SURAT

સુરત: સાયન્સ સેન્ટર ખાતે શરૂ કરાયેલા ખોજ મ્યુઝિયમના ટીકીટ દરો નક્કી કરવા દરખાસ્ત

સુરત: 29 મી સપ્ટેમ્બરે વડાપ્રધાન (PM) મોદીના હસ્તે સુરત મનપાના (SMC) વિવિધ પ્રોજેક્ટોનું (Project) લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં સાયન્સ સેન્ટર (Science Center) ખાતે ડેવલપ થયેલા ખોજ મ્યુઝિયમનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ખોજ એ બાળકો માટેનું મ્યુઝિયમ છે કે જે ઈન્ટરેક્ટિવ ડિસ્પ્લે સાથે ડેવલપ કરાયું છે. ખોજ મ્યુઝિયમ ખાતે 2 ગેલેરી ડેવલપ કરવામાં આવી છે. જેમાં વાયરોસ્ફીયર અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલનો સમાવેશ થાય છે. જાહેર જનતા માટે આ ગેલેરીઓ ખુલ્લી મુકવા પહેલા મનપા દ્વારા ખોજ મ્યુઝિયમના ટીકીટ દર નક્કી કરવા શાસકો સમક્ષ મંજૂરી માંગતી દરખાસ્ત મુકવામાં આવી છે.

જેમાં જનરલ વિઝિટર માટે અને શાળા-કોલેજની વિઝિટરના દર જુદા જુદા નક્કી કરાયા છે. 5 થી 18 વર્ષના બાળકોમાં જનરલ વિઝિટર માટે 40 રૂા. અને 18 વર્ષથી ઉપરના માટે 60 રૂા. તેમજ શાળા કોલેજની વિઝિટમાં 5 થી 18 વય માટે 25 રૂા. તેમજ 18 વર્ષથી ઉપરના માટે 30 રૂા. નક્કી કરાયા છે. ખોજ મ્યુઝિયમ માટે ગુજરાત સી.એસ.આર ઓથોરિટી તથા તેની સી.એસ.આર પાર્ટનર મંથન એજ્યુકેશનલ પ્રોગ્રામ સોસાયટી અને સુરત મનપા વચ્ચે એમ.ઓ.યુ પણ થશે જે 3 વર્ષ માટે કરાશે. તેમજ રેવન્યુ શેરીંગ અંગે પણ નિર્ણય લેવા શાસકો સમક્ષ દરખાસ્ત મુકવામાં આવી છે.

પાલનપોર-ભેંસાણમાં પ્રધાનમંત્રી યોજનામાં વધુ 588 આવાસો બનશે
સુરત: શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં આવાસો તૈયાર કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હાઉસ ફોર ઓલ સ્કીમ વર્ષ 2015થી શરુ કરાઇ હતી જેમાં દરેક પરિવારના ઘરના ઘરનું સપનું સાકાર થાય તેવા હેતુથી રાજ્ય સરકાર, અર્બન ઓથોરીટી અને મહાનગર પાલિકાઓ દ્વારા આવાસ યોજના સાકાર કરવામાં આવી રહી છે. આ યોજના હેઠળ સુરત મનપા દ્વારા અત્યાર સુધીમાં 30 હજારથી વધુ આવાસો બનાવાઇ ચુકયા છે, તેમજ આ યોજનાને જોરદાર પ્રતિસાદ પણ મળી રહ્યો હોય પાલનપોર-ભેસાણમાં 588 આવાસો બનાવવા માટે શાસકો સમક્ષ દરખાસ્ત મુકવામાં આવી છે. ટી.પી સ્કીમ નં. 9 (પાલનપોર-ભેંસાણ), ફા.પ્લોટ નં. 174 ખાતે 588 આવાસો સાકાર કરાશે.

Most Popular

To Top