં.406માં રહેતા પ્રદીપ લગધીર ખાચર અને પાડોશમાં ફ્લેટ નં.405માં રહેતા વિકી માયકલ સબેસ્ટીન પોતાના ઘરે જઈ મહિલા વિશે ગાળો બોલતા હોવાથી મહિલાએ તમે કેમ મારા વિશે આવું ખરાબ બોલો છો તેમ કહેતાં બંનેએ ઉશ્કેરાઈ જઈ મારી નાંખવાની ધમકી આપી અને બળાત્કાર કરી નહેરમાં ફેંકી દેવાની ધમકી આપી હતી. બાદ મહિલા ઘરમાં રસોઈ બનાવતી હતી, ત્યારે પ્રદીપ ખાચરની પત્ની મનીષાએ ઘરમાં આવીને ધાબા પર તાળું શું કામ મારવાનું કહો છો? વિકીની પત્ની રેશ્મા પણ આવીને બોલવા લાગી હતી. બે દિવસ અગાઉ રાત્રિના 9.30 કલાકે બોલાચાલી થતાં વિકી અને પત્ની રેશમા, પ્રદીપ અને તેની પત્ની મનિષા તેમજ ટોળું ભેગું થઈ જતાં ગાળો આપી મારી નાંખવાની ધમકી આપતાં તમામ સામે કામરેજ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top